22 જાન્યુઆરીએ મહારાષ્ટ્રમાં પણ જાહેર થશે પબ્લિક હોલિ-ડે?
મુંબઈ: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં 22 જાન્યુઆરીએ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના દિવસે મહારાષ્ટ્ર સરકાર પણ સાર્વજનિક રજા જાહેર કરી શકે એવી શક્યતા છે. આ મામલે આજે ગુજરાત સરકારે પણ 22મી જાન્યુઆરીના સોમવારે રજા જાહેર કર્યા પછી હવે મહારાષ્ટ્ર સરકાર દ્વારા પણ નિર્ણય લેવામાં આવી શકે છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. રામ મંદિરને લઈને અયોધ્યામાં તૈયારીઓ અંતિમ ચરણે આવી પહોંચી છે. રામ મંદિરના ઉત્સાહને લઈને દેશના મધ્ય પ્રદેશ, ગોવા, ઉત્તરાખંડ, છત્તીસગઢ, આસામ, રાજસ્થાન, હરિયાણા અને ગુજરાત રાજ્યમાં પહેલાથી જ 22 જાન્યુઆરીએ જાહેર રજા જાહેર કરવામાં આવી છે.
મહારાષ્ટ્ર સરકાર દ્વારા પણ રજા જાહેર કરે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારને કારસેવકોને શહીદનો દરજ્જો આપવાની માગણી કરવામાં આવી હતી. 1990માં જે કારસેવકોનું મોત થયું હતું તેમને શહીદના દરજ્જો આપીને તેમની યાદમાં સ્મારક બનાવવું જોઈએ. કારસેવકના પરિવારને 22મી જાન્યુઆરીએ એક કરોડનું વળતર અને પરિવારના સભ્યોને પણ સરકારી નોકરી આપવાની એક સંસ્થાએ સરકારને ભલામણ કરી હતી.
રામ મંદિરના ગર્ભગૃહમાં આજે શ્રી રામ લલ્લાની મૂર્તિને બેસાડવામાં આવી હતી.
રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવને લઈને મુંબઈમાં પણ અનેક જગ્યાએ પણ કાર્યક્રમ યોજવામાં આવ્યા છે. મુંબઈના ગોરેગાંવમાં 21 જાન્યુઆરીએ સાંજે છ વાગ્યે ઉન્નતનગર શહીદ સ્મૃતિ મેદાનમાં દીપોત્સવ અને ભજન સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેમ જ મલાડમાં પણ રામાયણનો કાર્યક્રમ થવાનો છે.
મુંબઈ આ વિવિધ કાર્યક્રમ સાથે સોમવારે શ્રી રામની શોભા યાત્રા પણ કાઢવામાં આવશે. ઓશિવરામાં રવિવારે અખંડ રામાયણનું આયોજન કરવામાં આવશે. એલઈડી પર લાઈવ પ્રસારણ, મહાપ્રસાદ, મહાઆરતી અને સુંદરકાંડનું આયોજન કરવામાં આવશે. સોમવારે રામધુન કરવામાં આવશે. આ ઉપરાંત, શિંદે સેના દહીસરમાં રેલી કાઢશે.