લો બોલો! કોંગ્રેસના આ નેતાને પીએમ મોદીના ઉપવાસ પર છે શંકા!
બેંગ્લુરુ: રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા પીએમ મોદીએ 12થી 22 જાન્યુઆરી સુધી 11 દિવસનું કઠણ અનુષ્ઠાન કર્યું હતું. જો કે એક કોંગ્રેસ નેતાએ પીએમ મોદીના વ્રત-ઉપવાસ પર સવાલો ઉઠાવ્યા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી વીરપ્પા મોઇલી (Veerappa Moily)નું વિવાદિત નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે જણાવ્યું હતું કે તેમને આ અનુષ્ઠાન પર શંકા છે.
મને શંકા છે કે તેમણે(પીએમ મોદીએ) ઉપવાસ કર્યા પણ છે કે નહિ, જો તેમણે વ્રત કર્યા વગર ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો હશે તો એ સ્થાન અપવિત્ર થઇ જાય છે અને ત્યાંથી શક્તિ ઉત્પન્ન થઇ શકતી નથી. મને એક તબીબે મોર્નિંગ વોક દરમિયાન જણાવ્યું હતું કે એક વ્યક્તિ આટલા બધા દિવસો સુધી ખાધાપીધા વગર જીવિત રહી ન શકે. જો તે વ્યક્તિ જીવિત હોય તો તે એક ચમત્કારથી ઓછું નથી.
ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા 11 દિવસના અનુષ્ઠાનની જાહેરાત કરી હતી. જેમાં તેમણે સતત 11 દિવસ સુધી રામનામની માળા જપી-ગૌપૂજા કરી. તેમણે ભોજનમાં ફક્ત ફળો અને નારિયેળ પાણી જ લીધા. આ દરમિયાન તેમણે દક્ષિણ ભારતના વિવિધ મંદિરોની મુલાકાત કરી હતી. ઉપરાંત પીએમ મોદીએ સ્વચ્છ તીર્થ પહેલની શરૂઆત કરી જેમાં તેમણે મંદિરોની સાફસફાઇનું આહ્વાન કર્યું.