કારમાંથી કીમતી વસ્તુઓ ચોરનારી આંતરરાજ્ય ટોળકીના ત્રણ પકડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ડ્રાઈવરને વાતોમાં પરોવી કે પાર્ક કરાયેલી કારમાંથી કીમતી વસ્તુઓ ચોરનારી આંતરરાજ્ય ટોળકીના ત્રણ સભ્યને પકડી પાડી પોલીસે ચોરીની મતા હસ્તગત કરી હતી.
ખાર પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ ગણશેખર ઉમાનાથ (27), ગોપાલ ચંદ્રશેખર (42) અને વિજયન સુકુમાર (34) તરીકે થઈ હતી. ત્રણેય આરોપી તમિળનાડુના તિરુચિલ્લાપલ્લીના વતની હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ 13 જાન્યુઆરીએ કારમાંથી ચોરીની બે ઘટના બની હતી. સાંજે છ વાગ્યાની આસપાસ ફરિયાદી આદિત્ય રાસીવારિયા (40) ખાર લિંક રોડ ખાતે શૉપિંગ માટે ગયો હતો. ડ્રાઈવરને પોતાની મર્સિડીઝ કારમાં બેસવાનું કહી આદિત્ય શૉપિંગ સેન્ટરમાં ગયો હતો. એ સમયે આરોપી ડ્રાઈવર પાસે આવ્યા હતા.
રસ્તા પર 20 રૂપિયાની નોટ પડી હોવાથી કાર થોડી આગળ લેવાનું ડ્રાઈવરને કહેવામાં આવ્યું હતું. ડ્રાઈવરનું ધ્યાન બીજે દોરી આરોપી ઓમેગા કંપનીની ગોલ્ડ વૉચ, ટૅબ, પાસપોર્ટ સહિત અંદાજે 10.15 લાખ રૂપિયાની વસ્તુ ચોરી આરોપી ફરાર થઈ ગયા હતા.
એ જ દિવસે તન્વી ખૈરનાર (31)ની કાર ખાર પશ્ર્ચિમમાં લિંક રોડ પર રોડ નંબર-24 પાસે પાર્ક હતી. કારના પાછલા દરવાજાનો કાચ તોડી ચોર 50 હજાર રૂપિયાનું લૅપટોપ ચોરી ફરાર થઈ ગયો હતો. બન્ને ઘટના સંદર્ભે ગુનો નોંધી ખાર પોલીસે તપાસ હાથ ધરી હતી. સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ અને ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી પોલીસે ત્રણેય આરોપીને પકડી પાડ્યા હતા.
આરોપીના અન્ય સાથી ફરાર હોવાથી પોલીસ તેમની શોધ ચલાવી રહી છે. આ ટોળકી તમિળનાડુથી ચોરી માટે મુંબઈ આવ્યા પછી ફરી તમિળનાડુ જતી રહેતી હતી. આરોપીઓ પાસેથી ચોરીની મતા ઉપરાંત પાંચ લૅપટોપ, આઠ મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં