આપણું ગુજરાત

અમદાવાદ બન્યું અયોધ્યાનગરી: ઠેર ઠેર શોભાયાત્રાઓ નીકળી

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: અયોધ્યામાં રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા વિધિ શરૂ થતા અમદાવાદ, સુરત, વડોદરા સહિતના શહેરોમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શહેરભરમાં વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી. અમદાવાદ શહેરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શહેરના વસ્ત્રાલમાં આવેલા રામજી મંદિર ખાતે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યુ હતું. અમદાવાદ અયોધ્યાનગરી બન્યું છે. જેમાં ઠેર ઠેર શોભાયાત્રાઓ નીકળી રહી છે. તેમાં મોટી સંખ્યામાં રામ ભક્તો શોભાયાત્રામાં જોડાયા છે. જયશ્રી રામના નારા સાથે ઉત્સાહ, ઉમંગનો માહોલ છવાયો હતો.
પ્રાણપ્રતિષ્ઠા વિધિ શરૂ થતાની સાથે જ વસ્ત્રાલ વિસ્તારમાં મહાદેવ નગર પાસે આવેલા રાજ્યના સૌથી મોટા રામજી મંદિરમાં સવારથી ભક્તિમય માહોલ સર્જાયો હતો. વસ્ત્રાલ રામજી મંદિરમાં ભગવાનને ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે. અન્નકૂટમાં ફળફળાદી, ચોકલેટ, મીઠાઈ સહિતની ચીજવસ્તુઓ ભગવાનને ધરાવવામાં આવી છે. શહેરના રબારી કોલોની ચાર રસ્તા પાસે આવેલી અમી ટેનામેન્ટ સહિતની સોસાયટીઓમાં ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે જ ઉસ્માનપુરા, આશ્રમરોડ અને અલગ અલગ વિસ્તારમાં શહેરીજનોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. અમદાવાદના ગુલબાઇ ટેકરા, યુનિવર્સિટી, સુભાષબ્રિજ સહિતના અલગ અલગ વિસ્તારમાં બજરંગદળ દ્વારા રેલી કાઢવામાં આવી હતી. જેમાં કાર્યકરોએ રામાયણના પાત્રોના વેશ ધારણ કર્યા હતા. તો તલવારબાજીના કરતબ પણ દર્શાવ્યા હતા. એસ.જી.હાઇવે પર આવેલા સોલા ભાગવત વિદ્યાપીઠમાં સાપ્તાહિક અનુષ્ઠાન યોજવામાં આવ્યું છે.
શહેરના શ્રી નગરદેવી ભદ્રકાળી માતાજીના ચોકમાં સવારે 9 વાગ્યાથી સુંદરકાંડનો પાઠ શરૂ થયો હતો. આ પાઠ પૂર્ણ થયા બાદ માતાજીની ધજા અને ભગવાન રામના ફોટો સાથે શોભાયાત્રા નીકળી હતી. અહીં જાહેર જનતા માટે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ.
અત્રે ઉલ્લેખનીય છે કે,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રામાયણ ગ્રંથના આધારે વિવિધ પ્રોજેક્ટના નામકરણનું આયોજન કર્યું છે. શહેરના પૂર્વ વિસ્તારના ઓઢવ અને વિરાટનગર વોર્ડમાં આવેલા વિવિધ પ્રોજેક્ટનું નામકરણ કરવાનું આયોજન રામાયણ ગ્રંથના આધારે કરવાનું નક્કી કરાયું છે. ઉ

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત