મેટિની

સફેદ ચહેરો (પ્રકરણ-૫)

‘પછી…?’ પછી એ જ કે પંદર વર્ષની વયે જ મેં ઘર છોડી દીધું અને ત્યારબાદ વર્ષોની રઝળપાટ પછી લગભગ તેર વર્ષ બાદ મેં ફરીથી રંગપુરમાં પગ મૂક્યો.’ દેશાઈભાઈએ ફરીથી સિગારેટનો જોરદાર દમ માર્યો

કનુ ભગદેવ

(ગતાંકથી ચાલુ)
દેશાઈભાઈ કહેતો હતો:
‘મારા પૂર્વજો ખૂબ જ શ્રીમંત હતા અને લક્ષ્મી એમના પગમાં આળોટતી હતી. આટલો

બધો બેસુમાર પૈસો વાસ્તવમાં એક ખાણના કારણે હતો. આ ખાણમાંથી પુષ્કળ કોલસો

નીકળતો હતો. કોલસામાંથી તેઓ સાત પેઢી ખાય તોપણ ન ખૂટે એટલું બધું ધન કમાયા.

ભવિષ્યને એમણે નજર સામે ન રાખ્યું અને ફાવે તેમ ધન વેડફવા લાગ્યા અને એક દિવસ

અચાનક એમના નસીબે એમને છેલ્લી સલામ ભરી દીધી.’
‘કેમ શું થયું?’ દેશાઈભાઈને ચૂપ થયેલો જોઈને દિવાકરે પુછ્યું.
દેશાઈભાઈ બોલ્યો :
‘ખાણમાંથી કોલસો નીકળતો બંધ થઈ ગયો. મારો જન્મ થયો ત્યાં સુધીમાં તો મારા

પૂર્વજો તવંગરમાંથી એકદમ ગરીબ બની ગયા હતા. મારો બાપ પથરાળ જમીનમાં ખેતી

કરતો અને ગુજરાન જેટલું ઉત્પાદન લણી ખાતો. મારાથી એક મોટોભાઈ છે અને એક

બહેન પણ ! વયની દૃષ્ટિએ એ બંને મારાથી મોટાં છે. આ બધા પાસે સમય પસાર

કરવાનું, જીવન વિતાવવાનું એક સાધન હતું – પોતાના બાપદાદા અને વંશના ગૌરવથી

વાતો સવાર – સાંજ આરતીની જેમ બીજાઓને સંભળાવવાનું. મારું ભરણ પોષણ પણ જાણે

હું ખેતી કરવા માટે જ જન્મ્યો હોય એ રીતે થયું. તેઓ એમ જ ઈચ્છતા હતા કે એ લોકોની

જેમ હું પણ ખેતરમાં બળદ હાંકું, આંબાનાં વૃક્ષોને પાણી પાઉં અને ભૂખ્યો રહીને મારા

પૂર્વજોનાં ગુણગાન ગાતો રહું અને આ જ રીતે એક દિવસ મૃત્યુને ભેટી જઉં. પરંતુ આ માટે

હું હરગીઝ તૈયાર નહોતો.

દિવાકરે પૂછ્યું : ‘પછી…?’
દેશાઈભાઈ બોલ્યો : ‘મને સિગારેટ આપ’
અને દિવાકરે સામે ધરેલા સિગાર – કેસમાંથી એક સિગારેટ પસંદ કરીને દેશાઈભાઈએ

પેટાવી.
વળતી જ પળે એણે એક જોરદાર કશ ખેંચ્યોં અને ઢગલો એક ધુમાડો એના ફેફસામાં

ઊતરી ગયો.
‘પછી…?’ પછી એ જ કે પંદર વર્ષની વયે જ મેં ઘર છોડી દીધું અને ત્યારબાદ વર્ષોની

રઝળપાટ પછી લગભગ તેર વર્ષ બાદ મેં ફરીથી રંગપુરમાં પગ મૂક્યો.’ દેશાઈભાઈએ

ફરીથી સિગારેટનો જોરદાર દમ માર્યો.

