અમેરિકાના મંદિરોમાં રામ- મંદિર ઉત્સવની તૈયારી શરૂ
વોશિંગ્ટન: અમેરિકામાં પથરાયેલા સેંકડો મંદિરો આવતા અઠવાડિયે અયોધ્યામાં રામ મંદિરના અભિષેકની ઉજવણી કરવા માટે તૈયારી કરી રહ્યા છે, જેમાં હજારો ભારતીય અમેરિકનો આ અઠવાડિયે શરૂ થનારા શ્રેણીબદ્ધ કાર્યક્રમોમાં હાજરી આપે તેવી શક્યતા છે. આ પ્રસંગની યાદમાં, ૨૧ જાન્યુઆરીએ ટાઇમ્સ સ્ક્વેરમાં શ્રીમદ્ રામાયણનું પ્રદર્શન કરાશે.
અમેરિકાની હિંદુ યુનિવર્સિટીના પ્રમુખ કલ્યાણ વિશ્ર્વનાથનને ઊજવણી વિશે લોકોમાં વ્યાપ્ત આંનંદની અનુભૂતિ અને વિવિઘ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. ટેક્સાસમાં શ્રી સીતા રામ ફાઉન્ડેશનના કપિલ શર્માએ જણાવ્યું
હતું કે, જેણે અહીં શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા ઉજવણીનું આયોજન કર્યું છે. હ્યુસ્ટનમાં તેમનું મંદિર છે. ઉજવણીની શરૂઆત સુંદરકાંડથી થશે, ત્યારબાદ નૃત્ય, ગાયન અને સંગીતના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ પછી હવન અને ભગવાન રામનો પટ્ટાભિષેક થશે, જે ભગવાન રામની શોભાયાત્રા અને પ્રસાદ (ભોજન) વિતરણમાં સમાપ્ત થશે.
મેરીલેન્ડના ગવર્નર વેસ મૂરે શનિવારે વોશિંગ્ટન ડીસીના ઉપનગરમાં રામ મંદિરની ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપી હતી. કેટલાક પાકિસ્તાની અમેરિકનો પણ ગ્રેટર વોશિંગ્ટન ડીસી વિસ્તારમાં ઉત્સવોમાં જોડાઈ રહ્યા છે.
વિશ્ર્વ હિન્દુ પરિષદ ઓફ અમેરિકાના અમિતાભ મિત્તલે જણાવ્યું હતું કે ભગવાન શ્રી રામના લાખો અનુયાયીઓનું લાંબા સમયથી રાહ જોવાતું સ્વપ્ન સાકાર થવાનું છે. એમનું સંગઠન યુનાઇટેડ સ્ટેટ્સમાં રાષ્ટ્રવ્યાપી ઉત્સવોનું નેતૃત્વ કરી રહ્યું છે. યુ.એસ.માં લગભગ ૧૦૦૦ મંદિરો છે, અને તેમાંથી લગભગ બધા જ ઐતિહાસિક પ્રસંગની યાદમાં, આ સપ્તાહના પ્રારંભથી ઉજવણી કરી રહ્યા છે. રાષ્ટ્રીય રાજધાનીના મેરીલેન્ડ ઉપનગરમાં એક હાઈસ્કૂલમાં આકર્ષક સાંસ્કૃતિક પ્રદર્શન સાથે કાર રેલી, ઢોલનગારા સાથે શ્રી રામ પૂજાનું આયોજન કર્યું છે.
વીસથી વધુ શહેરોમાં કાર રેલીઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં સૌથી મોટી રેલી બે એરિયા, કેલિફોર્નિયામાં છે, જ્યાં ૬૦૦થી વધુ કાર ભાગ લેવાની અપેક્ષા છે.
ભગવાન રામના ભક્તો સાન ફ્રાન્સિસ્કો વિસ્તારમાં એક કાર રેલી યોજશે, રેલીમાં ડિજિટલ મોબાઇલ ટ્રક પર ભગવાન રામની છબીઓ અને તેમના વિશેના મધુર ભજનો સાથે હશે.
વીએચપી-અમેરિકાએ શિકાગો, હ્યુસ્ટન અને લોસ એન્જલસ જેવા શહેરોમાં મોટા બિલબોર્ડ પર રામ મંદિર અભિષેક સમારોહ દર્શાવવા માટે દેશના વિવિધ ભાગોમાં આઉટડોર જગ્યાઓ પણ ભાડે લીધી છે.