આમચી મુંબઈમહારાષ્ટ્ર

મનોજ જરાંગેના આંદોલનમાં સહભાગી થશે બચ્ચુ કડુ

સરકાર તરીકે મારી ભૂમિકા પૂરી થઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
પ્રહાર સંગઠનના વિધાનસભ્ય બચ્ચુ કડુ મનોજ જરાંગે-પાટીલના આંદોલનમાં સહભાગી થવાના છે. સત્તાધારી મહાયુતિના એક વિધાનસભ્ય દ્વારા અપનાવવામાં આવેલું આ વલણ ચોંકાવનારું છે. શનિવારે બચ્ચુ કડુએ અંતરવાલી સરાટીથી મુંબઈના દિશામાં કૂચ કરી હતી અને કહ્યું હતું કે મુંબઈમાં થનારી મરાઠા સમાજની રેલીમાં તેઓ સહભાગી થશે.

સરકાર તરીકેની ભૂમિકા પૂરી થઈ ગઈ છે અને હવે તેઓ સમાજ તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે. તેમણે એવો દાવો કર્યો હતો કે રાજ્ય સરકાર દ્વારા ‘સગાં-સંબંધી’ અંગેની જે વ્યાખ્યા કરી છે તેનો જરાંગે-પાટીલે સ્વીકાર કર્યો છે.

26 જાન્યુઆરીએ મુંબઈ પહોંચવા માટે 20 તારીખે જાલનાના અંતરવાલી સરાટીથી મનોજ જરાંગે-પાટીલની પદયાત્રા ચાલુ થઈ છે. આંદોલન શરૂ કરવા પહેલાં બચ્ચુ કડુ સમજૂતી કરવા માટે સરકાર વતી પ્રતિનિધિમંડળ લઈને ગયા હતા. ચર્ચા થઈ હતી, પરંતુ જરાંગે-પાટીલ પોતાના વલણ પર અકબંધ રહ્યા હોવાથી હવે તેમના આંદોલનને સફળતા મળે એવી શુભેચ્છા બચ્ચુ કડુએ આપી હતી અને મુંબઈમાં મરાઠા આંદોલનમાં સહભાગી થવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button