મરણ નોંધ

જૈન મરણ

ઝાલા.દશા.શ્રી. સ્થા. જૈન
સુદામડા નિવાસી, હાલ મીરારોડ, સ્વ. અંજવાળીબેન નંદલાલ જગજીવન તુરખીયાના પુત્ર લલિતભાઈ, તે કિર્તીબેનના પતિ. પ્રેયશ તથા બિનિતાના પિતા. કોમલબેન તથા રૂપેશભાઈના સસરા. સાક્ષી તથા જયના દાદા. પિયર પક્ષે સ્વ. રમણીકલાલ આર. શાહના જમાઈ. તા. 22-1-24ના સોમવારે દેવલોક થયેલ છે. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.

માંગરોળ દશા શ્રીમાળી દેરાવાસી જૈન
માંગરોળ નિવાસી, હાલ ઘાટકોપર નલિનીબેન (ઉં.વ. 91) શનિવાર, તા. 20-1-24ના અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. રમણલાલ વાડીલાલ શાહના ધર્મપત્ની. સ્વ. વીણાબેન વ્રજલાલ સુંદરજી શેઠના પુત્રી. જુલી કિરીટ શાહ, નિખિલ, દીપિકા સતીષ ભગતના માતુશ્રી. અમીના સાસુ. નિમિત, અંકિત, ઉમંગીના દાદી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
રાધનપુર તીર્થ જૈન
ગં.સ્વ. અરુણાબેન ઝવેરી (ઉં.વ. 84) સ્વ. ચંદ્રકાંતભાઈ ભોગીલાલ ઝવેરીના પત્ની. જીજ્ઞેષ, અમીત અને હીનાનાં માતા. છાયાબેન, ક્નિનરીબેન અને ભાવેશકુમારનાં સાસુ. મહેશભાઈ, આશાબેન અને નિપૂર્ણાબેનના બહેન. મોસમ-પ્રિયાંક, યેશા-ચિરાગકુમાર અને આરવના દાદી. ડીઆ અને અર્શનાં પરદાદી. તા. 21-1-24 ને રવિવારે અરિહંતશરણ થયા છે. લૌકિક વહેવાર બંધ છે. સરનામું: બી-304, રિંકા પાર્ક, ગીતા નગર, ભાયંદર (વેસ્ટ).
ખંભાત વિસા પૈરવાડ જૈન
મુંબઈ નિવાસી હાલ માટુંગા સ્વ. હર્ષદભાઈ જયંતિલાલ શાહના ધર્મપત્ની પન્નાબેન (ઉં. વ.77) તા.21.1.24.ના રવિવાર ના રોજ અરિહંતશરણ પામેલ છે. તે નીરવ તથા બેલાબેનના માતુશ્રી, દર્શનાના સાસુ. મીહીકા તથા હર્ષના દાદી, પિયરપક્ષે શ્રી શાંન્તીલાલ ભોગીલાલના પુત્રી.પ્રાર્થનાસભા તથા લૌકિક વહેવાર બંધ રાખેલ છે.
હાલાર વિશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
પડધરી નિવાસી હાલ મુંબઇ કિરણભાઇ ઓધવજી મહેતાના ધર્મપત્ની હર્ષીદાબેન (ઉં. વ. 73) તા. 21-1-24ના અરિહંતશરણ પામેલ છે. તે અર્પણ તથા વિરલના માતુશ્રી. તે સેજલ તથા ડીમ્પલના સાસુ. તે પ્રથમ-જીયાના દાદીમા. તે ચેન્નઇ નિવાસી વિજયાબેન કાંતિલાલ મહેતાના પુત્રી. તે સૂરજબેન લીલાધર મહેતાની ભાણેજ. પ્રાર્થનાસભા તા. 23-1-24ના મંગળવારના 5થી 7. ઠે. એફપીએચ ગરવારે હોલ, ફિઝિકલી હેન્ડિકેપની ફેલોશિપ, એફપીએચ બિલ્ડિંગ, લાલા લજપતરાય માર્ગ, હાજીઅલી, મુંબઇ.
