જૈન મરણ
વાગડ વિ. ઓ. જૈન
ગામ શિવલખા હાલ લાકડીયાના ગં. સ્વ. નાથીબેન હોથી હીરા ગડાના સુપુત્ર પદમશીના ધર્મપત્ની અ. સૌ. કલ્પના (ઉં. વ. ૬૨) મંગળવાર, તા. ૧૬-૧-૨૪ના અવસાન પામેલ છે. વિનયના માતુશ્રી. મંજુલાના સાસુ. પ્રિયાંશના દાદી. શામજીના ભાઇના પત્ની. આધોઇના સ્વ. વેલબાઇ લાલજી જેસંગ ગાલાના દીકરી. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૨૦-૧-૨૪ના ૨થી ૩-૩૦, ઠે. વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, દાદર સંચાલિત કરસન લધુભાઇ નિસર હોલ, ૧લે માળે, દાદર (વેસ્ટ).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ટાણા નિવાસી હાલ મુલુંડ સ્વ. ચંચળબેન નાગરદાસ ધરમશી શાહના સુપુત્ર કનૈયાલાલ શાહ (ઉં. વ. ૮૩) તા. ૧૬-૧-૨૪ના મંગળવારના અરિહંતશરણ પામેલ છે. તે નલીનાબેનના પતિ. જાનવી દિપક શાહ, જાગૃતિ હિતેન દોશી તથા નીલા ભાવેશ દોશીના પિતાશ્રી. ભૂમિના દાદા. સ્વ. દલીચંદભાઇ, સ્વ. હિંમતભાઇ, સ્વ. ભૂપતભાઇ, સ્વ. શાંતિભાઇ તથા સ્વ. નવીનભાઇ શાહના ભાઇ. સસરા પક્ષે સ્વ. પોપટલાલ નાનચંદ જસાણી (કોઇમ્બતુર)ના જમાઇ. ભાવપૂર્ણ ભક્તિ તા. ૨૧-૧-૨૪ના, ૩-૩૦થી ૫-૩૦. ઠે. ગોપુરમ બેન્કવેટ, પુરુષોતમ ખેરાજ એસ્ટેટ, ડો. આર. પી. રોડ, જ્ઞાનસરિતા સ્કૂલની બાજુમાં, મુલુંડ (વેસ્ટ).
કચ્છી વિશા ઓશવાળ જૈન
મકડાના તિલક કારાણી (ઉં. વ. ૬૯) ૧૮-૧-૨૪ના અવસાન પામેલ છે. મમીબાઇ લખમશી કારાણીના પુત્ર. શાંતાના પતિ. સેજલ, હાર્દિકના પિતા. હીરબાઇ, જયાબેન, હેમચંદ, ગીતા, ગીરીશના ભાઇ. ગઢશીશા તેજબાઇ કુંવરજી પાલણના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. તિલક કારાણી, જેરોમ એપાર્ટમેન્ટ, ૩૦૩, પ્રકાશ માર્કેટ રોડ, ભાયંદર (વે.)
લાકડીયાના અ.સૌ. કલ્પના ગડા (ઉં. વ. ૬૨) ૧૬-૧-૨૪ના રોજ અવસાન પામેલ છે. ગં.સ્વ. નાથીબેન હોથી હીરા ગડાના પુત્રવધૂ. પદમશીના ધર્મપત્ની. વિનયના માતુશ્રી. આધોઇના સ્વ. વેલબાઇ લાલજી જેસંગ ગાલાના દિકરી. જયેશ, ઇંદીરા, હર્ષિલા, સુનીતા, હંસા, ભાવનાના બેન. પ્રા. ટા. ૨ થી ૩.૩૦. સ્થળ : વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ દાદર સંચાલીત કરસન લધુભાઇ નિસર હોલ, પહેલે માળે, દાદર (વે.)
