અધિકૃત કંપની સિવાયની અન્ય કંપનીઓની પાન કાર્ડ સેવાઓ પર પ્રતિબંધ
મુંબઈ: હાઈ કોર્ટે સરકારી માલિકીની યુટીઆઇ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટેક્નોલોજી એન્ડ સર્વિસિસ લિમિટેડ (યુટીઆઈઆઈટીએસએલ) વતી પાન કાર્ડ સેવાઓ પૂરી પાડવાનો દાવો કરતી વેબસાઈટને સેવા પૂરી પાડવા પર રોક લગાવી છે. કોર્ટે આ કેસમાં એકપક્ષીય આદેશ પસાર કરતી વખતે ટિપ્પણી કરી હતી કે આ વેબસાઇટ્સ દ્વારા આપવામાં આવતી સેવાઓ ગેરકાયદેસર છે અને તેમની ક્રિયાઓ રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મૂકે છે. ભારત સરકારે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે. પાન કાર્ડને નાગરિકતાના સ્વીકાર્ય પુરાવા તરીકે ગણવામાં આવે છે. આથી, તેનો કોઈ પણ વ્યક્તિ દ્વારા સંભવિત રીતે દુરુપયોગ થઈ શકે છે અને તે માત્ર કંપની જ નહીં, દેશની સુરક્ષા માટે પણ ખતરો ઊભો કરી શકે છે. તેથી, કોર્ટે અવલોકન કર્યું હતું કે આ કિસ્સામાં, નોટિસ જારી કર્યા વિના પ્રતિવાદીઓને પાન કાર્ડ સેવાઓ પૂરી પાડવા પર પ્રતિબંધ મૂકતો એકપક્ષીય આદેશ જરૂરી છે. કોર્ટે આદેશમાં જણાવ્યું હતું કે પાન કાર્ડ સેવાઓ પ્રદાન કરવાનો દાવો કરતી નકલી વેબસાઈટ ચાલુ રહે તો નુકસાન થતું રહેશે. વધુમાં, તે ફરિયાદી કંપનીની મૂલ્યવાન ગોપનીય માહિતી સાથે ચેડા કરવા સમાન છે.
નાગરિકોની વ્યક્તિગત અને ગોપનીય માહિતી એકત્રિત કરે છે. તેનો તેમના દ્વારા દુરુપયોગ થઈ શકે છે. તમામ નાણાકીય વ્યવહારોને ટ્રેક કરવા અને રેકોર્ડ કરવા માટે પાન કાર્ડ ફરજિયાત છે.