Thai Air એશિયાની ફ્લાઈટમાં નીકળ્યો સાપ અને પછી…
બેંગકોક: આજકાલ ફ્લાઈટમાં રોજ કંઈને કંઈ ઘટનાઓ બની રહી છે. અને લોકો પાસે સ્માર્ટ ફોન હોવાના કારણે આ તમામ ઘટનાઓ ખૂબજ સરળતાથી વાઈરલ પણ થઈ જાય છે. આવી જ એક ઘટના વાઈરલ થઈ છે જેમાં બેંગકોકથી થાઈલેન્ડની રાજધાની ફૂકેટ જતી થાઈ એરએશિયાની ફ્લાઈટની ઓવરહેડ કેબિનમાં સાપ જોતા જ ત્યાં હાજર મુસાફરો ડરી ગયા હતા. અને ડરના કારણે મુસાફરોએ હોબાળો પણ કરી દીધો હતો. ફ્લાઈટના ઉપરના ભાગમાં એક સાપને જોઈને મુસાફરો ચોંકી ગયા હતા. એક યુઝરે આનો એક વીડિયો પણ શેર કર્યો હતો, જે અત્યારે ખૂબજ વાઈરલ થઈ રહ્યો છે. ફ્લાઈટે 13 જાન્યુઆરીએ બેંગકોકના ડોન મુઆંગ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ઉડાન ભરી હતી.
ત્યારે ફ્લાઈટમાં અચાનક સાપને જોઈને મુસાફરો ગભરાઈ ગયા હતા. વિડીયોમાં જોઈ શકાય છે કે સાપને પકડવા માટે ક્રુમેમ્બર કેવી રીતે બોટલ અને પોલીથિનનો ઉપયોગ કરી રહ્યા છે. જો કે આ વાઈરલ વિડીયો જોયા બાદ સોશિયલ મીડિયા પર હોબાળો થઈ ગયો હતો.
સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે આવું પણ થઈ શકે છે. જો કે ફ્લાઇટ એટેન્ડન્ટે જે રીતે પરિસ્થિતિને સંભાળવામાં શાણપણ દાખવ્યું તેના પણ લોકો વખાણ કરી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું હતું કે પ્લેનમાં સાપ જોવા મળે આવું ખરેખર થાય ખરા. બીજાએ લખ્યું હતું કે વિશ્વાસ આવતો કે મે રાતે જોયેલું સપનું આજે સાચે જ જોઈ રહ્યો છું. ત્યારે વળી એક યુઝર્સે કમેન્ટમાં લખ્યું હતું કે આશા છે કે તેના માતા-પિતા અને ભાઈ આ ફ્લાઈટમાં નહીં હોય. ઉલ્લેખનીય છે કે અગાઉ કાલીકટથી દુબઈ જતી ફ્લાઈટમાં પણ આ રીતે સાપ નીકળ્યો હતો.