બારોઇના ખીમચંદ રામજી કેનીયા (ઉં. વ. ૮૦) તા. ૧૬-૧-૨૪ના દેશમાં અરિહંતશરણ થયેલ છે. લક્ષ્મીબેન રામજીના પુત્ર. ચંચળના પતિ. જીજ્ઞા, દેવેનના પિતા. ભોગીલાલ, ગુંદાલા કસ્તુર ચાંપશી, મણીબેન ટોકરશી, વડાલા ભાનુમતી પ્રેમજી, પાનબાઇ ચુનીલાલ, વિમળા કાંતીલાલ, મો. ખાખર સુશીલા કાંતીલાલના ભાઇ. મો. ખાખર સોનબાઇ કેશવજી દેવરાજના જમાઇ. પ્રાર્થના : શ્રી વ.સ્થા.જૈન શ્રા. સં.સં. કરસન લધુ નિસર હોલ, દાદર (વે.) ૪ થી ૫.૩૦.
કારાઘોઘા હાલે ઘાટકોપરના જયંતીલાલ હીરજી વોરા (ઉં. વ. ૮૩) તા. ૧૮/૧/ર૪ના અવસાન પામેલ છે. લક્ષ્મીબેન હીરજી ધારશીના પુત્ર. કેસરબેનના પતિ. જયશ્રી, વર્ષા, રાજેશ, ભરતના પિતાશ્રી. ભુજપુરના જયવંતીબેન વીજપાર ધારશી, લખમશીના ભાઈ. વડાલાના ઉમરબાઈ શિવજીના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ભરત વોરા, ૭, પરેશ ભુવન, સાઇનાથ નગર, ઘાટકોપર (વે).
રાયણ હાલે અમદાવાદના હરખચંદ પ્રેમજી શાહ (વીંછીવોરા) (ઉં. વ. ૮૨) તા. ૧૮-૧-૨૪ના અરિહંત શરણ પામેલ છે. સુંદરબેન પ્રેમજીના પુત્ર. તલવાણાના દેવકાબેન ખીમજીભાઇ દેઢીયાના જમાઇ. હેમલતાના પતિ. બીના, જયેશના પિતા. જયંતીલાલના ભાઇ. ચક્ષુદાન કરેલ છે. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ : બી/૫, શાલીન એપાર્ટમેન્ટ, જવાહર ચોક, મણીનગર, અમદાવાદ-૦૮.
કોડાય હાલે બેંગલોરના ભાનુબેન કાંતિલાલ વિસરીયા (ઉં. વ. ૮૧) તા.૧૮-૧ના દેવલોક પામ્યા છે. સ્વ. કાંતિલાલના પત્ની. મકાબેન શીવજીના પુત્રવધૂ. હિરેન, વિપુલના માતા. મેરાઉ મઠાંબાઈ ગાંગજીના પુત્રી. કોડાય ઝવેર માવજી, પ્રભા શામજી, મોટા આસંબીયા કંચન પ્રવિણના બેન. ગુણાનુવાદ સભા બેંગલોરમાં તા.૧૯/૦૧ના રાખેલ હતી.
સમાઘોઘા હાલે યુ.એસ.એ.ના શશીકાંત પોપટલાલ સાવલા (ઉં. વ. ૭૭) તા. ૧૭-૧-૨૪ના યુએસએ કોલંંબસમાં અવસાન પામેલ છે. સુંદરબેન પોપટલાલ સાવલાના પુત્ર. પલ્લવીબેનના પતિ. મીરાજ, મોનીકાના પિતા. અદિતી સાવલા, વિજય બલરાજના સસરા. મણીલાલ, નેમજી, નિલમ મહેન્દ્ર શાહ, ઇન્દુબેન ચંદ્રકાંત શાહના ભાઇ. પ્રાર્થના રાખેલ નથી.
