Nita Ambaniના હાથમાં જોવા મળ્યો આ સ્પેશિયલ ફોન, કિંમત જાણશો તો ચોંકી ઉઠશો…
ગઈકાલે ખૂબ જ રંગે ચંગે અયોધ્યા ખાતે રામ લલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પાર પડ્યો. આ ઐતિહાસિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે મોટા મોટા રાજકારણીઓ, બોલીવૂડના સેલિબ્રિટીઓ અને ઉદ્યોગપતિઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. હવે ઉદ્યોગપતિઓની વાત ચાલતી હોય અને અંબાણી ફેમિલીનું નામ ના આવે તો કેમ ચાલે?
આખો અંબાણી પરિવાર ગઈકાલે અયોધ્યામાં એક સાથે ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બન્યો હતો. અંબાણી’ઝની હોય અને કંઈક નવું કે અનોખું ના જોવા મળે એવું તો બને જ નહીં ને? દર વખતની જેમ આ વખતે પણ નીતા અંબાણીએ લાઈમલાઈટ ચોરી લીધી હતી અને આ વખતે એમાં નિમિત્ત બન્યો એમના હાથમાં જોવા મળેલો ફોન.
નીતા અંબાણીના હાથમાં જોવા મળેલા ફોનની વાત કરીએ તો તે iPhone 15 Pro Max સીરિઝનો હેન્ડસેટ છે અને એ એકદમ લેટેસ્ટ લાઈનઅપ છે. જોકે, આ બાબતે હજી સુધી કોઈ ઓફિશિયલ માહિતી મળી શકી નહોતી, પણ એવું કહેવાઈ રહ્યું છે કે ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં જ કંપનીએ આ ફોન લોન્ચ કર્યો હતો.
આગળ વધીએ અને વાત કરીએ ફોનની કિંમતની તો iPhone 15 Pro Maxની કિંમત 1,59,000 રૂપિયાથી શરૂ થાય છે અને એમાં 256 GB સ્ટોરેજ જોવા મળે છે. આ સિવાય તેમા 512 GB સ્ટોરેજવાળા ફોનની કિંમતની વાત કરીએ તો તે 1,79,000 રૂપિયા જેટલી હોવાનું કહેવાય છે. જ્યારે 1TB વેરિયન્ટની કિંમત બે લાખ રૂપિયા હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે બિગ બીના હાથમાં પણ મોટાભાગે આ જ સીરિઝનો ફોન જોવા મળ્યો હતો અને તેના પર પીળા રંગનું કવર જોવા મળ્યું હતું. ફોનને કારણે બિગ બી પણ એકદમથી લાઈમલાઈટમાં આવી ગયા હતા. નેટિઝન્સ કયો ફોન હશે અને એની કિંમત શું હશે એન અંગે જાત જાતની અટકળો લગાવી રહ્યા હતા.