હજારોની ભીડને કારણે રામ મંદિરમાં પ્રવેશ બંધ, ભીડને કાબૂમાં કરવા આરએએફને તહેનાત કરવામાં આવી…
અયોધ્યા: અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય અને પ્રાણ પ્રતિષ્ઠા બાદ 23 જાન્યુઆરી સવારથી જ સામાન્ય ભક્તો માટે ભગવાનના મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા. પરંતુ આખી રાતથી લાઈનમાં ઊભેલા લોકો હજારોની સંખ્યામાં રામ મંદિરમાં દર્શન માટે ઉમટી પડ્યા હતા. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલા દર્શન બાદ ભીડ એટલી વધી ગઈ હતી. કે તેનું સંચાલન કરવું પણ થઈ ગયું હતું. અને ધીરે ધીરે ભક્તોની સંખ્યા એટલી વધી ગઈ કે પેરા મિલિટરી ફોર્સ તહેનાત કરવી પડી હતી અને ભીડ કાબૂમાં ના આવતા લગભગ પોણા નવ વાગ્યે બેરીકેટ લગાવીને મંદિરમાં પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો હતો, અને ફક્ત બહાર જવાનો રસ્તો જ ખુલ્લો રાખવામાં આવ્યો હતો.
અયોધ્યાના રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ મંગળવારે એટલે કે આજે સવારે તમામ ભક્તો માટે જ્યારે રામલલ્લાના દરવાજા ખોલવામાં આવ્યા ત્યારે રાતે વાગ્યાથી લાઈનમાં ઉભેલા લોકો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. પરિસ્થિતિ એટલી વિકટ બની ગઈ હતી કે મંદિર પરિસરમાં તહેનાત સુરક્ષાકર્મીઓ માટે ભક્તોને લાઈનમાં રાખવા અને વ્યવસ્થા જાળવવી ખૂબજ મુશ્કેલ બની ગઈ હતી.
ત્યારબાદ મંદિર પરિસરમાં રેપિડ એક્શન ફોર્સ તહેનાત કરવામાં આવી હતી. તેમજ કંટ્રોલ રૂમમાંથી વધારાની પોલીસ ફોર્સ પણ બોલાવવામાં આવી હતી, જેથી પરિસ્થિતિને નિયંત્રિતમાં રાખી શકાય. મંદિરના બહાર જ એટલી ભીડ હતી કે પોલીસ પણ મંદિર પરિસર સુધી પહોંચી શકતી નથી.
કારણકે મંદિરના પરિસરમાં ઘણા લોકો પોતાનો સામાન લોકરમાં મૂકવા માટે લાઈનો લગાવીને ઊભા હતા તો ઘણા લોકો મંદિરના દ્વાર સુધી પહોંચવા ધક્કા મુક્કી કરી રહ્યા હતા. પોલીસ પરિસ્થિતિ સંભાળવાનો પૂરેપૂરો પ્રયત્ન કરી રહી હતી. પરંતુ જે પ્રમાણમાં મંદિરમાં લોકો આવતા હતા તે પ્રમાણમાં બહાર નહોતા નીકળતા આથી ભીડ ખૂબજ ઝડપથી વધી રહી હતી.
આ ઉપરાંત ઘણા લોકો મોબાઈલ ફોન અને અન્ય એવી ચીજવસ્તુઓ કે જે મંદિરમાં લઈ જવાની મનાઈ છે તેવા અનેક લોકોને દર્શન કર્યા વિના જ પરત ફરવું પડ્યું હતું. આજે લોકોનું ઘોડાપૂર જોઈને ટ્રસ્ટે ભગવાન રામના દર્શન માટેનો સમય વધારવાનું નક્કી કર્યું છે. આ ઉપરાંત ભક્તો પોતાનો સામાન મૂકી શકે તે માટે લોકરની સંખ્યા પણ વધારવામાં આવશે.