ઇન્ટરનેશનલ

ચંદ્ર પર ઉતરનાર જાપાન પાંચમો દેશ, SLIM લેન્ડરનું સોફ્ટ લેન્ડિંગ સફળ

ભારત, રશિયા, અમેરિકા અને ચીન બાદ જાપાન ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરનાર પાંચમો દેશ બની ગયો છે. જાપાનનું સ્લિમ મૂન મિશન ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડ થયું છે. SLIM એટલે સ્માર્ટ લેન્ડર ફોર ઇન્વેસ્ટિગેટિંગ મૂન મિશન (SLIM – Smart Lander for Investigating Moon).

જાપાની સ્પેસ એજન્સી JAXAએ કહ્યું કે તેણે લેન્ડિંગ માટે 600×4000 કિમીના વિસ્તારમાં શોધ કરી છે જે ચંદ્રના ધ્રુવીય પ્રદેશમાં આવેલી છે. મહત્વની વાત એ છે કે વાહને ઉતરાણ માટે પસંદ કરેલ સ્થળની નજીક જ ચોક્કસ લેંડિંગ કર્યું છે. કારણ કે જાપાનનું લક્ષ્ય હતું કે તેનું સ્પેસક્રાફ્ટ લેન્ડિંગ સાઇટના 100 મીટરની અંદર ઉતરવું જોઈએ. અને આ કાર્યમાં તેને સફળતા મળી છે.

જાપાને 06 સપ્ટેમ્બર 2023ની સવારે તાંગેશિમા સ્પેસ સેન્ટરના યોશિનોબુ લોન્ચ કોમ્પ્લેક્સથી ચંદ્ર મિશન લોન્ચ કર્યું હતું. H-IIA જાપાનનું સૌથી ભરોસાપાત્ર રોકેટ છે. આ તેમની 47મી ઉડાન હતી. તે મિત્સુબિશી હેવી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા બનાવવામાં આવે છે. તેનો સક્સેસ રેટ 98% છે. SLIM એ હળવા વજનનું રોબોટિક લેન્ડર છે. આ મિશનને મૂન સ્નાઈપર પણ કહેવામાં આવી રહ્યું છે. આ મિશન 831 કરોડ રૂપિયાથી વધુનું છે.

આપને જણાવી દઈએ કે આ લેન્ડિંગ સાઈટનું નામ શિઓલી ક્રેટર (Shioli Crater) છે. આ ચંદ્ર પરનું સૌથી અંધકાર વાળું સ્થળ કહેવાય છે. અન્ય સંભવિત લેન્ડિંગ સાઇટ ચંદ્રનો દરિયો તરીકે ઓળખાતા મેર નેક્ટરિસ છે. સ્લિમમાં એડવાન્સ ઓપ્ટિકલ અને ઇમેજ પ્રોસેસિંગ ટેકનોલોજી લાગેલી છે.

એક્સ-રે ઇમેજિંગ અને સ્પેક્ટ્રોસ્કોપી મિશન (XRISM) પણ SLIM સાથે ગયું છે. તે ચંદ્રની આસપાસ ફરશે અને ચંદ્ર પર વહેતા પ્લાઝ્મા પવનોની તપાસ કરશે. જેથી કરીને બ્રહ્માંડમાં તારાઓ અને આકાશગંગાની ઉત્પત્તિ જાણી શકાય. તે જાપાન, નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સી દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવ્યું છે.

લેન્ડિંગ પછી, સ્લિમ ચંદ્રની સપાટી પર હાજર ઓલિવિન પત્થરોની તપાસ કરશે, જેથી ચંદ્રની ઉત્પત્તિ વિશે જાણી શકાય. તેની સાથે કોઈ રોવર મોકલવામાં આવ્યું નથી.

જાપાને આ ચંદ્ર મિશનના લોંચિંગને કેટલાક મહિનાઓ માટે મોકૂફ રાખ્યું હતું કારણ કે તે મીડિયમ લિફ્ટ H3 રોકેટની નિષ્ફળતાની તપાસ કરી રહ્યું હતું. આ મિશન પછી જાપાન 2024માં હાકુટો-2 મિશન અને 2025માં હાકુટો-3 મિશન મોકલશે. આ એક લેન્ડર અને ઓર્બિટર મિશન હશે.

અગાઉ, જ્યારે રશિયાએ ઉતાવળ બતાવી ત્યારે તેનું લુના-25 ચંદ્ર મિશન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પાસે ક્રેશ થયું હતું. ભારતના ચંદ્રયાન-3નું સફળ લેન્ડિંગ થયું. જેની વિશ્વભરમાં પ્રશંસા થઈ હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button