આમચી મુંબઈમહારાષ્ટ્ર

સહન કરવામાં આવશે નહીં: મીરા રોડમાં રામ ભક્તો પર કરવામાં આવેલા હુમલાને મુદ્દે ફડણવીસનું આક્રમક વલણ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અયોધ્યામાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની પૂર્વ સંધ્યાએ મીરા રોડના નયાનગર વિસ્તારમાં રામભક્તો પર સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવેલા હુમલા અંગે આક્રમક વલણ અપનાવતા રાજ્યના ગૃહ પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે કહ્યું હતું કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગાડવાની પ્રવૃત્તિઓ રાજ્યમાં સહન કરવામાં આવશે નહીં.
તેમણે એમ પણ કહ્યું હતું કે હવે રામ આવી ગયા છે. તેઓ હવે ઝુંપડીમાં રહેશે નહીં, ભવ્ય મંદિરમાં નિવાસ કરશે.

અયોધ્યામાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની પૂર્વસંધ્યાએ રામભક્તો દ્વારા એક રેલી કાઢવામાં આવી હતી. કેટલાક સમાજ વિરોધી તત્વોએ આ રેલી પર હુમલો કરીને કાર અને વાહનોની તોડફોડ કરી હતી અને લોકોને જખમી કર્યા હતા.

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોશ્યલ મીડિયા પર કરેલી પોસ્ટમાં લખ્યું હતું કે પોલીસ સીસીટીવી ફૂટેજની મદદ લઈ રહી છે. મીરા રોડના નયાનગર વિસ્તારમાં રવિવારે રાતે ભનેલા બનાવની માહિતી રાતે જ લીધી હતી. સોમવારે સવારે 3.30 વાગ્યા સુધી હું પોલીસ કમિશનરના સતત સંપર્કમાં હતો. આરોપી પર કઠોર કાર્યવાહીનો નિર્દેશ પોલીસને આપવામાં આવ્યો છે, એમ ફડણવીસે કહ્યું હતું.

અત્યાર સુધીમાં 13 લોકોને તાબામાં લેવામાં આવ્યા છે. સીસીટીવી ફૂટેજ તપાસીને આરોપીને ઓળખવાની પ્રક્રિયા આદરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થા બગાડવાનો પ્રયાસ કોઈ કરતા હશે તો તે સહન કરવામાં આવશે નહીં, એવી ચેતવણી ફડણવીસે આપી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?