IND Vs AFG: મેચ ટાઈ થતાં જ પીચ પર Virat Kohliએ કરી દીધી આવી હરકત…
બેંગ્લોરઃ બુધવારે બેંગ્લોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી અફઘાનિસ્તાન સામેની છેલ્લી અને ફાઈનલ મેચ T-20I મેચમાં એક પછી એક રેકોર્ડ સર્જાયા હતા. બે સુપર ઓવર બાદ આખરે ટીમ ઈન્ડિયાએ ઐતિહાસિક જિત હાંસિલ કરી હતી. પરંતુ આ બધા વચ્ચે વિરાટ કોહલીએ સુપર ઓવરની જાહેરાત બાદ કંઈક એવું રિએક્શન આપ્યું હતું કે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને જોત-જોતામાં વિરાટ કોહલીનું આ રિએક્શન સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયું હતું. આવો જોઈએ વિરાટે એવું તે શું કર્યું…
ટીમ ઈન્ડિયા અને ટીમ અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી T20 મેચ ટાઈ થતાંની સાથે જ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ડીજેએ ‘મોયે મોયે’ ગીત વાગવા લાગ્યું હતું અને આ દરમિયાન વિરાટની સાથે કેટલાક ભારતીય ખેલાડીઓ પણ સ્ટેડિયમમાં હાજર હતા. જેવું મોયે મોયે ગીત વાગવા લાગ્યું એટલે તરત જ વિરાટ કોહલીએ આ ગીત પર તેનો સિગ્નેચર સ્ટેપ કરવાનું શરૂ કર્યું હતું. વિરાટ કોહલીની આ હરકત કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે ત્રીજી મેચ જીતીને ભારતે આ શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ કરી દીધું હતું. આ સિરીઝમાં અફઘાનિસ્તાનનો વ્હાઇટવોશ થવાની સાથે જ રોહિતની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં સૌથી વધુ ક્લીન સ્વીપ કરવાનો પાકિસ્તાનનો રેકોર્ડ તોડીને પોતાને નામે એક નવો રેકોર્ડ સ્થાપી દીધો છે.
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા આ મેચમાં 121 રન સાથે નોટ આઉટ હતો. અત્યાર સુધી રમાયેલી T20Iમાં રોહિતની આ પાંચમી સેન્ચ્યુરી હતી અને એની સાથે જ તે T20I ક્રિકેટમાં સૌથી વધુ સેન્ચ્યુરી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. રોહિત શર્માના શાનદાર પ્રદર્શન બાદ રોહિતને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. જ્યારે સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર અને બે વિકેટ લેનાર ઓલરાઉન્ડર શિવમ દુબેને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો.