આમચી મુંબઈ
વાડાથી ૧૦ ટન કોલમ ચોખા અયોધ્યા જવા રવાના
વાડા: અયોધ્યામાં ૨૨ જાન્યુઆરીએ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજર રહેનારા ભક્તોને આપવામાં આવતા અક્ષત મહારાષ્ટ્રના વાડાના પ્રખ્યાત કોલમ ચોખાના હશે. રામ મંદિરમાં વપરાતા અક્ષતનું માન વાડાને મળ્યું છે. રામ મંદિર માટે ૧૦ ટન અક્ષત વાડાથી રવાના કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના વાડાના પ્રખ્યાત કોલમ ચોખાની ભારત સહિત અનેક દેશોમાં મોટી માગણી છે. વાડાના કોલમ ચોખા અત્યંત સ્વાદિષ્ટ ચોખાનું કાર્બનિક ખાતરનો ઉપયોગ કરી ઉત્પાદન કરવામાં આવે છે. જેથી લોકો દ્વારા તેને સૌથી વધારે પસંદ કરવામાં આવે છે. આ કોલમ ચોખા અયોધ્યામાં હજારો રામ ભક્તોના હાથે અર્પણ કરાશે એ ખુબજ ગર્વની વાત છે, એવું એક ખેડૂતે કહ્યું હતું. વાડા કોલમનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરતી એક સંસ્થાએ બે દિવસ પહેલા ૧૦ ટન વાડા કોલમ ચોખાને રામ મંદિરમાં અક્ષત રૂપે રવાના કર્યા હતા. અયોધ્યાના ધાર્મિક કાર્ય માટે આ ચોખા મોકલવામાં આવ્યા છે તેની મને ખુશી છે એવું સંસ્થાના વડાએ કહ્યું હતું.
અમરાવતીથી ૫૦૦ કિલો કુમકુમના પાંદડા
અયોધ્યાના રામ મંદિરમાં વાડાના પ્રખ્યાત કોલમની સાથે અમરાવતીના કુમકુમના પાંદડા પણ અયોધ્યા મોકલવામાં આવ્યા હતા. ૨૨ તારીખે શ્રી રામ મંદિરના કાર્યક્રમમાં મહારાષ્ટ્રના અમરાવતીથી ૫૦૦ કિલો કુમકુમના પાંદડા અયોધ્યા મોકલવામાં આવ્યા હતા. આ બાબતે એક અધિકારીએ કહ્યું હતું કે રાજેશ્ર્વર માઉલી ને જીતેન્દ્રનાથ મહારાજ આ કુમકુમના પાંદડાને લઈને અયોધ્યા જવા નીકળ્યા હતા.