આમચી મુંબઈ

સામ્યવાદી નેતાની જીભ લપસી: ઉદ્ધવ ઠાકરેને નાયબ મુખ્ય પ્રધાન કહ્યા

સોલાપુર: સીપીએમના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ વિધાન સભ્ય નરસૈયા આદમે શુક્રવારે સોલાપુરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલ એક કાર્યક્રમમાં દેવેન્દ્ર ફડણવીસને બદલે શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેનો નાયબ મુખ્ય પ્રધાન તરીકે ઉલ્લેખ કરીને બફાટ કર્યો હતો. ઇવેન્ટ દરમિયાન, પીએમએ રાયનગર હાઉસિંગ સોસાયટીના ૧૫,૦૦૦ ઘરો લાભાર્થીઓને સમર્પિત કર્યા, જેમાં હજારો હેન્ડલૂમ કામદારો, વિક્રેતાઓ, પાવર લૂમ કામદારો, રાગ પીકર્સ, બીડી કામદારો અને ડ્રાઇવરોનો સમાવેશ થાય છે. પોતાના સ્વાગત પ્રવચનમાં આદમે મોદીનો આભાર માન્યો અને પછી ઠાકરેને ડેપ્યુટી મુખ્ય પ્રધાન તરીકે ઓળખાવ્યા, પછી તરત જ ફડણવીસની માફી માગી. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button