આમચી મુંબઈ

મુંબઈ પોલીસના તમામ કર્મચારીઓની રજા 28 જાન્યુઆરી સુધી રદ કરી, જાણો શા માટે?

મુંબઈ: મુંબઈ પોલીસના તમામ રજાઓ આવનારા કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને રદ્ કરવામાં આવી છે. હજુ ગઈકાલે એટલે કે 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં પ્રણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. ત્યારે આ મહોત્સવના કારણે મુંબઈમાં કોઈ અરાજકતા ના ફેલાય તે માટે મુંબઈમાં તમામ જગ્યાએ પોલીસને તહેનાત રાખવામાં આવી હતી.

આ ઉપરાંત મનોજ જરાંગે-પાટીલની પદયાત્રા અને પ્રજાસત્તાક દિવસ સહિતના અનેક મોટા જાહેર કાર્યક્રમોને કારણે મુંબઈ પોલીસના તમામ કર્મચારીઓની રજાઓ 28 જાન્યુઆરી સુધી રદ કરવામાં આવી છે. ફક્ત તબીબી સેવા માટે જ રજાઓ મંજૂર કરવામાં આવશે તેવી નોટિસ પોલીસ કમિશનરેટરે, ગુપ્તચર વિભાગ, રાજ્ય અનામત પોલીસ દળ, નક્સલ વિરોધી મિશન, જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી દ્વારા જારી કરવામાં આવી હતી.

અયોધ્યામાં યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને પોલીસ વિભાગ એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું હતું. સંવેદનશીલ વિસ્તારોમાં રેલી દરમિયાન નાગરિક સંરક્ષણ માટે ઈન્ટેલિજન્સ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો તહેનાત કરવામાં આવી હતી.

પોલીસ ચારેબાજુ પોતાનું ધ્યાન રાકઈ રહી હતી કારણકે જ્યારે પણ કોઈ ધાર્મિક તહેવાર આ રીતે જાહેરમાં ઉજવાતા હોય છે ત્યારે અન્ય દર્મના લોકો તેમાં અરાજકતા ફેલાવવાનું અને લોકોને હેરાન કરવાનું કામ કરતા હોય છે.

આ ઉપરાંત પ્રજાસત્તાક દિવસ પણ નજીક આવી રહ્યો છે. તેથી કડક સુરક્ષા વ્યવસ્થા જાળવવાની જરૂર છે. આ સમયગાળા દરમિયાન લાખો લોકો મુંબઈ આવે તેવી શક્યતા છે. તેમજ મરાઠા આરક્ષણની માગણી કરતી મનોજ જરાંગે-પાટીલનું આંદોલન પણ ચાલુ છે.

નોંધનીય છે કે મુંબઈના આઝાદ મેદાનમાં 27 જાન્યુઆરીના રોજ જરાંગે આવવાના છે. ત્યારે તેમની સાથે ત્યાં ઘણા મોટા પ્રમાણમાં લોકો પણ હશે આથી 27 જાન્યુઆરીના રોજ મુંબઈમાં કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટના ના થાય તે માટે મોટા પ્રમાણમાં પોલીસ ફોર્સની જરૂર પડશે.

આથી રજા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આદેશ મુજબ તમામ કર્મચારીઓએ રવિવારે રાતથી મંગળવાર સવાર સુધી પોતપોતાના પોલીસ સ્ટેશનમાં હાજર રહેવાનું રહેશે. જો કોઈ સમયસર જાણ નહીં કરે તો તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત