ફાઇલ શેરિંગ માટે WhatsAppનું નવું ફીચર, બ્લ્યુટૂથની જેમ કરશે કામ
WhatsApp File Sharing Feature: ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp હવે ફાઇલ શેરિંગ માટે એક નવું ફીચર લાવશે જે બ્લ્યુટૂથની ટેકનોલોજી જેવું હશે, હાલમાં પણ ફાઇલ્સ મોકલી જ શકાય છે પરંતુ તેમાં યુઝર્સનો ડેટા વપરાય છે. આ ફીચર હજુ ટેસ્ટિંગ સ્ટેજમાં છે.
આ ફીચરને કારણે યુઝર્સ સરળતાથી હેવી ફાઇલ્સને ટ્રાન્સફર કરી શકશે. આ ફીચરનું નામ છે ‘Sharing Feature With People Nearby’. આ અપકમિંગ ફીચર રોલ આઉટ થયા બાદ WhatsAppના settings ની અંદર જ યુઝર્સને આ સુવિધા મળી જશે, જો કે ફાઇલ મોકલનાર અને ફાઇલ રિસીવ કરનાર બંનેના સ્માર્ટફોનની અંદર જે WhatsAppનું વર્ઝન હોય તેમાં આ ફીચર એક્ટિવેટ થયેલું હોવું જરૂરી છે. સ્માર્ટફોનને શેક કરવાથી પણ આ ફીચર એક્ટિવ થઇ જશે.
આ ફીચર એકવાર enable થઇ જાય એ પછી 2GB સુધીની ફાઇલ્સ તેમાં મોકલી શકાશે. પહેલા જેમ ચેટ સ્વરૂપે ફાઇલ્સ શેર થતી હતી, તેના બદલે આ ફીચર દ્વારા જ ફાઇલ્સ શેર કરી શકાશે. પ્લેસ્ટોર પર એન્ડ્રોઇડના 2.24.2.20 બિટા વર્ઝન પર લગભગ તે કાર્યરત થઇ ગયું છે. આ સુવિધા ફક્ત એન્ડ્રોઇડના યુઝર્સ માટે જ અવેલેબલ થઇ શકશે. આ ફીચર પણ મેસેજના લખાણની જેમ ‘End to end encypted’ હશે.