દશા શ્રીમાળી સ્થા. જૈન
સાવરકુંડલા નિવાસી હાલ વિલેપાર્લે મહેન્દ્ર ભાઇચંદ લખાણીના ધર્મપત્ની અ. સૌ. હેમાબેન (ઉં. વ. 68) તે પરાગ, જીગ્નાના માતુશ્રી. અ. સૌ. શીતલ તથા હેમાંશુ ઉદાણીના સાસુ. તથા કહાનના દાદી. આર્યનના નાની. તે ભાવનગર નિવાસી સ્વ. મનુભાઇ કરસનદાસ મહેતાની દીકરી તા. 20-1-24ના શનિવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
માંગરોળ જૈન
માંગરોળ નિવાસી હાલ મુલુન્ડ માલતીબેન મહેન્દ્રકુમાર દેસાઇ (ઉં. વ. 84) રવિવાર, તા. 21-1-24ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. કમળાવંતીબેનના પુત્રવધૂ. તે સ્વ. હરકિશનદાસ મુલજી શાહના પુત્રી. તે વસુબેન, સ્વ. કિરણભાઇ તથા પ્રદીપભાઇ, વિજયભાઇ અને મહેશભાઇના બેન. તે હિતેશ અને રાગિણીના માતુશ્રી. તે આશિષકુમાર અને કેતકીના સાસુ. તે વર્ષાબેન, માયાબેન અને પ્રજ્ઞાબેનના ભાભી. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલારી વિશા ઓશવાળ જૈન
ગામ પડાણા હાલ અમદાવાદના સ્વ. રૂપાબેન નરશી પોપટ મારૂના પુત્ર ધીરજલાલના ધર્મપત્ની રૂક્ષ્મણીબેન મારુ (ઉં. વ. 86) તા. 17-1-24ને બુધવારના અવસાન પામેલ છે. તે ગામ દાતાના સ્વ. પાનીબેન કાનજી જાંખરીયાના દીકરી. તથા અમીષ-જયોતિ, સરોજ-રજનીકાન્ત તથા રમીલા-હેમંતના માતુશ્રી. તથા ભક્તિ, હર્ષના દાદી. સ્વ. પૂનમચંદ, પ્રેમચંદ તથા માણેકચંદ નરશીના ભાભી. તેમની સાદડી મંગળવાર, તા.23-1-24ના હાલારી વિશા ઓશવાળ મહાજન વાડી, દાદર મધ્યે 4થી 5-30.
વિશા શ્રીમાળી 108 ગોળનું જૈન
પાંચોટ નિવાસી હાલ કાંદિવલી અનુલતાબેન (બેબીબેન) પ્રવિણચંદ્ર અંબાલાલ શાહના દીકરા પ્રજ્ઞેશ શાહ (ઉં. વ. 42) તે અમીબેનના પતિ. દૈવિકના પિતા, પાયલબેન અલ્પેશભાઈ તથા દિપીકાબેન પિયુષકુમારના ભાઈ. હેમંતભાઈ બાલચંદભાઈ પાટણવાળાના જમાઈ 21/1/24 ના અરિહંત શરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થા. જૈન
ધુંનડા, મોરબી નિવાસી હાલ ગોરેગામ સ્વ. રવિચંદભાઈ અમરભાઈ મહેતાના સુપુત્ર જગદશીભાઈ (ઉં. વ. 76) તે મંજુલાબેનના પતિ. અપૂર્વ અને મયુરના પિતા. રેખાબેન અને જયશ્રીબેનના સસરા. તે રેવાશંકર પાનાચંદ મહેતાના જમાઈ. તે સ્વ. કિશોરભાઈ, નવનીતભાઈ, કુસુમબેન, સાધનાબેનના ભાઈ રવિવાર, તા. 21.01.24 ના અરિહંતશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ગુરૂવાર, તા. 25.01.24. સરદાર વલ્લભભાઈ પટેલ હૉલ (જવાહર નગર હૉલ) એસ.વી.રોડ, ગોરેગામ (વે).
કચ્છી વિશા ઓશવાળ જૈન
મેરાઉના અ.સૌ. કાંતા (દમયંતી) લક્ષ્મીચંદ દેઢીયા (ઉં. વ. 67) તા. 20-1-24ના અવસાન પામેલ છે. માતુશ્રી મણીબેન ટોકરશી વેલજીના પુત્રવધૂ. લક્ષ્મીચંદના પત્ની. જયેશ, સચીનના માતુશ્રી. તલવાણા માતુશ્રી મેઘબાઇ મેઘજીના પુત્રી. ઉત્તમ, જયંતી, કાંતી, તારાચંદ, જવેરના બેન. પ્રાર્થના : શ્રી વ.સ્થા.જૈન શ્રા. સં.સં. કરસન લધુ નિસર હોલ, દાદર (વે.) 4 થી 5.30.
