અયોધ્યામાં રામ લલ્લા બિરાજમાન થઈ ગયા છે. ભગવાન રામના બાળસ્વરૂપની આ પ્રતિમા ખરેખર મનમોહક છે. વિરોધ પક્ષ પર હંમેશા આક્રમક પ્રહાર કરવા માટે જાણીતા ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન આદિત્યનાથ યોગી પણ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે પહોંચ્યા હતા. જોકે, આજે તેમનું એક અલગ જ ક્યારેય ના જોવા મળેલું રૂપ લોકોને જોવા મળ્યું હતું અને તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ પણ થઈ રહ્યો છે.
પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ પૂરો થયા બાદ સીએમ યોગી એક નાનકડા બાળકને તેડીને તેની સાથે રમતાં જોવા મળ્યા હતા. એટલું જ નહીં યોગી આદિત્યનાથ બાળક સાથે રમતા અને લાડ લડાવતા પણ જોવા મળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ આપણી સંસ્કૃતિ છે અને અહીં દરેક બાળકમાં ભગવાન રામના દર્શન થાય છે.
યોગી આદિત્યનાથનો આ વીડિયો સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધી અનેક લોકો જોઈ ચૂક્યા છે અને તેના પર લાઈક્સ અને કમેન્ટને વરસાદ કરી રહ્યા છે.
સીએમ યોગી આદિત્યનાથે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ભગવાન રામ લલ્લાના ભવ્ય, દિવ્ય અને નવ્ય ધામમાં બિરાજમાન થવા પર તમને બધાને શુભેચ્છા. આજે આ ઐતિહાસિક ક્ષણે ભારતનું દરેક નગર, ગામ અયોધ્યા બની ગયું છે અને હર મનમાં રામ નામ છે. દરેક મોઢા પર રામ નામના જ જાપ થઈ રહ્યો છે. એવું લાગી રહ્યું છે કે આપણે ત્રેતા યુગમાં આવી ગયા છે.
વધુમાં તેમણે એવું પણ જણાવ્યું છે કે આપણી આવનારી પેઢી ખૂબ જ ભાગ્યશાળી છે કે જેઓ આ ઐતિહાસિક ક્ષણની સાક્ષી બની રહી છે અને એનાથી પણ ભાગ્યવાન તો એ લોકો છે કે જેમણે પોતાનું સર્વસ્વ આ રામ કાજને માટે સમર્પિત કરી દીધું છે. આજે જુઓ આખી દુનિયા અયોધ્યાનો વૈભવી ઠાઠમાઠ નિહાળી રહી છે અને એકે-એક દેશવાસી અયોધ્યા આવીને રામ લલ્લાની દર્શન કરવા માટે આતુર છે.