સ્પોર્ટસ

IND vs ENG Test : ટીમ ઈન્ડિયાને ઝટકો, પહેલી બે ટેસ્ટમાં નહીં રમી શકે આ સ્ટાર ક્રિકેટર

હૈદરાબાદ: વિરાટ કોહલી રવિવારે સાથીઓ જોડે હૈદરાબાદ પહોંચી ગયો હતો અને ત્યાં ગુરુવારે ઇંગ્લૅન્ડ સામે શરૂ થનારી પ્રથમ ટેસ્ટ માટે સોમવારે સવારે પ્રૅક્ટિસ શરૂ કરવાનો હતો, પણ અચાનક તેણે નિર્ણય બદલ્યો અને કૅપ્ટન રોહિત શર્મા સાથે ચર્ચા કર્યા પછી તેમ જ સિલેક્ટરો અને ટીમ-મૅનેજમેન્ટને વાકેફ કર્યા બાદ હૈદરાબાદથી રવાના થઈ ગયો હતો. કોહલીએ અંગત કારણસર ઓચિંતી રજા લીધી છે જેને કારણે તે ઇંગ્લૅન્ડ સામેની પહેલી બે ટેસ્ટમાં નહીં રમે. ક્રિકેટ બોર્ડે કોહલીને ટાંકીને એક યાદીમાં જણાવ્યું છે કે ‘કોહલીએ હંમેશાં દેશનું પ્રતિનિધિત્વ કરવાને પ્રાધાન્ય આપ્યું છે અને તેણે અમને કહ્યું છે કે ક્યારેક અંગત બાબતોમાં તેની હાજરી જરૂરી બનતી હોવાથી તેણે રમવામાંથી ક્યારેક બ્રેક લેવો પડે.’

કોહલી સાઉથ આફ્રિકા સામે ડ્રૉ નીવડેલી ટેસ્ટ-સિરીઝમાં રમ્યો હતો અને ત્યાર બાદ અફઘાનિસ્તાન સામેની પહેલી ટી-20માં અંગત કારણસર નહોતો રમ્યો.


પત્ની અનુષ્કા શર્માની તબિયતના કારણસર કોહલીએ વારંવાર ઓચિંતો બ્રેક લેવો પડતો હોવાનું મનાય છે.
ઇંગ્લૅન્ડ સામેની આગામી ટેસ્ટ શ્રેણીની પહેલી બે ટેસ્ટમાં કોહલીના સ્થાને હમણાં તો ચાર નામ બોલાય છે. એમાં ખાસ તો ચેતેશ્ર્વર પુજારાનું નામ બોલાય છે અને રજત પાટીદાર, અભિમન્યુ ઈશ્ર્વરન અને સરફરાઝ ખાન બીજા દાવેદાર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button