Viral Video : દમણના દરિયાકિનારે યુવતી ભાન ભૂલી, રીલ્સ બનાવવા કરી આવી હરકત
દમણઃ સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવી વાહવાહી મેળવવાના ચક્કરમાં યુવાનો ક્રૂરતા કે બેશરમી પર ઉતરી આવે છે, પોતાના અને બીજાના જીવની પરવા પણ કરતા નથી. દમણ ખાતે પણ એક એવી જ ઘટના ઘટી છે જેમાં એક યુવતીએ શરમ નેવે મૂકી કંઈક એવું કર્યું કે જોનારા શરમાઈ ગયા. તેની આ હરકતનો વીડિયો વાયરલ થયો છે જે કથિત રીતે દમણમાં શૂટ થયાનું માનવામાં આવે છે.
ગુજરાતીઓ જે દરિયાએ જ્યાં છુટથી દારૂ પીવા જાય છે ત્યાં અંધારી રાતે બીચ પર એવુ જોવા મળ્યું કે ત્યાં હાજર લોકો રીતસરના દંગ થઈ ગયા. દમણના દરિયા કિનારે એક યુવતીએ જાહેરમાં પોતાના કપડા ઉતાર્યા હતા. મોડી રાતે સૂમસામ દરિયા કિનારે બનાવેલી આ રીલ્સ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. દમણના દરિયા કિનારે એક યુવતીએ બેશરમીની તમામ હદ પાર કરી હતી. ટોપલેસ થઈ દરિયા કિનારે લટાર મારતી યુવતીનો વીડિયો વાયરલ થયો છે. મોડી રાત્રે સૂમસામ દરિયા કિનારે યુવતીની અશ્લીલ હરકત સામે આવતા ત્યાં હાજર લોકો પણ અવાક બની ગયા હતા.
આ વીડિયો દમણમાં નમો પથ અથવા રામ સેતુ પર શૂટ કર્યો હોવાનું અનુમાન છે. જોકે, આ યુવતી કોણ છે તે હજી જાણવા મળ્યું નથી. યુવતીનો ચહેરો પણ દેખાઈ નથી રહ્યો. પરંતુ જાહેરમાં યુવતી ટૉપલેસ થઈ હોવાનું જણાઈ રહ્યું છે. આવી હરકતો વિદેશમાં અભિનેત્રીઓ કરતી હોય છે ત્યારે આપણે ત્યાં હજુ એક શિસ્ત છે જે તમામે પાળવાનું હોય છે.
દરેકને પોતાની જાતન અભિવ્યક્ત કરવાનો હક છે, પરંતુ સસ્તી પ્રસિદ્ધી માટે ગમે તેવું વર્તન સ્વીકાર્ય નથી અને આવી હરકતો સભ્ય સમાજમાં રહી ન કરવી વધારે હીતાવહ છે. આધુનિકતાના નામે ગમે તે રીતે જાહેરમાં વર્તન કરવાનું કાયદાની દૃષ્ટિએ કે નૈતિકતાની દૃષ્ટિએ સ્વીકાર્ય નથી.