અયોધ્યાઃ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકોને સંબોધિત કરી રહ્યા છે. આ સંબોધનની શરૂઆતમાં જ આ પ્રસંગને લઈને ભાવુક જણાયા હતા. અને પ્રભુ શ્રી રામ પણ તેને માફી માંગી હતી કારણ કે જે કામ સદીઓથી અધૂરું હતું તે આજે પૂર્ણ થયું છે તો તેમ કોઈ ને કોઈ ચૂક રહી ગઈ હશે. આ સાથે વડાપ્રધાન મોદીએ વિવિધ મુદ્દે લોકોને સંબોધિત કર્યા હતા.
PM મોદીએ કહ્યું હતું કે રામ આગ નહીં ઉર્જા છે, રામ વિવાદ નહીં સમાધાન છે. પીએમ મોદીએ કહ્યું કે ઘણા લોકો કહેતા હતા કે રામ મંદિર બનશે તો આગ લાગશે. રામ મંદિરનું નિર્માણ પણ પરસ્પર આદર અને સૌહાર્દનું ઉદાહરણ છે. પીએમ મોદીએ કહ્યું કે આ આપણાં માટે વિજયની સાથે વિનયની પણ ક્ષણ છે. આ વાતથી આપણે સારી રીતે વાકેફ છીએ. પીએમ મોદીએ કહ્યું કે રામ વિવાદ નથી, રામ સમાધાન છે, રામ આગ નથી, રામ ઊર્જા છે.
રામ વર્તમાન નહીં, રામ શાશ્વત છે. પીએમ મોદીએ કહ્યું કે આ માત્ર રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા જ નથી. તે ઉચ્ચ આદર્શો અને મૂલ્યોનું જીવન રક્ત પણ છે. તે રામના રૂપમાં રાષ્ટ્રીય ચેતનાનું પ્રતિક છે. રામ એ ભારતની આસ્થા છે, રામ એ ભારતનો વિચાર છે, રામ એ ભારતનો કાયદો છે, રામ એ ભારતની ચિંતા છે, રામ એ ભારતનો મહિમા છે, રામ એ પ્રભાવ છે, રામ એ હેતુ છે, રામ એ સાતત્ય પણ છે. રામ વ્યાપક છે. રામ એ જગત છે. તેથી, જ્યારે રામ પૂજનીય છે, ત્યારે તેની અસર હજારો વર્ષ સુધી રહે છે.
https://twitter.com/i/broadcasts/1eaJbgwEnaBxX