નેશનલ

સીએમ પદથી વંચિત શિવરાજ સિંહ ચૌહાણને કોર્ટનો આંચકો, આ મામલે કેસ નોંધાશે

જબલપુરઃ શહેરની એક વિશેષ અદાલતે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ સહિત ભાજપના અનેક નેતાઓ સામે માનહાનિનો કેસ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. કૉંગ્રેસના રાજ્યસભા સાંસદ વિવેક તંખાની અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે શનિવારે આ આદેશ આપ્યો છે.

પૂર્વ સીએમ શિવરાજ સિંહ ઉપરાંત પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર સિંહ, મધ્યપ્રદેશ બીજેપી અધ્યક્ષ વી.ડી. શર્માનું નામ પણ સામેલ હોવાનું એક અહેવાલ દ્વાાર જાણવા મળ્યું છે. થોડા મહિનાઓ પહેલા મધ્ય પ્રદેશની ચૂંટણીમાં ભાજપે જ્વલંત વિજય હાંસલ કર્યો હોવા છતાં શિવરાજના માથેથી તાજ ઉતરી ગયો છે. ત્યારે હવે કોર્ટે પણ આંચકો આપ્યો છે.

વિવેક તંખાએ ગયા વર્ષે 29 એપ્રિલે આ નેતાઓ પર ખોટા નિવેદનો આપવાનો આરોપ લગાવ્યો હતો. આ સમગ્ર મામલે વિવેકના વકીલ એચ.એસ. છાબરાએ મીડિયાને જણાવ્યું હતું કે એમપી-ધારાસભ્ય કેસો સંબંધિત ન્યાયિક મેજિસ્ટ્રેટ વિશ્વેશ્વરી મિશ્રા (પ્રથમ વર્ગ) ની વિશેષ અદાલતે તેના આદેશમાં, પ્રથમ દૃષ્ટિએ કેસ માટે પૂરતા પુરાવા મળ્યા પછી માનહાનિનો કેસ નોંધવાનો નિર્દેશ આપ્યો હતો. ગયા વર્ષે 29 એપ્રિલના રોજ, વિવેકે માનહાનિના કેસમાં કોર્ટમાં પોતાનું પ્રારંભિક નિવેદન નોંધ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે વિવેક તંખા સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પણ છે. તેમણે ભાજપના નેતાઓ પર તેમની છબી ખરાબ કરવાનો આરોપ લગાવ્યો હતો. વિવેક તંખાએ ફરિયાદ કરી હતી કે ભાજપના નેતાઓ 2021ની પંચાયત ચૂંટણીમાં અન્ય પછાત વર્ગ (ઓબીસી) આરક્ષણ સંબંધિત સર્વોચ્ચ અદાલતના કેસમાં સંડોવાયેલા હોવાનો ખોટો દાવો કરીને તેમની છબી ખરાબ કરી રહ્યા છે.

તંખાએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે તેમણે ન તો ઓબીસી આરક્ષણ સંબંધિત કોઈપણ અદાલતી કાર્યવાહીમાં ભાગ લીધો છે અને ન તો આ મુદ્દે કોઈ અરજી દાખલ કરી છે. તંખાએ શર્મા, ચૌહાણ અને સિંહ વિરુદ્ધ 10 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બુક પરથી બનાવવામાં આવેલી 9 Superhit Filmમાંથી તમે કેટલી જોઈ છે? આ અભિનેત્રીઓએ પણ લગ્ન માટે સ્વીકાર્યો છે મુસ્લિમ ધર્મ શું આ ડ્રાયફ્રૂટ ખાવાથી વધે છે કોલેસ્ટ્રોલ? ચાલો જાણીએ હકીકત… દહીં સાથે ક્યારેય નહી ખાવી જોઇએ આ ચીજ, સ્વાસ્થ્યને થાય છે નુક્સાન