ફન વર્લ્ડ
ઓળખાણ પડી?
ધુપેલ તેલ કાઢવા માટે વપરાતી વનસ્પતિની ઓળખાણ પડી? વિશેષ કરીને નદી કિનારે થતી આ વનસ્પતિ અનેક ઔષધીય ઉપયોગ પણ ધરાવે છે.
અ) હરીતકી બ) સોમલ ક) આંકડો ડ) નાગરમોથ
ભાષા વૈભવ…
ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A B
કડવું SAVOURY
ખાં ASTRINGENT
મોળું SALINE
તૂરો BITTER
સ્વાદિષ્ટ TASTELESS
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
દાંતે લૂણ જે વાપરે, કવળે ઊનું ખાય, ડાબું પડખું દાબી સૂએ, તે ઘેર વૈદ્ય ન જાય કહેવતમાં લૂણ શબ્દનો અર્થ શું થાય એ જણાવો.
અ) લસણ બ) લવિંગ ક) મીઠું ડ) કોલસો
ગુજરાત મોરી મોરી રે
કોઈ દર્દી મમ્પ્સની તકલીફથી પીડાય છે એવું નિદાન જો સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા કરવામાં આવે તો એ માંદગીનો સંબંધ શેની સાથે હોય એ કહી શકશો?
અ) કોણી બ) ગાલ ક) હોઠ ડ) દાંત
માતૃભાષાની મહેક
આયુર્વેદમાં અસાત્મ્યતાનો ઉલ્લેખ આવે છે. કેટલીક વ્યક્તિને અમુક આહારદ્રવ્યો અસાત્મ્ય (પ્રતિકૂળ) હોવાથી માફક આવતાં નથી. જેમ કે, દૂધ, ડુંગળી, લસણ વગેરે જોતાં જ ઊલટી, ઊબકા કે અણગમો થાય અને જો ખાવામાં આવે તો એલર્જી થાય છે. માત્રા એટલે કયું દ્રવ્ય કેટલું ખાવું કે કોની સાથે કેટલું મેળવવું એ ન જાણવાથી પણ રોગ જન્મે છે.
ઈર્શાદ
ચોખો કહે કે હું ધોળો દાણો, મારા માથે અણી,
મારી મજા લેવી હોય તો દાળ નાખજો ઘણી.
— લોકકવિ
માઈન્ડ ગેમ
અહીં આપેલી બધી સંખ્યા ધ્યાનથી જુઓ અને એનો સંબંધ સમજી આગામી સંખ્યા કઈ હશે એ જણાવો.
5, 15, 26, 38, 51, ——-
અ) 60 બ) 63 ક) 65 ડ) 68
ગયા મંગળવારના જવાબ
ભાષા વૈભવ
A B
વ્યસન ADDICTION
આવાસ HOUSE
આશરો SUPPORT
આંચળ UDDER
વસુંધરા EARTH
માઈન્ડ ગેમ
87
ઓળખાણ પડી?
શતાવરી
ગુજરાત મોરી મોરી રે
ગળું
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
મહેમાન