ધર્મતેજ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
દૈવી સ્વરૂપ અને આયુધની જોડી જમાવો
A B
રામ રેણુકાના પુત્ર
બલરામ માંડવીના પતિ
પરશુરામ કૌશલ્યાના પુત્ર
ભરત કમળ જેવી આંખવાળા

રાજીવ લોચન રોહિણીનો પુત્ર

ઓળખાણ પડી?
વનવાસ પર નીકળેલા ભગવાન શ્રી રામ, સીતા મૈયા અને લક્ષ્મણને હોડકામાં બેસાડી સરયૂ નદી પાર કરાવનારા અને રામના ચરણ ધોવાનો આગ્રહ રાખનારની ઓળખાણ પડી?

અ) અંગદ બ) ભારદ્વાજ ક) કબંધ ડ) કેવટ

ગુજરાત મોરી મોરી રે
રામચરિત માનસમાં કુલ સાત કાંડ (પ્રકરણ) છે જેમાંથી સુંદરકાંડમાં કોનાં કાર્યોનું વિશેષ નિરૂપણ છે એ જણાવો. એમાં ૫૨૬ ચોપાઈ છે.

અ) જાનકી બ) અત્રિ ક) વિભીષણ ડ) હનુમાન

માતૃભાષાની મહેક

વનવાસ પછી શ્રી રામ, સીતામૈયા અને લક્ષ્મણ ચિત્રકૂટ પર્વત ઉપર આવી પર્ણકુટિ બનાવી તેમાં રહેવા લાગ્યાં. ત્યાં રામે ઘણા રાક્ષસોનો નાશ કર્યો. શૂર્પણખાનાં કાન અને નાક કાપ્યા. ખર નામના રાક્ષસને પણ સૈન્ય સહિત માર્યો. આથી રાવણે મારીચ પાસે મૃગ રૂપ ધારણ કરાવી, પોતે સંન્યાસીનો વેષ ધારણ કરી, રામ અને લક્ષ્મણને અરણ્યમાં લલચાવી સીતાનું હરણ કર્યું.

ઈર્શાદ
મુશ્કેલીમાં જ મિત્રની ખરી કસોટી થાય,
હીરો સંઘાડે ચડે ત્યારે જ ચમક પરખાય.

—- લોક રચના

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
બહુ જ જાણીતા ભજન ‘મેરી જીવન નૈયા હો, પ્રભુ રામ ખેવૈયા હો’માં ખેવૈયાનો અર્થ જણાવો.

અ) ખમૈયા બ) આશીર્વાદ ક) નાવિક ડ) તારણહાર

માઈન્ડ ગેમ
ખૂબ જ જાણીતા શ્રી રામના ભજનની પંક્તિમાં ખૂટતો શબ્દ ઉમેરો:
દયાના સાગર થઈને, કૃપા રે નિધાન થઈને, છો ભગવાન કેવરાવો, પણ રામ તમે સીતાજીની ——– ન આવો.

અ) સંભાળ રાખવા બ) મળવા ક) તોલે ડ) સરખામણીએ

ગયા સોમવારના જવાબ
ભાષા વૈભવ
આડતિયો દલાલ
કલાલ દારૂ ગાળી વેચનાર
કસોટિયા સોના રૂપાની પરીક્ષા
કાછિયા શાકભાજી વેચનાર

કંસારા વાસણ ઘડનાર

ગુજરાત મોરી મોરી રે

ગીતા જયંતી

ઓળખાણ પડી?

ઉજજૈન

માઈન્ડ ગેમ

સંકટને

ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો

મોતી

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મુલરાજ કપૂર (૩) સુભાષ મોમાયા (૪) નીતા દેસાઈ (૫) તાહેર ઔરંગાબાદ (૬) શીરીન ઔરંગાબાદ (૭) શ્રદ્ધા આશર (૮) ભારતી બુચ (૯) ડો. પ્રકાશ કટકિયા (૧૦) ભારતી પ્રકાશ કટકિયા (૧૧) વિભા મહેશ્ર્વરી (૧૨) પુષ્પા પટેલ (૧૩) જયોતિ ખાંડવાળા (૧૪) ખુશરૂ કાપડિયા (૧૫) નિખીલ બંગાળી (૧૬) અમીષી બંગાળી (૧૭) લજીતા ખોના (૧૮) મીનળ કાપડીયા (૧૯) મહેન્દ્ર લોઢાવીયા (૨૦)ભાવના કર્વે (૨૧) મનીષા શેઠ (૨૨) ફાલ્ગુની શેઠ (૨૩) સુનીતા પટવા (૨૪) રજનીકાંત પટવા (૨૫) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૬) અંજુ ટોલીયા (૨૭) મહેશ દોશી (૨૮) દિલીપ પરીખ (૨૯) જગદીશ ઠક્કર (૩૦) દેવેન્દ્ર સંપટ (૩૧) જયવંત પદમશી ચિખલ (૩૨) ધીરેન્દ્ર ઉદ્દેશી (૩૩) વિજય આશર (૩૪) નિતીન જે. બજરીયા (૩૫) રશીક જુઠાણી ટોરન્ટો કેનેડા (૩૬) મહેશ સંઘવી (૩૭) પુષ્પા ખોના (૩૮) હર્ષા મહેતા (૩૯) જ્યોત્સના ગાંધી (૪૦) ઈનાક્ષી દલાલ (૪૧) રમેશ દલાલ (૪૨) હીના દલલા (૪૩) અરવિંદ કામદાર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button