ટોપ ન્યૂઝનેશનલ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો એ ફોટો ઐતિહાસિક, સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે વાઈરલ…

વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલાં સતત દક્ષિણ ભારતના અનેક મહત્ત્વના મંદિરોની મુલાકાત લઈ રહ્યા છે. આ જ અનુસંધાનમાં પીએમ મોદીજી આજે તમિલનાડુના શ્રીરંગમમાં રામાયણ સાથે સંકળાયેલા શ્રીરંગમમાં રામાયણ સાથે સંકળાયેલા શ્રીરંગનાથસ્વામી મંદિરમાં પૂજા અર્ચના કરી અને વિદ્વાનોના મુખે કંબ રામાયણનો પાઠ સાંભળ્યો હતો. આ બધા વચ્ચે પીએમ મોદીનો એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે અને આ ફોટોની ચર્ચા પણ થઈ રહી છે. આવો તમને દેખાડીએ શું ખાસ છે આ ફોટોમાં…

વાત જાણે એમ છે કે આ ફોટો એ સમયનો છે જ્યારે ગઈકાલે એટલે કે શુક્રવારે પીએમ મોદી તમિલનાડુના ચેન્નઈમાં રોડ શો કરી રહ્યા હતા. આ રોડ શોમાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પીએમ મોદીનું અભિવાદન કરી રહ્યા હતા. બરાબર એ જ સમયે એક વૃદ્ધા પોતાના ઘરમાંથી પીએમ મોદીને જોવા માટે આવે છે.

જેવું વૃદ્ધા દરવાજો ખોલીને બહાર આવે છે એ જ સમયે પીએમ મોદીનો કાફલો ત્યાંથી પસાર થાય છે. પીએમ મોદીએ વૃદ્ધાનું અભિવાદન કર્યું તો જવાબમાં વૃદ્ધાએ પણ હાથ ઉંચો કરીને આશીર્વાદ આપી રહી છે. આ શાનદાર ક્ષણ કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થવા લાગ્યો આ ફોટો.

આ ફોટોને સ્પેશિયલ બનાવે છે વૃદ્ધાનું ગેસ્ચર… મહિલાના ઘરના દરવાજાનો ફોટો પણ ખૂબ જ સુંદર લાગી રહ્યો છ. વૃદ્ધા સીધું પીએમની તરફ જોઈ રહી છે તો પીએમ મોદી પણ પોતાની કારના દરવાજા પર ઊભા રહીને લોકોને એકદમ ચિરપરિચિત અંદાજમાં અભિવાદન કરી રહ્યા છે. આ ફોટો સોશિયલ મીડિયા ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે અને લોકોએ તો પીએમ મોદીની તેમના આ ગેસ્ચર માટે પીપલ્સ પીએમ કહીને સંબોધી દીધા હતા.

આ ફોટો સોશિયલ મીડિયા પર જ નબહીં બીજી જગ્યાએ પણ આગની જેમ વાઈરલ થઈ રહી છે અને લોકો તો એવો દાવો પણ કરી રહ્યા છે કે આ ફોટો એકદમ ઐતિહાસિક છે અને તેની નોંધ ઈતિહાસમાં લેવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button