‘તેર વર્ષમાં રંગપુર ઘણું બદલાઈ ગયું હતું. મારાં માતા-પિતા આ ફાની સંસારનો ત્યાગ

કરી ગયાં હતાં અને મારો ભાઈ વૃદ્ધાવસ્થા તરફ ઢળતો જતો હતો. મારી બહેન વિદ્યા ત્યાં

જ રહી ગઈ. એણે લગ્ન ન કર્યાં તે ન જ કર્યાં. એ આજન્મ કુંવારી જ રહેવા માગતી હતી.

બીજી વાત એ કે તેઓ પહેલાં કરતાં પણ વધુ કંગાળ બની ગયાં હતાં. મેં એ લોકોને ખૂબ

જ સારી કહી શકાય એવી આર્થિક મદદ કરી. મારા મોટાભાઈ, એમનું નામ છનાભાઈ છે,

એમણે મને આગ્રહ કર્યો કે મારે હવે રંગપુરમાં જ એ લોકોની સાથે રહેવું અને ખેતીવાડી

સંભાળી લેવી તથા આ રીતે વંશપરંપરાગતનો રિવાજ નિભાવવો. દિવાકર, એ લોકો

ક્યારેય મને ન જ સમજી શક્યા.’
દિવાકરે પૂછ્યુ : ‘પછી…? તેં શું કહ્યું?’

દેશાઈભાઈએ હતાશ સ્વરે કહ્યું : ‘હું શું કહું ? મેં ફરીથી રંગપુર છોડી દીધું… અલબત, એ

પછી હું ત્યાં અવારનવાર આવ-જા કરતો રહેતો હતો. આનું મુખ્ય કારણ એ જ કે મારી

બહેન વિદ્યા પ્રત્યે મને ખૂબ સ્નેહ છે. એને હું ખૂબ જ ચાહું છું. બાકી છનાભાઈ તરફ તો મને

બિલકુલ લાગણી નથી. એક મોટાભાઈ હોવાને કારણે હું એને માન આપું એટલું જ!’
‘હં…’
દેશાઈભાઈએ આગળ ચલાવ્યું :
‘મારા ભાઈ તરફ મને ધિક્કાર એટલા માટે છે કે પહેલી વાત-એનો સ્વભાવ અત્યંત

ખરાબ હડકાયા કૂતરા જેવો છે. બીજું એ પૂરેપૂરી રીતે અમારા બાપ-દાદાઓ પર જ ઊતર્યો

છે. આ લોકો સિવાય એક બીજો પણ મારો સગો છે. મારા કાકાનો દીકરો રમણ દેશાઈ ! એ

ત્યાં જ રહે છે. તે એક નંબરનો અવ્વલ, ધૂર્ત તથા કમીનો માણસ છે. ખેતીવાડી કરીને એ

પણ પોતાનું પેટિયું કમાઈ ખાય છે. તે મારાં ભાઈ-બહેનથી દૂર એક જુદા જ મકાનમાં રહે

છે. રંગપુરની નાની સરખી વસ્તી વટાવ્યા બાદ ખાડીને કિનારે આવેલા એક મકાનમાં

મારા ભાઈ-બહેન રહે છે. હવે હું મુદ્દાની વાત પર આવું છું.’
સિગારેટનો છેલ્લો કશ ખેંચીને દેશાઈભાઈએ સળગતા ઠૂંઠાને કારમાં જ બૂટનાં તળિયા નીચે

મસળી નાંખ્યુ.

પછી બોલ્યો :
‘પરમ દિવસે મને મારા ભાઈએ રંગપુર બોલાવ્યો હતો.
તે હમણાં બે-ત્રણ મહિનાથી બીમાર રહે છે. કોણ જાણે કેમ એના મગજમાં ભૂંસું ભરાઈ ગયું

છે કે પોતાનો અંત નજીકમાં જ છે. એણે પરમ દિવસે મને ફરીથી સલાહ આપી કે મારે હવે

રંગપુરમાં જ સ્થાયી થઈને રહેવું. એની આ માગણીનું મુખ્ય કારણ એ જ કે તેને કોઈ

સંતાન નથી. બીજું મારી બહેન પણ અપરિણીત છે. તેણે કહ્યું કે જો હું રંગપુરમાં આવીને

સ્થિર નહીં થઉં તો જમીનદારી કાકાના પુત્ર રમણ દેશાઈના હાથમાં ચાલી જશે.’
‘આ તો તારા મોટાભાઈએ સાચેસાચ જ વાજબી વાત કરી છે.’ દિવાકર કારને જમણી

