Bigg Boss-17માં આવેલા કોરિયન સિંગરને પણ ઘેલું લાગ્યું રામ નામનું…
અયોધ્યા: શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને દેશભરમાં દિવાળી જેવો ઉત્સવ ઉજવાઇ રહ્યો છે. ભારત સાથે દુનિયાના અનેક જગ્યાએ પણ રામ મંદિરનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે માં કે-પૉપ સિંગર ઔરા પણ રામની ભક્તિમાં મગ્ન જોવા મળ્યો હતો. ઔરાએ શ્રી રામને લઈને પોતાના અવાજમાં એક ગીત ગાયું છે અને એનો વીડિયો પણ શૅર કર્યો છે.
ભારતમાં કે-પૉપનું સંગીત ખૂબ જ પ્રખ્યાત છે. તાજેતરમાં કે-પૉપ બિગ બૉસ 17માં વાઈલ્ડ કાર્ડથી એન્ટ્રી લીધી હતી. જોકે, થોડા અઠવાડિયા પહેલા તેને બિગ બોસમાંથી એક્ઝિટ લીધી હતી. ઔરાએ પ્રભુ શ્રી રામ લલ્લા માટે ગાયેલા ગીતને લઈને દરેકનું મન મોહી લીધું છે. અયોધ્યામાં શ્રી રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પાર પડ્યું છે.
પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના અવસર પર ઉત્તર પ્રદેશ ટુરિઝમ સાથે મળીને ઔરાએ એક મ્યુઝિક વીડિયો રિલીઝ કર્યો છે. આ મ્યુઝિક વીડિયોને ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ એવું ટાઇટલ આપવામાં આવ્યું છે. મ્યુઝિક વીડિયોમાં ઔરાના પહેરવેશે રામ ભક્તોનું પણ ધ્યાન પોતાની તરફ ખેંચી લીધું છે. રિલીઝ કરવામાં આવેલા વીડિયોમાં ઔરા કપાળ પર તિલક સાથે ટ્રેડિશનલ લૂકમાં જોવા મળ્યો હતો.
અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમના દિવસે રિલીઝ કરવામાં આવેલા વીડિયોને ઔરાએ પોતાના ઇનસ્ટાગ્રામ પર શૅર કર્યો હતો તેમ જ સાઉથ કોરિયા અને અયોધ્યા વચ્ચે એક ઐતિહાસિક બૉન્ડ હોવાનું જણાવ્યું હતું. અયોધ્યામાં આજે ભક્તિમય વાતાવરણ છે, જેથી હું આ ગીત પ્રેમ અને માન સાથે યુપી ટુરિઝમને ડેડિકેટ કરું છું. ભારતીય સંસ્કૃતિએ મને ભારત સાથે કનેક્ટ કરવાની તક આપી છે, એવો ભાવ ઔરાએ સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યો હતો.
ઔરાએ કહ્યું હતું કે જ્યારે હું આ ગીત ગાવ છું ત્યારે ભગવાનમાં ખોવાઈ જાઉ છું. તમે પણ આ ગીત સાંભળીને આવો જ દિવ્ય અનુભવ થયો હશે. કે-પૉપ સિંગર ઔરાના આ ભક્તિમય અંદાજને જોઈને લોકો પણ ‘જય શ્રી રામ’ એવી કમેન્ટસ કરી તેને ગયેલા ગીતની પ્રશંસા કરી હતી.