ધર્મતેજ

આનંદો! અવઢવમાં રહેતા નહીં, આજનું મુહૂર્ત ‘શ્રેષ્ઠ’ મુહૂર્ત છે

શુભ મુહૂર્ત -જ્યોતીષી આશિષ રાવલ

અગામી તા.૨૨ સોમવારે અયોધ્યા રામ મંદિરમાં ‘રામલલાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા’ બપોરે ૧૨.૨૦ કલાકે -અભિજીત અને વિજય
મુહૂર્ત વચ્ચે કરવામાં આવશે.
દરેક શહેરના ખૂણે-ખૂણે ઉજવણી
માટે રામધૂન, રામાયણની કથા, ડંકા
વગાડીને કરવા માટે આયોજન થઈ
ચુક્યા છે.ગામડે-ગામડે રામ નામ ધજા
પ્રતાકા લગાવામાં આવશે. જ્યોતિષ
શાસ્ત્રના નિયમ અનુસાર મુહૂર્ત વખતે
દોષ કરનારા પાંચ બાણ પણ નથી
જેમકે ‘રોગ બાણ’, ‘મૃત્યુ બાણ’, ‘રાજ બાણ’, ‘ચોર બાણ’ તથા ‘અગ્નિ બાણ’
પૈકી એક પણ બાણ નથી.
જે વધારે શુભત્વ ધરાવે.
આ મુહૂર્ત સમયની કુંડલી મુજબ
૯ માંથી છ ગ્રહ મિત્રગ્રહ તરીકે પોત-પોતાના ઘરમાં છે.લગ્નસ્થ ગુરુ તમામ દોષોનું શમન કરશે.તો મિત્રગ્રહ તરીકે બીજા ઘરમાં ઉચ્ચનો ચંદ્ર,છઠ્ઠા ઘરમાં કેતુ,નવમા ઘરમાં બુધ-શુક્ર તથા ૧૧ મા ઘરમાં શનિ છે.શાસ્ત્રો કહે છે કે, નવમા ઘરનો બુધ ૧૦૦ દોષો તથા શુક્ર ૨૦૦ દોષોનું નિવારણ કરવાની ક્ષમતા ધરાવે છે. કુલ ૧૬ કેટેગરીમાં ૧૦ સૌથી વધુ શુભ છે.આ ૧૦ શુભ કેટેગરીમાં ‘ચંદ્રહોરા’, ‘દ્રેકાણ’, ‘સપ્તમાંશ’, ‘દશમાંશ’, ‘ષોડ્યાંશ’, ‘વિર્શાંશ’, ‘ભાંશ’, ‘ત્રિંશાંશ’, ‘પંચત્ત્વારિંશાંશ’ તથા ‘ષષ્ટત્રંશ’ સામેલ છે.એક પણ બાણ ન હોવાથી આ ૧૦ કેટેગરીની સ્થિતિ વધુ શુભ સાબિત થશે માટે અગામી સમય
ગ્રહ ગોચર અનુસાર દેશમાં
સામાજિક, રાજકીય તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આમૂલ પરિવર્તનો
કુદરતી-અકુદરતી પરિસ્થિતિનું નિર્માણ બને.ભારત દેશ વિશ્ર્વ ગુરુ થવા માટે ડગ મંડાઈ ચુક્યા છે જે નજીકનાં વર્ષોમાં બની રહેશે.
ભગવાન રામ (છઅખ) નો અંકશાસ્ત્ર પ્રમાણે શું અંક ગ્રહોનો સંકેત બતાવે છે.
R A M
૨ ૧ ૪ =૭
ચંદ્ર સૂર્ય રાહુ = નેપ્ચૂન, કેતુ, નેગેટિવ ચંદ્ર તરીકે ગણના થાય છે.રામનો સ્પેલિંગ ફક્ત ત્રણ આલ્ફા માં થાય છે,માટે આ નામ અન્ય નામ કરતાં વધુ યાદગાર અને જીભે ચડી રહે કારણ કે
૨ અંક –ચંદ્ર ગ્રહનું પ્રભુત્વ શાંત, શીતળતા, લાગણીશીલ, પ્રેમળતા સહૃદય, દયા, ક્ષમા, વાત્સલ્ય વિગેરે માટે ગણાય.

૧ અંક –સૂર્ય ગ્રહ માટે સત્તા, રાજા, સરકાર, વિરતા, ધીરતા, સત્ય વચન, રક્ષક, રાજનીતિજ્ઞ,
૪ અંક–હર્ષલ રાહુ માટે ગણાય જેનું મૂળભૂત કારણ તત્ત્વ મૂંઝવણ, આંટીઘૂંટી, બંધન, નામોશી માટે ગણાય.

જ્યારે કુલ સરવાળો સાત થવાથી તે નેપ્ચૂન, કેતુ, નેગેટિવ ચંદ્ર માટે મૂળભૂતનું કારણતત્ત્વ અંતરમન, મોંહ-માયાનો ત્યાગ, લોકસેવા, જનસંપર્ક, સોહાર્દ, દયા, ક્ષમા, મૃદુતા, સંયમ, કરકસર, નિસ્પૃહતા વિગેરે માટે ગણાય છે. માટે ભગવાન રામ અન્ય રાજા કરતાં વધારે લોકપ્રિય, લોક ચાહના અને રામરાજ્યની ગણના સાથે બનેલ.આજે ખાસ્સા દાયકા પછી લોકો ભગવાન રામને યાદ કરે છે. લોકો વાતવાતમાં રામ-રામ કરે છે. નૂતન વર્ષે સ્નેહી સગા-સંબંધી, શુભેચ્છક ને રામ રામ કહેવામાં આવે છે. જ્યારે મરણ વખતે”રામ બોલો ભાઈ રામ જેવા શબ્દોથી નવાજવામાં આવે છે. મોટી રકમનું દાન આપનાર દાતા પોતાનું નામ લખાવતા નથી પરંતુ ‘રામ ભરોસે’ લખાવે છે. એકબીજા સ્નેહી સંબંધીને પત્ર વ્યવહારમાં રામ રામ લખીને યાદગીરી વ્યક્ત કરે છે. જ્યારે ભગવાન રામ સત્યનું પ્રતીક ગણાય છે.

માટે રામ રાખે તેમ રહીએ.રામ રાખે તેને કોણ ચાખે.

શ્રી રામ શ્રી રામ જય જય રામ જય જય રામ જય જય રામ માટે ભગવાન રામને મર્યાદા પુરુષોત્તમ રામ તરીકે ઓળખાવેલ છે. કારણકે અંકશાસ્ત્રમાં બધા જ અંકો અલગ-અલગ આવે છે અને મૂળભૂત ગ્રહોનો સંબંધ પ્રત્યક્ષ જોવા મળે છે.માટે અન્ય નામ રાજા કરતાં વધારે યાદગાર અને લોકચાહનાવાળું નામ બનેલ છે. સત્યને પુરાવા રાખવાની જરૂર નથી. સત્ય એ સત્ય છે માટે રામરાજ્યમાં બધાને ન્યાય મળતો હતો અને ભગવાન રામ પોતે વનવાસમાં જઈ લોકોને બોધ આપેલ છે સંસાર-અસાર છે. સમય જ વ્યક્તિનો બળવાન બનાવે છે. સમયની સરવાણી સાથે શુભ-અશુભ ઘટના બનતી હોય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button