ટોપ ન્યૂઝ

આસામમાં એફઆઈઆર નોંધાતા રાહુલ ગાંધી ભડક્યા, પ્રાણ પ્રતિષ્ઠા મુદ્દે પ્રતિક્રિયા આપી

ગુવાહાટીઃ આસામમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ભારત જોડો ન્યાય યાત્રાને આસામના ગુવાહાટીમાં પ્રવેશ કરવામાં રોક લગાવી ત્યાર બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓએ જોરદાર બબાલ અને પ્રદર્શન કર્યું હતું. કાર્યકર્તાઓએ બેરિકેડ તોડીને આસામની સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.

આસામના મુખ્ય પ્રધાન હિમંત બિશ્વા સરમાએ પોલીસને રાહુલ ગાંધી સામે એફઆઈઆર નોંધવાનો નિર્દેશ આપ્યો હતો. સીએમના એક્શન સામે રાહુલ ગાંધી ભડકી ગયા હતા અને હિમંત બિશ્વાને સૌથી ભ્રષ્ટ સીએમ કહ્યા હતા.

ભારત જોડો ન્યાય યાત્રા વખતે પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મુદ્દે પ્રતિક્રિયા આપી હતી. કાર્યક્રમને ભાજપનો રાજકીય કાર્યક્રમ જણાવ્યો હતો. રામ લહેરના એક સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે કોઈ લહેર નથી.

રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે આસામના સીએમ જે કાંઈ કરે છે તેનાથી અમારી ન્યાય યાત્રાને ફાયદો થાય છે, જે પ્રચાર અમે કર્યો નથી પણ આસામના સીએમ કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હિમંત બિશ્વા આસામને ચલાવી શકતા નથી. તેઓ આસામના અવાજ નથી. ભાજપના કાર્યકર્તાઓ પણ તેમને પસંદ કરતા નથી. તમે એમને પૂછી શકો છો.
આસામની ન્યાય યાત્રા વખતે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અહીંના સીએમ દેશના સૌથી ભ્રષ્ટ સીએમ છે.

તેઓ 24 કલાક ચોરી કરે છે, જ્યારે તેમની લડાઈ ન્યાય માટે છે. તેમની લડાઈ પણ ભ્રષ્ટાચાર સામે છે. આસામ પોલીસે જ્યારે તેમને રોક્યા તો કહ્યું હતું કે આ રસ્તે બજરંગ દળ અને જેપી નડ્ડાએ રેલી કાઢવામાં આવી હતી, પરંતુ અમારી પદયાત્રા રોકવામાં આવી છે. કોંગ્રેસના કાર્યકર્તાઓએ બેરિકેડને હટાવી દીધા હતા. અમે બેરિકેડ તોડ્યા છે, પરંતુ કાયદો તોડ્યો નથી. કાયદો તોડવાનું કામ જેપી નડ્ડા કરી શકે છે અને અમિત શાહ કરી શકે છે.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આસામમાં સમસ્યા સ્પષ્ટ છે. આ રાજ્યના મુખ્ય પ્રધાન દેશના સૌથી ભ્રષ્ટ મુખ્ય પ્રધાનમાંથી એક છે. મને મંદિર, યુનિવર્સિટી જતા રોકવામાં આવે છે, ડરાવવામાં આવે છે પણ હું ડરવાનો નથી. રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસેની ભારત જોડો ન્યાય યાત્રા 14 જાન્યુઆરીથી મણિપુરમાંથી શરુ કરી છે, જે 6,000 કિલોમીટરની ન્યાયયાત્રા 20 અથવા 21મી માર્ચે મુંબઈ (લોકસભાની 100 બેઠકમાંથી પસાર થઈ)માં પૂરી થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button