અયોધ્યાઃ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે આજે રામ લલ્લાના ચહેરાવાળી એક સંપૂર્ણ તસવીર જારી કરવામાં આવી હતી, જેમાં ભગવાન રામનું સંપૂર્ણ સ્વરુપ જોવા મળ્યું હતું. રામ મંદિરના ગર્ભગૃહ સ્થાપિત કરવામાં આવેલી આ મૂર્તિને મૈસુરના મૂર્તિકાર અરુણ યોગીરાજ દ્વારા તૈયાર કરી છે.
22 જાન્યુઆરીના દિવસે આયોજિત થનાર શ્રી રામ મંદિર અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો સમય તદ્દન નજીક આવી ગયો છે. ભારતના ઇતિહાસમાં જેને ઐતિહાસિક ઘટના ગણવામાં આવશે તેવા આ પ્રસંગમાં સૌ રામ ભક્તો પોતાની હાજરી નોંધાવા આતુર છે.
પરંતુ આપને જણાવી દઈએ કે મંદિરમાં આયોજિત આરતીમાં ભાગ લેવા માટે કોઈ પાસ લઈને જ પ્રવેશ મેળવવાનો રહેશે. જો કે તમે મંદિરના કાઉન્ટર પરથી ઓફલાઈન પાસ પણ લેવાની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સાથે સાથે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર તમને ઘરે બેઠા ઓનલાઈન પાસ આપવાની સુવિધા પણ પ્રદાન કરે છે.
જાણવા માલતિ વિગતો મુજબ, શ્રી રામ મંદિરમાં દિવસમાં ત્રણ વખત આરતી કરવામાં આવશે. આવી સ્થિતિમાં, તમે તમારી અનુકૂળતા અનુસાર આરતીનો સમય પસંદ કરી શકો છો.શ્રદ્ધાળુંઓને આપવામાં આવેલી યાદીમાંથી પોતાને અનુકૂળ પડતાં સામાની આરતી પસંદ કરવાની સુવિધા આપી છે. જેથી કરીને ભક્તો ઉદ્ઘાટનના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્વમાં સંપૂર્ણ રીતે જોડાઈ શકે છે.
અયોધ્યામાં રામ મંદિરનો ઉદ્ઘાટન સમારોહ 22 જાન્યુઆરી, 2024ના રોજ યોજાનાર છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે મંદિરના ઉદ્ઘાટનના શુભ દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહભાગી થવાના છે જેની સત્તાવાર પુષ્ટિ કરી છે.
પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર સમારોહના સામાની જો વાત કરવામાં આવે તો, 22 જાન્યુઆરી, 2024 ના રોજ થવા જઈ રહ્યો છે. આ શુભ પ્રસંગ દરમિયાન, મંદિરની અંદર રામ લલ્લાનો અભિષેક બપોરે 12:15 થી 12:45 વચ્ચે થવાનો છે.
દર્શન ને લગતી મળતી માહિતી મુજબ મંદિર દર્શન, અથવા ભક્તો માટે દિવ્ય દર્શનની તક, સવારે 7 થી 11:30 સુધી રહેશે છે. આ ઉપરાંત બપોરે 2 થી 7 વાગ્યા સુધી મંદિરમાં ફરી એકવાર દર્શન કરી શકાશે.
મંદિરની આરતી વિશે વાત કરીએ તો દૈનિક ત્રણ આરતી થશે. સવારે 6:30 (શ્રૃંગાર/જાગરણ આરતી), 12:00 (ભોગ આરતી) અને સાંજે 7:30 (સંધ્યા આરતી) કલાકે આરતીનો સમય નિર્ધારિત કરવામાં આવ્યા છે. આરતી સમારોહમાં ભાગ લેવા માટે પાસ હોવાનો જરૂરી છે.