નેશનલ

ડેરા સચ્ચા સૌદાના રામ રહીમને એક મહિનામાં સરકારે બીજીવાર આપ્યા પેરોલ….

ચંદીગઢ: હરિયાણાના રોહતકની સુનારિયા જેલમાં સજા કાપી રહેલા ગુરમીત રામ રહીમને સરકારે ફરી એકવાર 50 દિવસના પેરોલ આપ્યા છે. જો કે તેમાં મુખ્ય બાબત એ છે કે માત્ર 29 દિવસ પહેલા જ રામ રહીમ પોતાના પેરોલ પૂરા કરીને જેલમાં પરત ફર્યો હતો. પરંતુ તેને એક મહિનાની અંદર ફરી વાર પેરોલ આપવામાં આવ્યા છે.

રામ રહીમ આજે સવારે જેલમાંથી બહાર આવીને સીધો યુપીના બાગપતના બરનવા આશ્રમમાં જશે અને 50 દિવસ તે ત્યાં જ રોકાશે. ખાસ બાબત એ છે હરિયાણાની જેલના નિયમો અનુસાર કોઈપણ દોષિત કેદી વર્ષમાં 70 દિવસ માટે પેરોલ લઈ શકે છે. નવેમ્બર મહિનામાં હરિયાણા સરકારે રામ રહીમને 21 દિવસની રજા આપી હતી. આ દરમિયાન તે 21 દિવસ યુપીમાં બગવતના આશ્રમમાં રહ્યા હતા. અને ત્યાંથી જ તે 21 ડિસેમ્બરે રોહતક જેલમાં પરત ફર્યો હતો.

ઉલ્લેખનીય છે કે રામ રહીમને 2017માં પત્રકારની હત્યા અને બળાત્કાર કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં તેને 9 વખત પેરોલ મળી છે. પ્રથમ વખત 24 ઓક્ટોબર 2020ના રોજ એક દિવસની પેરોલ આપવામાં આવી હતી. તે સમયે રામ રહીમની માતા બીમાર હતી એટલે તેમને મળવા માટે પેરોલ આપવામાં આવી હતી. બીજી વાર પણ તેની માતા માટે જ પેરોલ આપવામાં આવી હતી. જો કે અત્યાર સુધીમાં જે રીતે રામ રહીમને 9 વખત પેરોલ આપવામાં આવી છે તેના કારણે હરીયાણા સરકાર પર ઘણા પ્રશ્ર્નો ઊઠી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button