મુંબઈ: આજે શનિવાર હોવા છતાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) માં ટ્રેડીંગ ચાલુ રહેશે કારણ કે સોમવારે 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરના ‘પ્રાણ પ્રતિષ્ઠા’ મહોત્સવને પગલે જાહેર કરાયેલી જાહેર રાજાને કરણે ટ્રેડિંગ બંધ રહેવાનું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર સરકારે અયોધ્યામાં રામ મંદિરના અભિષેકના સંદર્ભમાં રજા જાહેર કરી છે. એક પરિપત્રમાં, NSEએ જણાવ્યું હતું કે કરન્સી ડેરિવેટિવ સેગમેન્ટ 22 જાન્યુઆરીએ બંધ રહેશે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(RBI) એ જાહેરાત કરી હતી કે મની માર્કેટ 22 જાન્યુઆરીએ બંધ રહેશે. RBIએ તેના અગાઉના પરિપત્રમાં ફેરફાર કર્યો હતો જેમાં તેણે કહ્યું હતું કે મની માર્કેટમાં ટ્રેડિંગ 22 જાન્યુઆરીએ સવારે 9 વાગ્યાને બદલે બપોરે 2.30 વાગ્યે ખુલશે.
RBIના જણાવ્યા અનુસાર, 22 જાન્યુઆરીએ રિવર્સલની તારીખ સાથે શુક્રવારે હાથ ધરવામાં આવેલી ત્રણ દિવસીય વેરિયેબલ રેટ રેપો (VRR) હરાજી હવે 23 જાન્યુઆરીએ રાખવામાં આવશે.
દેશભરની જાહેર ક્ષેત્રની બેંકો, વીમા કંપનીઓ, નાણાકીય સંસ્થાઓ અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો (RRB) 22 જાન્યુઆરીએ અડધા દિવસ માટે બંધ રહેશે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને