રાજકોટ સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી ફરી સામે આવી, સુપ્રિટેન્ડેન્ટ ત્રિવેદી શું છુપાવવા માંગે છે?
રાજકોટ: આજરોજ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મુંબઈ સમાચારના પ્રતિનિધિ ગઈકાલની એક ભયંકર ઘટના સંદર્ભે તપાસ કરવા ગયા હતા ત્યારે લેબોરેટરી થી માંડી અને સિવિલ સુપ્રીટેન્ડેન્ટ આર એસ ત્રિવેદી સુધી તમામ લોકોએ માહિતી છુપાવવાનો પ્રયત્ન કર્યો હતો.
ઘટના એવી ઘટી હતી કે એક દર્દીને હાડકાના ઓપરેશન માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા કન્ડિશન જોતા બ્લડ ચડાવવાની જરૂર જણાઈ હતી. ઓર્થોપેડિક વોર્ડમાંથી લોહીની જરૂરિયાત હોય ફોર્મ ભરી અને લેબોરેટરીમાં સેમ્પલ સાથે દર્દીના બ્લડ સેમ્પલ સાથે મોકલવામાં આવ્યું. બ્લડ આવ્યું અને દર્દીને ચડાવવાનું શરૂ પણ થઈ ગયું.પરંતુ દર્દીને O+ બ્લડની જરૂર હતી અને B+ બ્લડ ચડાવી દેવામાં આવ્યું. દર્દીની હાલત ત્યાં સુધી બગડી ગઈ કે દર્દી કોમામાં સરી પડ્યો અને તેને તાત્કાલિક શ્વાસની તકલીફ થતા વેન્ટિલેટર પણ લેવા પડ્યા.
ગઈકાલે પણ સિવિલ હોસ્પિટલમાં સગા વાલા હો દ્વારા હોબાળો થયો હતો અને ઉપસ્થિત રેસીડેન્સીયલ ડોક્ટર ના બેજવાબદાર ભર્યા વલણનો ભોગ બનવું પડ્યું હતું.આ સંદર્ભે સિવિલ સર્જન ડોક્ટર આર એસ ત્રિવેદીનો સંપર્ક સાધ્યો હતો અને તેમણે તે વખતે કહ્યું હતું કે જવાબદાર સામે પગલાં ભરવામાં આવશે. આજરોજ જ્યારે મુંબઈ સમાચારની ટીમ ભૂલ ક્યાંથી થઈ છે તે શોધવા માટે સિવિલ હોસ્પિટલ ગઈ ત્યારે સૌ પ્રથમ લેબોરેટરીએ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ લેડી ડોક્ટર ધ્રુવ નો સંપર્ક કર્યો હતો. અને રિક્વેજેશન ફોર્મ તથા સપ્લાય થયા નો પુરાવો માગવામાં આવતા તેઓએ આર.એસ ત્રિવેદી સાહેબ જણાવે તો આપવા માટે સહમતિ દર્શાવી હતી. આર એસ ત્રિવેદી સાથે વાત કરતા તેઓએ ફોનમાં પહેલા આપવા માટે હા પાડી અને ત્યારબાદ પુરાવાઓ આપવાનો ઇનકાર કર્યો હતો. ડિપાર્ટમેન્ટ હેડ ડોક્ટર ધ્રુવ મેડમના જણાવ્યા મુજબ સિવિલ સર્જન ડોક્ટર ત્રિવેદી એ સ્પષ્ટ ના પાડી છે કે તમારે આ ઇસ્યુ માં પડવાનું નથી. અને કોઈ માહિતી આપવાની નથી. લોકો જાણવા માંગે છે કે એવું તો શું છે જે છુપાવવા માંગે છે?શું લેબોરેટરીની ભૂલ હતી કે વોર્ડ ઇન્ચાર્જ ધ્યાન આપતા નથી?અને નવોદિત રેસીડેન્સીયલ ડોક્ટરના ભરોસે વોર્ડ ચલાવવા માંગે છે.આર એસ ત્રિવેદી આવા સંગીન ઘટના ક્રમ બાદ પણ ઓફિસિયલ ડ્યુટી કહી અને ગાંધીનગર રવાના થઈ ગયા હતા. અને મુંબઈ સમાચારના પ્રતિનિધિને જણાવ્યું હતું કે ઉચ્ચ સ્તરની બેઠક ચાલુ છે.અહીં જે નક્કી થશે તે મુજબ અમે તમને જાણ કરશુ.તો સ્વાભાવિક છે કે પ્રશ્ન થાય કે એવું તો શું છુપાવવાનું છે કે ઉચ્ચસ્તરીય બેઠક કરવી પડે ?કોને બચાવવાના છે?
સિવિલ હોસ્પિટલ રાજકોટમાં અવારનવાર બેદરકારી સામે આવે છે આર એસ ત્રિવેદીના કયામાં કોઈ ડિપાર્ટમેન્ટ રહ્યા ન હોય તેવું લાગી રહ્યું છે આવા સંજોગોમાં સમાજનો નીચલો વર્ગ કે જેને પ્રાઇવેટ હોસ્પિટલની મોટી ન હોય તેઓ સિવિલ હોસ્પિટલમાં આવે છે અને એક વિશ્વાસ લઈને આવે છે કે અમારી યોગ્ય સારવાર થશે પરંતુ આવી ઘટનાઓ બનતા લોકોમાં વિશ્વાસ ઉડી રહ્યો છે સરકારશ્રીને અવારનવાર રજૂઆતો થઈ છે પરંતુ આરોગ્ય મંત્રી શ્રી આ સંદર્ભે ઠપકાથી વિશેષ કશું આપી શક્યા નથી. લોકોની માગણી છે કે કોઈ સક્ષમ સંચાલક હોસ્પિટલ ને એક વિશ્વસનીય હોસ્પિટલ બનાવે. જે ડિપાર્ટમેન્ટના હેડ સિવિલ સર્જનનું માનતા ન હોય કે કહ્યામાં ન હોય તેને પણ યોગ્ય કાર્યવાહીથી સમજાવી દેવા જોઈએ.
હાલતો આરએસ ત્રિવેદીના અસહકારિક વલણને કારણે ભૂલ ક્યાંથી થઈ છે તે એક મોટો પ્રશ્ન રહ્યો છે.