દેશી ગર્લના વિદેશમાં પૂજાપાઠ: માલિબુના મંદિરમાં પ્રિયંકાએ ઉજવ્યો પુત્રીનો જન્મદિવસ
દેશી ગર્લ પ્રિયંકા ચોપરા અને નિક જોનસ આજથી 2 વર્ષ પહેલા માલતી મેરી જોનસના માતાપિતા બન્યા હતા. ગત 15 જાન્યુઆરીના રોજ માલતીએ પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો જેની તસવીરો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઇ હતી.
નિક અને પ્રિયંકા હાલ માલિબુમાં વેકેશન ગાળી રહ્યા છે ત્યારે તેઓ માલિબુમાં આવેલા એક હિંદુ મંદિરની પણ મુલાકાત લેતા જોવા મળ્યા હતા. પ્રિયંકા અને નિકે તેમની લાડલીના જન્મદિવસ નિમિત્તે મંદિરમાં પૂજાનું આયોજન કર્યું હતું. ક્યુટ માલતીએ પણ તેના માતાપિતાની જેમ જ ભગવાન સમક્ષ માથું ટેકવ્યું હતું. કપાળ પર ચાંદલો લગાવીને સુંદર પુષ્પમાળા ધારણ કરીને નાનકડી માલતીએ પોઝ આપ્યો હતો. પ્રિયંકા ચોપરાની માતા મધુ ચોપરા પણ આ પૂજામાં જોડાયા હતા.
ચાહકોએ આ તસવીરો પર અલગ અલગ પ્રતિભાવો આપ્યા છે, અમુક ચાહકોએ ટિપ્પણી કરી હતી કે પ્રિયંકા વિદેશમાં પણ પોતાના સંસ્કારો ભૂલી નથી, તે પોતાની પુત્રીને પણ ભારતીય સંસ્કૃતિ શીખવી રહી છે. અન્ય એક યુઝરે લખ્યું હતું કે સાત સમંદર પાર જઇને પણ કલ્ચર યાદ રાખ્યું.