દિશાએ ફંટાતી એક ઉજ્જડ સડક પર વાળતાં બોલ્યો, ‘તો એમની વાત એકદમ યોગ્ય

છે.’
‘પરંતુ દોસ્ત મારા…’ દેશાઈભાઈ કડવા અવાજે બોલ્યો, એ જમીનદારીમાં કે જે

વાસ્તવમાં ખંડેર અને ઊબડખાબડ જમીન તથા નકામી ખાણ સિવાય કંઈ જ નથી. ત્યાં

જઈને મારે કરવું શું ? અરે મારો તો એક પણ દિવસ ત્યાં ન જ જાય ! અને જઉં તો મારા

અહીંના બિઝનેસનું શું ? નહિ હું ત્યાં જઉં એ કદાપિ બનવાનું નથી. એ ઉજ્જડ ખંડેરોમાં

બીજું દાટ્યું પણ શું છે ?’
‘અરે બીજું તો ઠીક એ જમીનદારી ખુદ મારા કાકાનો પુત્ર કે જે એક ચલતાપુર્જા છે એ

પોતે પણ લેવા નથી માગતો. મારા ભાઈને એવો ભ્રમ છે કે જમીનદારી કાકાનો છોકરો

રમણ પચાવી પાડશે. પરંતુ રમણ પોતે જ એ લેવા માટે તૈયાર નથી. કોણ ત્યાં જઈને

પોતાનું માથું અફાળે ?’

દિવાકરે કહ્યું : ‘ઠીક આગળ બોલ…’
‘આગળ એ જ વાત વધી ગઈ, ભાઈ સાથે મારે ખૂબ જ ઝઘડો થયો. એણે મને ખૂબ જ

સાચી-ખોટી વાતો સંભળાવી. આડાઅવળી સહન ન થાય એવાં ટોણાં માર્યાં અને કહ્યું કે હું

ગેરકાયદેસર બિઝનેસ કરું છું, દાણચોરી કરું છું, અને એ કારણે વંશનું નામ ડૂબતું જાય છે.

એટલું જ નહિ, એણે મને બે તમાચા પણ મારી દીધા. મારા જેવા માથા ફરેલા માણસને

આ વર્તણૂક ઘોર અપમાન જેવી લાગી.

‘જા એ મારો ભાઈ ન હોત તો મેં ક્યારની એ એના ફેફસામાં છૂરી ઉતારી દીધી હોત. પણ

અપમાનનો ઘૂંટડો હું ગળે ઉતારી ગયો. મેં માંડ માંડ મારા મગજને કાબૂમાં રાખ્યું. અને

છેવટે એની સામે પાણી મૂકીને આવ્યો કે હવે જયાં સુધી તમે જીવતા છો ત્યાં સુધી

રંગપુરમાં કદાપિ પગ નહિ મૂકુ.’
દિવાકર શાંતિથી સાંભળતો હતો.

‘આ ઝઘડાની વચ્ચે હું મારી બહેનના અસ્તિત્વને તો સાવ ભૂલી જ ગયો હતો. વિદ્યા ! એ

બિચારીને ખૂબ જ તકલીફ અને માનસિક અશાંતિ ભોગવવી પડી છે. હું અહીં પાછો ફર્યો તે

તરત જ મને એનો તાર મળ્યો. એણે મને રૂબરૂમાં વાતો કરવા માટે રંગપુર બોલાવ્યો છે.

હું તો ધર્મસંકટમાં મુકાઈ ગયો છું. દિવાકર !

