આમચી મુંબઈનેશનલ

22 જાન્યુઆરીને રામ લલ્લા પ્રાણપ્રતિષ્ઠા દિનને મર્યાદા પુરષોત્તમ દિન જાહેર કરો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અયોધ્યામાં 22 જાન્યુઆરાના રોજ રામ લલ્લાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ દિવસને હવે મર્યાદા પુરષોત્તમ દિવસ તરીકે જાહેર કરવાની માગણી હિંદુ મહાસભા દ્વારા કરવામાં આવી છે. તેમણે આને માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને કેન્દ્ર સરકારને એક પત્ર લખીને મોકલ્યો છે.

હિંદુ મહાસભાના રાષ્ટ્રીય નેતા દિનેશ ભોંગલેએ કહ્યું હતું કે હિંદુ મહાસભા વતી તત્કાલિન ફૈઝાબાદના કલેક્ટર સ્વ. ઠાકુર ગોપાલસિંહ વિશારદે રામ લલ્લાના દર્શન અને પૂજાનો અધિકાર મળે તે માટે દિવાની કોર્ટમાં 1950માં પિટિશન દાખલ કરીને રામ મંદિરની અદાલતી લડાઈનો પ્રારંભ કર્યો હતો. રામ જન્મભૂમિની 2.77 એકર જમીન હિંદુ મહાસભા, નિર્મોહી અખાડા અને વક્ફ બોર્ડમાં સમાન ભાગે વહેંચી દેવાનો આદેશ અલાહાબાદ હાઈ કોર્ટે 30, સપ્ટેમ્બર, 2010ના રોજ આપ્યો તેની સામે હિંદુ મહાસભા અદાલતમાં ગઈ હતી. અદાલતે આપેલા આદેશને પગલે હિંદુ મહાસભા દ્વારા આપવામાં આવેલી લાંબી લડત પૂરી થઈ છે. આથી હવે રામ મંદિર માટે હિંદુઓને જમીન મળી છે.

હિંદુ મહાસભા એવું માને છે કે પ્રાણ પ્રતિષ્ઠાનો આ દિવસ અત્યંત મહત્ત્વનો છે. રામ લલ્લા રાષ્ટ્રીય અસ્મિતાનું પ્રતિક છે. બધા જ હિંદુઓ તેમને મર્યાદા પુરષોત્તમ માને છે. આથી હિંદુ જનમાનસનો આદર કરીને આ દિવસને મર્યાદા પુરષોત્તમ દિવસ તરીકે કેન્દ્ર સરકારે જાહેર કરવો જોઈએ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button