Break Upના સમાચાર વચ્ચે આ રીતે જોવા મળ્યા Malaika Arorra-Arjun Kapoor
બી-ટાઉનમાં સૌથી વધુ કોઈ ચર્ચાતુ અને લાઈમલાઈટમાં રહેતું કપલ હોય તો તે છે મલાઈકા અરોરા અને અર્જુન કપૂર. પરંતુ અત્યારે મલાઈકા અને અર્જુન ખૂબ જ ચર્ચામાં છે અને એનું કારણ છે તેમનું બ્રેકઅપ… બ્રેકઅપના સમાચારો વચ્ચે મલાઈકા અને અર્જુન ફરી એક વખત સાથે સ્પોટ થયા હતા અને બંનેને સાથે જોઈને ફેન્સ ખુદ ચોંકી ઉઠ્યા અને સોશિયલ મીડિયા પર બંનેના આ મીટ અપનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.
એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર અર્જુન અને મલાઈકા તો બે મહિના પહેલાં જ છુટા પડી ગયા છે. પરંતુ બંને જણે બ્રેકઅપ કરવા કરતાં તેમણે પોતાના સંબંધને એક મોકો આપવાનું નક્કી કર્યું છે અને કદાચ આ જ કારણસર બંને પાછા એક સાથે જોવા મળ્યા હતા. ફેન્સ બંનેને એક સાથે જોઈને ખૂબ જ ખુશ થયા છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો આ વીડિયો અમૃતા અરોરાની પાર્ટીનો છે. મલાઈકા અને અર્જુન બંને આ પાર્ટીમાં ગયા હતા અને પાર્ટી પૂરી થયા બાદ બંને જણ એક સાથે કારમાં જતા જોવા મળ્યા હતા. પાર્ટીમાં મલાઈકા અને અર્જુનની સાથે સાથે જ કરિના કપૂર ખાન અને કરિશ્મા કપૂર પણ હાજર રહ્યા હતા.
વીડિયો વાઈરલ થયા બાદ કેટલાક લોકો બંનેના સાથે જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા હતા. જોકે, કેટલાક લોકો બંનેને સાથે જોઈને સવાલ પણ કરી રહ્યા છે કે અરે આ લોકો તો છૂટા પડી ગયા હતા ને?
હવે અમૃતાની પાર્ટી પછી બંનેને સાથે જોઈને લોકો જાત જાતની વાતો કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે, ‘તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું ને?’ એકે કહ્યું, ‘તેઓ હજુ પણ સાથે છે.’ એકે કહ્યું, ‘પ્રેમને કોઈ મર્યાદા હોતી નથી અને કોઈ ઉંમર હોતી નથી.’ જ્યારે એક યુઝરે લખ્યું કે, મલાઈકાને કારણે અર્જુન પોતાનું જીવન વેડફી રહ્યો છે…