કારાઘોઘાનાં અ. સૌ. નયના વિનયચંદ વોરા (ઉં. વ. ૫૬) તા. ૧૭-૧-૨૪ના અવસાન પામેલ છે. જવેરબેન ટોકરશીના પુત્રવધૂ. ઉમંગ, એકતાના માતા. લીલાવંતી વશનજી (જખુ)ના સુપુત્રી. હરખચંદ, કંચન, હિનાના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે . વિનયચંદ વોરા, ડી/ ૦૩, ન્યૂ જમુના, તુલીંજ, નાલાસોપારા (પૂ).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ઘેટી નિવાસી હાલ કાંદિવલી યશવંતભાઈ દામોદર પોલાભાઈ મહેતાના ધર્મપત્ની અ. સૌ. જ્યોતિબેન (ઉં. વ. ૬૫) તે જુલેશ તથા સૌરના માતુશ્રી. હિરવીના સાસુ. રમેશભાઈ તથા સ્વ. વિનુભાઈના ભાઈના પત્ની. પિયરપક્ષે મોરચુપણાવાળા હાલ બોરીવલી વૃજલાલ હીરાચંદ શાહના દીકરી ૧૮/૧/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તેમની ભાવયાત્રા ૨૦/૧/૨૪ના ૧૦ થી ૧૨. ઠઠ્ઠાઈ ભાટિયા હોલ નં ૪, એસ. વી. રોડ શંકર ગલ્લી કોર્નર કાંદિવલી વેસ્ટ.
ઝાલાવાડી વિશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મૂળ વઢવાણ નિવાસી હાલ ઘાટકોપર સ્વ. ધીરજલાલ બાપાલાલ ગાંધીના પત્ની કળાબેન (ઉં. વ. ૯૧) તા. ૧૯-૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. દર્શના, અલ્પાના માતુશ્રી. રાજીવ તથા ડો. મયંકના સાસુ. દીલીપભાઇ, સ્વ. જયેશભાઇ, અતુલભાઇના બેન, કૈલાસબેન, ભદ્રાબેન, સ્નેહલતાબેન, હંસાબેન, ભદ્રાબેન, મીનાબેનના જેઠાણી. સ્વ. વસંતબેનના ભાભી. ચિંતન-મુદીતા, સનત-શુભાંગી, ડો. વર્તીકના નાની. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી વીશા શ્રીમાળી દેરાવાસી જૈન
બોટાદ નિવાસી હાલ કાંદિવલી સ્વ. અમીચંદભાઈ તથા સ્વ.ધીરૂભાઈ નાનચંદ શાહના સુપુત્ર શ્રી સતીષભાઈ (ઉં. વ. ૭૩), તે જયશ્રીબેનના પતિ. હેતલબેન તથા કીંઝલ પ્રતીકભાઈ વસંતભાઈ શાહના પિતાશ્રી, સ્વ.પ્રફુલ્લાબેન પંકજભાઈ શાહના ભાઈ, ચોટીલા નિવાસી સ્વ. પોપટલાલ ભાઈચંદ શેઠના જમાઈ, રૂપાબેન તથા વસંતભાઈ ચંપકલાલ શાહના વેવાઈ, રવિવાર તા. ૧૪-૦૧-૨૦૨૪ના દુબઈમાં અરિહંતશરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર તા. ૨૧-૦૧-૨૦૨૪ના ૧૦થી ૧૨, શ્રી કનકશ્રી હોલ, અશોલ ચક્રવર્તી રોડ, અશોક નગર, કાંદિવલી-ઈસ્ટ. લોકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
જસપરા નિવાસી હાલ અમદાવાદ (પાલડી), શાહ રતિલાલ ડાયાલાલના સુપુત્ર ગુણવંતભાઈના ધર્મપત્ની વસંતબેન તા.૧૭-૦૧-૨૦૨૪ના અવસાન પામેલ છે. તે પ્રવિણભાઈ, અરવિંદભાઈના ભાભી. તે વિપુલ, જીગ્નેશ, નિલેશ તથા કૌશીકા હરેશકુમાર શાહના માતુશ્રી. પિયરપક્ષે પાલીતાણાવાળા વોરા દિપચંદ જીવનભાઈની પુત્રી. તે પ્રતાપભાઈ, અનોપબેન, ભાનુબેનના બહેન. લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.