કોટડી (મહા) ના જયાબેન ગાલા (ઉં. વ. 75) 20-1ના અવસાન પામેલ છે. તેજસીના પત્ની. વેજબાઇ જીવરાજ વસાઇયાના પુત્રવધૂ. પુષ્પા, જ્યોતિ, રંજન, પંકજ, દિનેશના માતુશ્રી. મુલબાઇ નાગજી વીરજી, કોટડી રતનબેન શામજી ચનાની સુપુત્રી. દામજી, દેવચંદ, તલકશી હીરાલાલ, લક્ષ્મીચંદ, ભાઇલાલ, કેશવજી, રાજેશ, મનોજ, વિઢ હીરાવંતી વશનજી, ભુજપુર વિજયા મેઘજી, રાયધણજર શકુંતલા જયંતીલાલ, કલ્પના વસંત, ગોધરા કુસુમ જયંતના બેન. પ્રા. શ્રી વ.સ્થા. જૈન સંઘ સં. શ્રી કરસન લધુભાઇ નિસર હોલ, દાદર (વે.) ટા. 2 થી 3.30. નિ. દિનેશ, 104, ઓમ સિધ્ધી, ડોંબીવલી (ઇ.)
દેવપુરના મીઠીબાઈ ડો. હરશી ઉમરશી હરીઆના પૌત્રીવર. મીના (મણિ) સતિશ હરિઆના જમાઈ. ગામ બાંડીયાના વિશાલ હરિશ લોડાયા (ઉં. વ. 39) તા. 19-1-24 ના દેહ પરિવર્તન કરેલ છે. નમ્રતાના પતિ. માલાબેન હરીશભાઈ લોડાયાના પુત્ર. પ્રાર્થના રાખેલ નથી. નિ. હરીશ લોડાયા, એ-802, બ્લુ બેલ અપા., બી.પી.એસ. પ્લાઝા, દેવી દયાલ રોડ, મુલુન્ડ (વે), મું-80.
નવીનારના માતુશ્રી દમયંતીબેન વાલજી વોરા (ઉં. વ. 75) તા. 19-1-24ના અરિહંત શરણ પામ્યા છે. મેઘબાઈ ટોકરશી મોણશીના પુત્રવધૂ. વાલજી ટોકરશીના ધર્મપત્ની. ડો. પંકજ, પ્રકાશના માતુશ્રી. દેશલપુરના મણીબેન પાસુ રામજી સાવલાના સુપુત્રી. જેઠાલાલના બેન. પ્રા. યોગી સભાગૃહ (ગ્રા. ફ્લોર), દાદર-ઈ. ટા. 1.30 થી 3.
નાની તુંબડીના સંજય રામજી સાવલા (ઉં. વ. 48) 20-01-2024ના અવસાન પામેલ છે. માતૃશ્રી સ્વ. મણીબેન રામજી નથુ ખેરાજ સાવલાના પુત્ર. અસ્મિતાના પતિ. ચૈત્યના પિતાશ્રી. ભારતી, જીતેન્દ્રના ભાઇ. (ઉમરગામ) દેહરી ગામના જયશ્રીબેન રામદાસ બાઉજી સુરતીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. સંજય રામજી સાવલા, ચોક્સી એપાર્ટમેન્ટ, 702, શિવાજી નગર, વાકોલા, શાંતાક્રુઝ (ઇસ્ટ), મું. 55.
કાંડાગરાના ડો. શ્રી નેમજી કરમશી ગંગર (ઉં. વ. 79) તા.19-1-24 ના દેહ પરિવર્તન કરેલ છે. માંકબાઈ, પાનબાઈ પુનશી વિજપારના પૌત્ર. પાંચીબેન કરમશીના પુત્ર. કેસરબેનના જીવનસાથી. પિયુષ, પલ્લવીના પિતા. માવજી, રસીકલાલ, રતીલાલ, હંસા, વિમળા, નિર્મળા, ભાગ્યવંતીના ભાઈ. મઠાંબાઈ ખીમજી વોરાના જમાઈ. પ્રા.યોગી સભાગૃહ, દાદર (સે.રે.), ટા.3 થી 4.30.
હાલાપુર/(ખાર) હાલે મિરારોડના માતુશ્રી મુલબાઈ તલકશી છેડા (ઉં. વ. 83) તા. 21-1-24 ના અવસાન પામ્યા છે. માતુશ્રી રાણબાઈ હંસરાજ મુરજીના પુત્રવધૂ. તલકશીના ધર્મપત્ની. શાંતિલાલ, ભાઈલાલના માતુશ્રી. સાભરાઈના હાંસબાઈ દામજી તેજશી નાગડાના સુપુત્રી. લક્ષ્મી અરવિંદ, માપરના બાંયાબાઈ વિશનજી, મોથારાના રાણબાઈ રતનશી, રાયધણજરના જવેરબેન મગનલાલ, ભોજાયના તારા કલ્યાણજી, દેઢીઆના શાંતા લક્ષ્મીચંદના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. ભાઈલાલ છેડા : બી/10, ફ્લેટ નં. 104, સેક્ટર-2, શાંતિનગર, મિરારોડ (ઈસ્ટ).

સંબંધિત લેખો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker