ટોપ ન્યૂઝનેશનલ

PM મોદી થયા ભાવુક, પ્રભુ રામ પાસે માંગી માફી! જાણો કારણ

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકોને સંબોધિ રહ્યા છે. અત્યંત ધીમી લયમાં શરૂ કરાયેલા તેમના ભાષણની શરૂઆત કરતાં તેને કહ્યું કે ‘હમારે રામ આ ગયે હૈ’ આ સમયે વડા પ્રધાન ભાવુક જણાયા હતા.

પોતાના ભાષણમાં તે કહે છે કે હું ભગવાન રામની પણ માફી માંગુ છું કારણ કે આપણા ત્યાગમાં કંઈક તો કમી રહી હશે જે કામ આપણે સદીઓથી કરી શક્યા ન હતા. આજે આ ઉણપ પુરી થઈ છે.

પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે હું ગર્ભગૃહમાં સાક્ષી બનીને તમારી સામે ઊભો છું. હવે આપણાં રામલલા તંબુમાં નહીં રહે. હવે રામલલા દિવ્ય મંદિરમાં રહેશે. આ ક્ષણ અલૌકિક છે. તેમણે કહ્યું કે આ ક્ષણ પવિત્ર છે. ભગવાન રામે આપણા બધાને આશીર્વાદ આપ્યા છે. 22 જાન્યુઆરી 2024 એ તારીખ નથી પરંતુ નવા સમયચક્રની શરૂઆત છે.

પીએમ મોદીએ કહ્યું કે જે રીતે ત્રેતાયુગમાં ભગવાન રામ જ્યારે અયોધ્યા આવ્યા ત્યારે સમયચક્ર બદલાઈ ગયું હતું, તેવી જ રીતે આજથી ભગવાન રામ મંદિરમાં બિરાજ્યા પછી ફરી એકવાર સમયચક્ર બદલાશે.

પીએમ મોદીએ કહ્યું કે ભગવાન રામ ભારતની આત્માના દરેક કણ સાથે જોડાયેલા છે. આજે તેમના વગર કંઈ જ નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button