ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

Shri Ayodhya Ram mandirનું ઉદ્ઘાટનની વિદેશમાં ઉજવણી, ટાઇમ્સ સ્કવેર પર પ્રભુ શ્રીરામની 3D તસ્વીર લગાવાઇ

આજે પીએમ મોદીના હસ્તે Shri Ayodhya Ram mandirનું ઉદ્ઘાટન છે ત્યારે દેશભરમાં તો આનંદ-ઉત્સાહ છવાયો જ છે, સાથે સાથે વિદેશમાં પણ તહેવાર જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ન્યુયોર્કના ટાઇમ્સ સ્કવેર પર ભગવાન શ્રીરામની થ્રીડી તસ્વીરો લગાડવામાં આવી છે, જેને જોઇને દરેક રામભક્તને ગર્વની લાગણી અનુભવાઇ રહી છે.

બ્રિટનમાં આસ્થા કળશ યાત્રા યોજવામાં આવી હતી, તેમજ અખંડ રામાયણના પાઠ કરવામાં આવ્યા હતા. તેમજ અમેરિકાના અન્ય શહેરોમાં પણ ભારતીય ડાયસ્પોરા દ્વારા અનેક કાર્યક્રમો યોજીને ઉજવણી કરવામાં આવી રહી છે. લોકો પરસ્પર મીઠાઇઓ વહેચી એકબીજાને શુભકામનાઓ પાઠવી રહ્યા છે. મોરીશિયસમાં રસ્તાને સુંદર રોશનીથી શણગારવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયામાં પણ શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે.

મોરિશિયસના વડા પ્રધાન પ્રવિંદ જગન્નાથે સોશિયલ મીડિયા સાઇટ X પર પોસ્ટ કરીને મોરિશિયસના લોકોને ઉજવણીમાં સામેલ થવાનું આહ્વાન કર્યું હતું. તો બીજી તરફ વોશિંગ્ટન, એલએ, સાન્ફ્રાન્સિસ્કો, ઇલિનોઇસ, ન્યુજર્સી જેવા મોટાભાગના અમેરિકાના રાજ્યોમાં બિલબોર્ડ્ઝ તથા મોટી ઇમારતો પર રામમંદિરની થીમ પર શણગાર કરવામાં આવ્યો છે.

તાઇવાનમાં પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ઇન્ડિયન એસોસિએશન ઓફ તાઇવાન દ્વારા એક લાઇવ સ્ટ્રીમનું આયોજન કરવામાં આવ્યું છે જેના પર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવશે. તાઇવાનના ઇસ્કોન મંદિર દ્વારા પણ કાર્યક્રમો યોજાયા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button