નેશનલ

26મી જાન્યુઆરીની પરેડમાં દેખાશે ફાઈટર દીકરીઓનો જલવો…

ગણતંત્ર દિવસને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજધાની દિલ્હીમાં આ ખાસ દિવસની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ દિવસે રાજધાની દિલ્હીમાં સુરક્ષાદળના જવાનો પરેડ અને કરતબોથી દેશવાસીઓના દિલોમાં જોશ અને જુસ્સો ભરી દેશે. આ વખતની પરેડ ખાસ થવાની છે કારણ કે પહેલી જ વખત એરફોર્સની બે મહિલા ફ્લાઈંગ ઓફિસર આસમા શેખ અને ફ્લાઈટ લેફ્ટનન્ટ અન્નયા શર્મા ભાગ લઈ રહી છે.

બંને અધિકારી વાયુસેનાની ઝાંખીનો હિસ્સો બનશે. ઉલ્લેખનીય છે કે 26મી જાન્યુઆરીના ભારતનો 76મો ગણતંત્ર દિવસ છે અને આ વખતે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મૈક્રોં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.

અન્નયા સુખોઈ ફાઈટર જેટની પાઈલટ છે અને આસમા સુખોઈ ઉડાડવાની ટ્રેનિંગ લઈ રહી છે. ઝાંખીમાં C-130J એરક્રાફ્ટ, તેજસ, સુખોઈ-30, GSAT-7A પણ જોવા મળશે. ઝાંખીમાં C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ પણ જોવા મળશે અને એના કોકપિટમાં બે મહિલા એરક્રુ જોવા મળશે. એરફોર્સના ગરુડ કમાંડો પણ જોવા મળશે.

દિલ્હીની રહેવાસી અન્નયાના પિતા પણ એરફોર્સમાં હતા અને તેણે જણાવ્યું હતું કે હું દિલ્હીની રહેવાસી છું. મારા પિતા એરફોર્સમાં હતા એટલે મને દેશની અલગ અલગ જગ્યા પર સ્કુલિંગ કરવી પડી હતી. ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશનમાં બીટેક કર્યા બાદ અન્નયા ઈન્ડિયન એરફોર્સ એકેડેમીની ફ્લાઈંગ બ્રાન્ચમાં સામેલ થઈ હતી. ડિસેમ્બર, 2021માં ફાઈટર બ્રાન્ચમાં કમિશન મળ્યું અને હાલમાં તે સુખોઈ-30 એરક્રાફ્ટ ઉડાવે છે. ગણતંત્ર દિવસ પર પહેલી વખત એરફોર્સની ઝાંખીનો હિસ્સો બનીને હું ખૂબ જ ખુશ છું અને મને ગર્વની લાગણી અનુભવાઈ રહી છે.

ફ્લાઈંગ ઓફિસર આસમા શેખની વાત કરીએ તો તેઓ પણ પહેલી વખત એરફોર્સની ઝાંખીમાં ભાગ લઈ રહી છે. પુણેથી ભણીને ગ્રેજ્યુએશન કરીને બે વર્ષ સુધી પ્રાઈવેટ નોકરી કરીને 2022માં તેને ઈન્ડિયન એરફોર્સમાં કમિશન મળ્યું હતું.
આસમાએ જણાવ્યું હતું કે હું મારા દાદાને જોતી આવી છું. મારા દાદા સેનામાં હતા અને હાલમાં તેઓ રિટાયર્ડ કર્નલ છે.

એમને જોઈને જ મને ફોર્સ જોઈન કરવાની ઈચ્છા થઈ હતી. 2016માં જ્યારે એરફોર્સમાં બે મહિલા ફાઈટર પાઈલટ સામલ થઈ ત્યારે મેં વિચાર્યું કે હા, આ એક એવી વસ્તુ છે જે આપણે કરી શકીએ છીએ. મારી યાત્રા ખૂબ જ રોમાંચક અને પડકારજનક રહી હતી. દોઢ વર્ષની સફરમાં અલગ અલગ પ્રકારના જહાજ ઉડાવ્યા છે અને હાલમાં તે સુખોઈ 30 ઉડાવવાની ટ્રેનિંગ લઈ રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button