આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર શિશિર ઋતુ), બુધવાર, તા. ૨૪-૧-૨૦૨૪, ભદ્રા પ્રારંભ
ભારતીય દિનાંક ૪, માહે માઘ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, પૌષ સુદ-૧૪
જૈન વીર સંવત ૨૫૫૦, માહે પૌષ, તિથિ સુદ-૧૪
પારસી શહેનશાહી રોજ ૧૨મો મોહોર, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૨મો મોહોર, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૦મો આવાં, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૧૨મો, માહે ૭મો રજજબ, સને ૧૪૪૫
મીસરી રોજ ૧૪મો, માહે ૭મો રજજબ, સને ૧૪૪૫
નક્ષત્ર પુનર્વસુ.
ચંદ્ર મિથુનમાં મધ્યરાત્રિ પછી ક. ૨૫-૪૬ સુધી, પછી કર્કમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મિથુન (ક, છ, ઘ), કર્ક (ડ, હ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૧૬, અમદાવાદ ક. ૦૭ મિ. ૨૩, સ્ટા.ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૨૫, અમદાવાદ ક. ૧૮ મિ. ૨૧, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સવારે ક. ૧૧-૦૦, મધ્ય રાત્રે ક. ૦૦-૦૭
ઓટ: સાંજે ક. ૧૭-૧૮, મધ્યરાત્રિ પછી ક. ૦૬-૨૬ (તા. ૨૫)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, પૌષ- શુક્લ ચતુર્દશી. ભદ્રા પ્રારંભ રાત્રે ક. ૨૧-૫૧. સૂર્ય શ્રવણમાં રાત્રે ક. ૨૨-૩૨.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજન, શ્રીસુક્ત, પુરુસુક્ત, ગણેશ અથર્વશીર્ષમ્ અભિષેક, શ્રી વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર પાઠ વાંચન, તુલસીપૂજા, નિત્ય થતાં ખેતીવાડી, દસ્તાવેજી કામકાજ, ગુરુગ્રહદેવતાનું પૂજન, વિશેષરૂપે, વાંસ વાવવા, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, અદિતિ દેવીનું પૂજન, બી વાવવું, ખેતીવાડીના કામકાજ.
આચમન: ચંદ્ર-મંગળ પ્રતિયુતિ કજિયાખોર, ચંદ્ર-રાહુ ચતુષ્કોણ મોટી મોટી આશાઓ રાખનારા ચંદ્ર-નેપ્ચૂન ત્રિકોણ સંગીતપ્રિય.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-મંગળ પ્રતિયુતિ, ચંદ્ર-રાહુ ચતુષ્કોણ, ચંદ્ર-નેપ્ચૂન ત્રિકોણ (તા. ૨૪) સૂર્ય શ્રવણમાં પ્રવેશ.
ગોચરગ્રહો: સૂર્ય-મકર, મંગળ-ધનુ, બુધ-ધનુ, ગુરુ-મેષ, શુક્ર-ધન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.