ટોપ ન્યૂઝનેશનલ

Ram lalla idol: પ્રાણ પ્રતિષ્ઠા પહેલા રામલલાની મૂર્તિની પ્રથમ ઝલક

અયોધ્યામાં રામ મંદિરમાં રામ લલ્લાના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. એ પહેલા ભગવાન રામની મૂર્તિની પ્રથમ ઝલક મળી છે. મૂર્તિને હાલ ગર્ભગૃહમાં રાખવામાં આવી છે.

16 જાન્યુઆરીથી જ પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ શરૂ થઈ ગઈ છે. રામલલાની 200 કિલો વજનની નવી મૂર્તિને ગઈકાલે જન્મભૂમિ મંદિર પરિસરમાં લાવવામાં આવી હતી અને આજે તેને ગર્ભગૃહમાં પહોંચાડવામાં આવી છે. અગાઉ રામ લલ્લાની મૂર્તિને મંદિર પરિસરની મુલાકાતે લઈ જવાની યોજના હતી, પરંતુ મૂર્તિના વજનને કારણે રામ લલ્લાની 10 કિલોની ચાંદીની મૂર્તિને પરિસરમાં લઈ જવામાં આવી હતી.

મૈસૂરના અરુણ યોગીરાજે ભગવાન રામની આ મૂર્તિ બનાવી છે. અરુણ યોગીરાજ દેશના સૌથી પ્રખ્યાત શિલ્પકારોમાંના એક છે. મૂર્તિઓ બનાવવા માટે યોગીરાજ અરુણ તેમના પરિવારની પાંચમી પેઢીમાંના એક છે. તેમના પૂર્વજો મૈસુરના રાજાના સમયથી શિલ્પના ક્ષેત્રમાં કામ કરતા આવ્યા છે
.

અયોધ્યામાં બની રહેલા રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ બપોરે 12.30 કલાકે રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સહિત 6000 ઉપરાંત નેતાઓ ભાગ લેશે. 4000 સંતો પણ સામેલ થશે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button