નેશનલ

ઈન્દોરમાં ઘરની બહાર લગાવવામાં આવેલું એક પોસ્ટર બન્યું ટોક ઓફ ધ ટાઉન… રામ મંદિર સાથે છે કનેકશન…

અત્યારે ભારતની હવાઓમાં રામ અને રામાયણની મહેક આવી રહી છે. જેમ જેમ પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ નજીક આવી રહ્યો છે તેમ તેમ લોકોમાં ઉત્સાહ અને આનંદમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે મધ્યપ્રદેશના ઈન્દોરમાં એક વ્યક્તિએ પોતાના ઘરની બહાર એક અજીબ પોસ્ટર લગાવ્યું છે અને આ પોસ્ટર જ અત્યારે ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે. આવો જોઈએ શું ખાસ છે આ પોસ્ટમાં…

આ પોસ્ટમાં આ વ્યક્તિએ લખ્યું છે કે, જનહિતમાં જારી… જે લોકો રામ મંદિરના નિર્માણથી ખુશ નથી, તેઓ મારા ઘરના ધાબા પરથી કુદકો મારીને આત્મહત્યા કરી શકે છે.


શશીકાંત મુકાતી દ્વારા ઘરની બહાર લગાવવામાં આવેલું આ પોસ્ટર ટોક ઓફ ધ ટાઉન બની ગયું છે અને સોશિયલ મીડિયા પર પણ એની ચર્ચા ચાલી રહી છે. રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અમુક વર્ગમાં નારાજગી જોવા મળી રહી છે અને તેઓ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અપ્ર સવાલ ઉઠાવીને વિરોધ પણ કરી રહ્યા છે.


આ પોસ્ટર લગાવનાર શશિકાંત મુકાતીએ આ અજીબ પોસ્ટર લગાવવા પાછળનું કારણ જણાવતાં કહ્યું હતું કે ભગવાન રામનું ભવ્ય મંદિર બની રહ્યું છે, જે આખા દેશ માટે ગર્વની વાત છે. રામલલ્લાના આ ભવ્ય મંદિર નિર્માણથી મોટું કંઈ જ નથી. 500 વર્ષથી આ મંદિરના નિર્માણ માટે સંઘર્ષ ચાલી રહ્યો છે. તેમ છતાં, અમુક લોકો આ વાતથી ખુશ નથી અને આ પોસ્ટર લગાવીને હું મારો ગુસ્સો અને દુઃખ બંને વ્યક્ત કરી રહ્યો છું.


મુકાતીએ વધુમાં એવું પણ કહ્યું હતું કે તેમણે આ પોસ્ટર બે દિવસ પહેલા લગાવ્યું હતું. જે લોકો રામ મંદિરના નિર્માણથી ખુશ નથી તેઓ દેશભક્ત નથી. ભગવાન રામ એ આપણા આરાધ્ય દેવ છે અને અમે તેમના વિના જીવનની કલ્પના કરી શકતા નથી. આજે રામમંદિરનો ઈતિહાસ લખવાની જરૂર છે. લોકોને અને આવનારી પેઢીને જણાવવું જોઈએ કે આ ક્ષણ માટે કેટલો અને કેવો સંઘર્ષ કરવામાં આવ્યો છે.


શશિકાંત મુકાતી અને તેમના મિત્રો 22મી જાન્યુઆરીએ રામ લલ્લાના અભિષેક માટે વિશેષ તૈયારીઓ કરી રહ્યા છે. પૂજા, ભજન અને કીર્તનની સાથે સાથે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિરના નિર્માણને લઈને દેશવાસીઓ અને અહીંના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

જોકે આ રીતે કોઈને કૂદીને આત્મહત્યા કરવાનુ કહેવાનું યોગ્ય નથી, તેમ પણ લોકો કહી રહ્યા છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત