ટોપ ન્યૂઝનેશનલ

રંગનાથસ્વામી મંદિરમાં Prime Minister Narendra Modiનું કોણે કર્યું સ્વાગત?

તમિલનાડુ: Prime Minister Narendra Modi આજે તમિલનાડુના તિરુચિલાપલ્લીમાં રંગનાથસ્વામી મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા છે અને ભગવાન વિષ્ણુની પૂજા માટે આ સૌથી મહત્વપૂર્ણ મંદિરોમાંથી એક છે અને એ સમયનો પીએમ મોદીનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મંદિર પરિસરમાં અંદલ નામના હાથીએ પીએમ મોદજીનું સ્વાગત કર્યું હતું અને પીએમ મોદીએ પણ આ હાથીને ગોળ ખવડાવીને તકેના આશિર્વાદ લીધા હતા.

વડા પ્રધાન મોદીજીએ મંદિરમાં પૂજા અને કંબા રામાયણના દુહા પણ સાંભળ્યા હતા. પીએમ મોદીજી પારંપારિક પોશાકમાં જોવા મળ્યા હતા અને એમના આગમન સમયે મંદિરમાં ભક્તોની ભીડ હતી. વડા પ્રધાન મોદીજીએ પોતાની ગાડીમાંથી હાથ હલાવીને લોકોનું અભિવાદન કર્યું હતું.

પીએમ મોદીના આગમન પર મંદિરના મુખ્ય પુજારી સુંદર ભટ્ટરે ખુશી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે શ્રીરંગમમાં પીએમ મોદીના આગમનથી બધા શ્રદ્ધાળુઓ ખૂબ જ ખુશ થઈ ગયા છે. ભગવાન રંગનાથસ્વામી પણ પીએમ મોદીના આગમનથી ખુશ છે આપણા વડા પ્રધાન બધાનું કલ્યાણ કરે છે અને ચિંતા કરે છે. રંગનાથ પણ બધાના હિતની ચિંતા કરે છે એટલે શ્રીરંગમ માટે આ એક ધન્ય અવસર છે. આ પહેલાં કોઈ પણ પીએમ ક્યારેય શ્રીરંગમ નહોતા આવ્યા. પહેલી વખત એવું બન્યું છે કે કોઈ શ્રીરંગમ આવ્યા હાય. તેઓ અહીં આવ્યા એ વાતનો અમને ગર્વ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પીએમ મોદી બપોર બાદ રામેશ્વરમ જવાના હતા અને ત્યાં તેઓ શ્રી અરુલમિગુ રંગનાથસ્વામી મંદિરમાં પણ દર્શન કરવા જવાના છે, ત્યાર બાદ તેઓ ભજન સંધ્યામાં સામેલ થશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?