‘એક તરફ બહેનનો સ્નેહ મને રંગપુર તરફ ખેંચી જવા માગે છે અને બીજી તરફ મને

મારી પ્રતિજ્ઞા અવરોધે છે કે મારો ભાઈ જીવતો છે ત્યાં સુધી હું કદાપિ રંગપુરમાં પગ નહિ

મૂકું. અધૂરામાં પૂરું જ્યારે મેં રંગપુરમાં પગ ન મૂક્વાનું મારા ભાઈ સમક્ષ ખૂબ જ જુસ્સાથી

પાણી મૂક્યું ત્યારે એણે કટાક્ષમાં કહ્યું હતું કે તું તારી મેળે જ રંગપુરમાં તારી ગરજે દોડ્યો

આવીશ.’
‘દોસ્ત ! એનાં આ કટુ વચનો મને સળગતા અંગારા જેવાં લાગ્યાં છે. હવે મારે શું કરવું ?

મારી બહેન અમારા બન્ને વચ્ચેનું મન:દુખ દૂર કરવા માગે છે, અને એટલા ખાતર જ એણે

મને તાર કરીને રંગપુર તેડાવ્યો છે, પરંતુ હું મારી પ્રતિજ્ઞાનો ભંગ કરી શકું તેમ નથી.’
દિવાકરે પૂછ્યું : ‘તો પછી તું શું કરવા માગે છે?’

દેશાઈભાઈએ કહ્યું : ‘મેં તને એટલા માટે જ બોલાવ્યો. હું ઈચ્છુ છું કે મારે બદલે તું જ

રંગપુર જા. ત્યાં જઈને મારા બહેનને મળ, અને એને અહીં બોલાવી લાવ. હું અહીં મુંબઈમાં

જ તેની સાથે વાત કરીશ. એ પછી તું પોતે જ તેને રંગપુર મૂકી આવજે…’
દિવાકરે લાંબો શ્ર્વાસ ભર્યો.

નાના-સરખા કૌટુંબિક ઝઘડાને દેશાઈભાઈએ એટલું બધું મોટું રૂપ આપી દીધું એથી તે

એના પર મનોમન ધૂંધવાઈ ઉઠ્યો. કમબખ્તે નાટક-શોની બધી મજા મારી નાખી…
‘ઠીક છે.’ મનોમન ઊછળતા રોષને શમાવીને એ બોલ્યો, ‘હું રંગપુર જઈ આવીશ.’

‘અત્યારે આઠને દશ મિનિટ થઈ છે.’ દેશાઈભાઈ બોલ્યો, ‘બે-અઢી કલાકમાં તો તું ત્યાં

કાર મારફતે પહોંચી જઈશ. હું તને રંગપુરનો નકશો તથા સ્થળ સમજાવી દઉં છું. ખાડીના

કિનારે એક ખંડિયેર જેવા મકાનમાં વિદ્યા રહે છે. ભાઈ સાથે તે નથી રહેતી, કેમ કે તેને

પણ મારી જેમ ભાઈનો સ્વભાવ માફક નથી આવતો. તું એને મારી લાચારી સમજાવી

દેજે.’
‘ભલે…’


અને બરાબર વીસ મિનિટ પછી દિવાકર સુરત-મુંબઈને જોડતા હાઈવે પર હતો. એની કાર

સડક પર આગળ ધસમસતી હતી.
શહેર અને પરાઓની વસ્તી પાછળ છૂટતી જતી હતી…
–બોરીવલી… દહિસર… મીરારોડ… બોઈસર… વિરાર…
કાર સૂમસામ સડક પર આગળ વધતી હતી અને રાતના સાડા નવ વાગ્યા હતા.

અચાનક તે જોરથી ચમક્યો. કારની પાછલી સાઈડમાંથી એક અવાજ સંભળાયો.

‘હે ભગવાન, આ તે હું ક્યાં ફસાઈ પડી? કમબખ્ત મારો તો દમ જ ઘુંટાઈ ગયો.’
હેબતાઈ ગયેલા દિવાકરના બન્ને હાથ સ્ટિયરિંગ પર મજબૂત રીતે જકડાઈ ગયા. એણે

ગરદન ફેરવીને પાછળ નજર કરી.
સૌ પહેલાં ધૂળ અને માટીથી ખરડાયેલા વાળ દેખાયા પછી મસ્તીખોર ચહેરો અને

ત્યારબાદ…? દિવાકરે એ ચહેરાને ઓળખ્યો.
-એ કિરણ હતી.
‘અરે…ડાર્લિંગ તું…?’ દિવાકર આશ્ર્ચર્યથી બોલી ઊઠ્યો, ‘તું અહીં ક્યાંથી?’
કિરણે કહ્યું, ‘અરે…અહીં મારો જીવ જાય છે અને તું પૂછપરછની રામાયણ માંડી બેઠો !

