Iran અને Pakistan વચ્ચે પરસ્પર હવાઈ હુમલા પર અમેરિકી રાષ્ટ્રપતિએ આપ્યું આવું નિવેદન…
પાકિસ્તાને પણ ઈરાન વચ્ચે થયેલા હવાઈ હુમલાઓમાં ઘણા લોકોના મૃત્યુ થયા છે. ત્યારે પાકિસ્તાને કરેલા હવાઈ હુમલામાં કુલ 9 લોકોના મોત થયા હતા. પાકિસ્તાનના જણાવ્યા અનુસાર ઈરાન પર હુમલો કરનાર આતંકવાદી જૂથ પાકિસ્તાની મૂળના એક આતંકવાદી જૂથ સાથે જોડાયેલું હતું. આ જવાબી હુમલો કર્યા બાદ ઈરાન અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે.
આ ઘટના બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને પણ ઈરાન અને પાકિસ્તાનના હવાઈ હુમલા વિશે કહ્યું હતું કે પાકિસ્તાન અને ઈરાન દ્વારા એકબીજા પર કરવામાં આવી રહેલા હવાઈ હુમલાઓના કારણે જે તણાવપૂર્ણ વાતાવરણ ઊભું થયું છે. તે યોગ્ય નથી. તેના કારણે ઘણા લોકો પર તેની સીધી અસર પડી રહી છે.
આ ઉપરાંત બાઈડને એમ પણ કહ્યું હતું કે અમારે પહેલા એ સમજવું જોઈએ કે હાલની પરિસ્થિતિમાં કેવી રીતે સુધારે કરી શકાય. કારણ કે આ એર સ્ટ્રાઈક અત્યારે ચિંતાનો વિષય બની ગઈ છે. સૌ પ્રથમ ઈરાને પાકિસ્તાન પર હવાઈ હુમલો કર્યો અને ત્યારબાદ પાકિસ્તાને જવાબી હુમલો કર્યો હતો. તેમજ પાકિસ્તાને કહ્યું હતું કે ઈરાનની એરસ્ટ્રાઈક તેની એરસ્પેસનું ઉલ્લંઘન અને આંતરરાષ્ટ્રીય નિયમોની વિરુદ્ધ છે અને એટલે જ અમે તેનો જવાબી હુમલો કર્યો હતો.
જો કે પાકિસ્તાની અધિકારીઓનું કહેવું છે કે તેમને કરેલા હુમલાઓમાં ફક્ત આતંકવાદીઓના ઠેકાણાઓને જ નિશાન બનાવવામાં આવ્યા હતા. બંને બાજુ થયેલા આ હુમલાઓ બાદ ઈસ્લામાબાદે ઈરાની રાજદૂતને દેશમાં હાંકી કાઢ્યા અને તેહરાનમાંથી તેના રાજદૂતને પાછા બોલાવી લીધા હતા. નોંધનીય છે કે ઈરાન અને પાકિસ્તાન વચ્ચે 900 કિલોમીટર લાંબી સરહદ છે જ્યાંથી ઘણા લોકો અને આતંકવાદી પણ ઘૂસણખોરી કરતા હોય છે.