ફિલ્મ ‘અન્નપૂર્ણિ’ના વિવાદને લઈને આખરે અભિનેત્રીએ માફી માગીને કરી આ જાહેરાત
મુંબઈ: લેડી સુપરસ્ટાર નયનતારાની એક ડિસેમ્બરે થિયેટરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘અન્નપૂર્ણિ’માં કથિત રીતે લવ જેહાદને પ્રોત્સાહન આપવાના મામલે વિવાદ સર્જાયો હતો. વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ) દ્વારા ફિલ્મને બૅન કરવાની પણ માગણી કરતાં ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સના ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું.
આ ફિલ્મને લઈને વિવાદ વધતાં નેટફ્લિક્સ દ્વારા આ ફિલ્મને હટાવવામાં આવી હતી. આ મામલે હવે ફિલ્મની લીડ રોલ કરનારી અભિનેત્રી નયનતારા અને ફિલ્મ મેકર્સ દ્વારા ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ ક્ષમા માગવામાં આવી છે.
તમિલ અને બીજી અન્ય ભાષામાં રિલીઝ થયેલી આ ફિલ્મને લઈને વધતાં વિવાદને લીધે હવે નયનતારાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરીને લોકોની માફી માગી છે. તેણે લખ્યું ‘જય શ્રી રામ’ ઈમાનદારીનો સકારાત્મક સંદેશ આ ફિલ્મને વડે પહોંચાડવાના અમારા પ્રયત્નને લીધે ભૂલથી લોકોની ભાવનાને આઘાત પહોચ્યો છે, એવી પોસ્ટ નયનતારાએ ઈન્સ્ટાગ્રામ પર શૅર કરી હતી.
આ પોસ્ટમાં નયનતારાએ લખ્યું કે આ મુદ્દાને ગંભીરતાથી સમજી રહી છું અને આ મામલે માફી પણ માગું છું. આટલા વિવાદ થયા છતાં થિયેટરમાં રિલીઝ થયેલી ફિલ્મને ઓટીટી પરથી હટાવી દેવામાં આવશે તેવી અપેક્ષા મને નહોતી, જેથી જે ફિલ્મને થિયેટરમાં બતાવવાની પરવાનગી આપતા સેન્સર બોર્ડ પર પ્રશ્ન ઉપસ્થિત થાય છે.
ફિલ્મમાં બતાવવામાં આવેલી બાબતો મારા વિચારોમાં પણ નથી આવતા. હું એક એવી વ્યક્તિ છું, જે બધી રીતે ભગવાન પર આસ્થા રાખે છે અને દેશભરના મંદિરોમાં પણ જાય છે. ફિલ્મમાં બતાવવામાં આવેલી દરેક બાબતોને હું જેની પણ ભાવનાઓને ઠેસ પહોંચી છે એવા લોકોની હું દિલથી ક્ષમા માગું છું.
ફિલ્મ ‘અન્નપૂર્ણિ’માં એક બ્રાહ્મણ છોકરીની સ્ટોરી બતાવી છે, જે એક ટૉપ શેફ બનવા માગે છે. આ દરમિયાન તેણે નોનવેજ ફૂડ પણ બનાવવાનું કહેવામા આવે છે. તેમ જ બ્રાહ્મણ છોકરીને તે નોનવેજ ફૂડને ખાતા પણ બતાવવામાં આવી છે. આ સાથે આ ફિલ્મમાં ભગવાન રામ, લક્ષ્મણ અને સિતાજી જ્યારે વનવાસમાં હતા તે દરમિયાન તેઓ પણ માંસાહાર કરતાં હતા એવું પણ કહેવામાં આવ્યું છે અને ફિલ્મમાં નયનતારાએ હિજાબ પહેરી નોનવેજ ફૂડ બનાવતા પણ દેખાડવામાં આવતા વિવાદ સર્જાયો હતો.
જોકે હવે ફિલ્મના પ્રોડ્યુસર્સ દ્વારા ફિલ્મને ઓટીટી પરથી હટાવ્યા પછી માફી માગી આ ફિલ્મમાં બતાવવામાં આવેલા વિવાસ્પદ સીન્સને હટાવી એક નવા કટ સાથે ફિલ્મને ફરી રિલીઝ કરવામાં આવશે એવી આપવામાં આવી હતી.