Saif Ali Khanના ફેન્સ માટે આવ્યા Good News, સર્જરી બાદ આ રીતે જોવા મળ્યો એક્ટર…
બોલીવૂડના છોટે નવાબ તરીકે ઓળખાતો સૈફ અલી ખાનની હેલ્થને લઈને ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે અને એને કારણે તેના ફેન્સ ચિંતામાં મૂકાઈ ગયા હતા, પણ હવે સૈફના ફેન્સ માટે રાહતના સમાચાર આવી રહ્યા છે.
મળી રહેલી માહિતી પ્રમાણે ગઈકાલે ઘૂંટણની સર્જરી માટે સૈફ અલી ખાન હોસ્પિટલાઈઝ્ડ કરવામાં આવ્યો હતો અને એ સમયે કરિના કપૂર ખાન પણ તેની સાથે જોવા મળી હતી. ફેન્સ સૈફ હોસ્પિટલમાં દાખલ છે એ વાતથી થોડા ચિંતિત થઈ ગયા હતા અને આખરે પોતાના ફેવરેટ સ્ટારને શું થયું છે એ જાણવાની તાલાવેલી થઈ ગઈ હતી. પરંતુ આજે સૈફ અલી ખાનને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હોવાની માહિતી મળી રહી છે.
સાધનોના જણાવ્યા અનુસાર સૈફ અલી ખાન મુંબઈની કોકિલાબહેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેને ઘૂંટણ અને ખભામાં ઈજા થઈ હતી. હોસ્પિટલમાં સૈફની ઘૂંટણની સર્જરી કરવામાં આવી હતી. ફેન્સ પણ સૈફ અલી ખાન જલદી સાજો થઈ જાય એ માટે પ્રાર્થના કરી રહ્યા હતા અને તેમની પ્રાર્થનાઓ કબૂલ થઈ ગઈ હતી.
અત્યારે સૈફ અલી ખાનની તબિયત સારી છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લાં ઘણા દિવસથી સૈફ અલી ખાનને ઘૂંટણમાં દુઃખાવો થઈ રહ્યો હતો અને આજે તેના પર સર્જરી કરવામાં આવી હતી. ડોક્ટરોના જણાવ્યા અનુસાર અત્યારે સૈફ અલી ખાનની તબિયત એકદમ જ સારી છે
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો 53 વર્ષીય સૈફ અલી ખાનની જબરી ફેન ફોલોઈંગ છે અને સેક્રેડ ગેમ્સ વેબ સિરીઝમાં તેણે કરેલાં અભિનયની ચારે તરફ પ્રશંસા કરવામાં આવી રહી છે. આ સિવાય તે ફિલ્મ આદિપુરુષમાં પણ જોવા મળ્યો હતો. તેના આગામી પ્રોજેક્ટની વાત કરીએ તો ટૂંક સમયમાં જ તે તેલુગુ ફિલ્મમાં જોવા મળશે અને ગો ગોવા ગોનની સિક્વલમાં પણ તે જોવા મળશે, એવી ચર્ચા ચાલી રહી છે.