UNSCમાં ભારતને કાયમી સભ્ય પદ આપવા માટે Elon Muskકે કરી મોટી વાત
ભારત UNSCના કાયમી સભ્ય તરીકેનું મજબૂત દાવેદાર…
ટેસ્લાના CEO એલોન મસ્કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં વૈશ્વિક દેશોના સભ્યો વિશે વાત કરી છે અને તેમણે UNSCમાં ભારતની કાયમી સભ્યપદને મજબૂત સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે યુએનએસસીની ટીકા કરતા તેમણે કહ્યું કે આ જૂથમાં ભારતનું કાયમી સભ્યપદ કેમ નથી એ બાબત સમજાતી નથી.
હાલમાં યોજાયેલી યુએનએસસીની બેઠકમાં યુએસ સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે UNSCમાં આફ્રિકન દેશોમાંથી કોઈપણ દેશનું નામ ન હોવા પર ખેદ વ્યક્ત કર્યો હતો. ત્યારે તેનો જવાબ આપતા ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે કહ્યું હતું ભારત સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે તેમ છતાં ભારતનું સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)નું કાયમી સભ્ય ન હોવું એ તદ્દન બકવાસ બાબત છે. આ ઉપરાંત તેમણે આફ્રિકાની વાત પણ કરી હતી.
એલોન મસ્કે કહ્યું હતું કે કે હવે સંયુક્ત રાષ્ટ્ર સાથે સંબંધિત સંસ્થાઓનું પુનર્ગઠન કરવાની જરૂર છે. કારણકે હાલમાં સમસ્યા એ છે કે જે દેશો પાસે વધુ સત્તા છે તેઓ પોતાની સત્તા છોડવા માંગતા નથી.
મળતી માહિતી અનુસાર સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ટ્વીટ કરીને UNSCના સ્થાયી સભ્ય દેશોમાં કોઈ પણ આફ્રિકન દેશનું નામ ન હોવા પર ખેદ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે અમે કેવી રીતે સ્વીકારી શકીએ કે આફ્રિકા પાસે હજુ પણ સુરક્ષા પરિષદમાં એક પણ કાયમી સભ્ય નથી? આ ઉપરાંત તેમણએ કહ્યું હતું કે UNSCએ હાલના સમય પ્રમાણે ચાલવું જોઈએ જ્યારે UNSC હજુ પણ 80 વર્ષ પહેલા બનાવેલા નિયમો પ્રમાણે ચાલી રહ્યું છે. જે યોગ્ય નથી.
નોંધનીય છે કે સુરક્ષા પરિષદ સંયુક્ત રાષ્ટ્રની એક સંસ્થા છે જે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા જાળવવાનું કામ કરે છે. તેમાં 15 સભ્યોનો સમાવેશ થાય છે. જેમાં પાંચ કાયમી અને 10 અસ્થાયી સભ્યોનો સમાવેશ થાય છે. કાયમી સભ્યોમાં યુએસ, યુકે, ચીન, ફ્રાન્સ અને રશિયાનો સમાવેશ થાય છે, જેમની પાસે વીટો પાવર છે. આ ઉપરાંત સામાન્ય સભાના 10 બિન-સ્થાયી સભ્યો બે વર્ષની મુદત માટે ચૂંટાય છે. જો કે ભારતે ઘણા મંચો પર UNSCમાં કાયમી સભ્યપદ માટે પોતાનો દાવો રજૂ કર્યો છે. પરંતુ ચીન સહિતના કેટલાક દેશો ભારતને UNSCમાં કાયમી સભ્યપદ લેવા દેતા નથી.