કેટલાય કલાકો સુધી મારે આ સીટ નીચે ટૂંટિયું વાળીને રહેવું પડ્યું કમબખ્ત મારો તો જીવ

જ નીકળી જતો હતો.

દિવાકર બોલ્યો : ‘તો તું પાછલી સીટ નીચે છુપાઈ ગઈ હતી એમ ક્યાંરથી?’
‘અરે…પાગલ, છુપાઈ ક્યાં હતી? આરામથી ટૂંટિયું વાળીને પડી હતી. હવે રહી વાત

ક્યારની? તો સાંભળ ડિયર ! તે ફોનમાં ફિલ્મ જોવા આવવાનો ઈન્કાર કર્યો એટલે મારી

કમાન છટકી. તું વાત પૂરી કરે એ પહેલાં જ રિસિવર મૂકી દીધું અને પછી તું તાર

ફ્લેટમાંથી બહાર નીકળે એ પહેલાં –હે ઈશ્ર્વર ! દિવાકર સ્વગત બબડ્યો, ‘કદાચ..કદાચ

પીઠભેર ટેકો લેવા માટે કિરણ રેલિંગ પર નમી ગઈ હોય… અને પછી અચાનક તૂટી

જવાથી તે નીચે ઘૂઘવાટા મારતી ખાડીમાં ગબડી પડી હોય.!

એની આંખો સામે પળભર અંધકાર છવાઈ ગયો. ગળામાં જાણે શૂળ ભોંકાતા હોય એવી

વેદના થવા લાગી અને હોઠ સુકાવા લાગ્યા.

તૂટેલી રેલિંગથી સહેજ દૂર ઊભા રહી કમ્મર નમાવીને એણે ટોર્ચનો પ્રકાશ નીચે લહેરાતી

ખાડી પર ફેંક્યો. શક્તિશાળી પાવરફૂલ ટોર્ચના ધોધમાર અજવાળામાં લગભગ સાઠ ફૂટ

નીચે પથરાળ જમીન પર ખાડીનાં ઊછળતાં મોજાંની ભીષણ ગર્જના કરતાં પછડાતાં

જોઈને દિવાકરનો અર્ધો જીવ નીકળી ગયો. ઉપર આટલી ઊંચાઈએ પડવાથી માનવદેહની

શી ગતિ થાય એની કલ્પના પણ દુષ્કર હતી.
એ અર્ધ વિક્ષિપ્તવસ્થામાં નીચે ખાડીમાં ઊતરવાનો માર્ગ શોધવા લાગ્યો. પરંતુ ત્યાં

ઘટાટોપ અંધકારમાં કાળા ધાબાં સિવાય બીજું શું દેખાય!

ઉપરાંત ઊતરી શકાય એવો કોઈ રસ્તો નહોતો. ત્યાં જ મોતનાં ઉઘાડા જડબાં જેવી એ

ભયંકર ખાડીમાં પોતાનામાં જીવનની પરવા કર્યા વગર હાથે કરીને મૃત્યુને નોતરતો હોય

એ રીતે તે એક સ્થળે ઊતરી જ પડ્યો.

ખતરનાક ઢોળાવ અને સાક્ષાત યમદૂત જેવી પથરાળ ટેકરીઓની વચ્ચેથી તે નીચે

ખાડીમાં ઊતરવા લાગ્યો, ઠેકઠેકાણે એ પડ્યો-આખડ્યો, એના હાથ-પગ, મોં અને પીઠમાં

ઠેકઠેકાણે લોહી ઝરતા ઉઝરડાઓ થયા. કપડાં તાર-તાર થઈ ગયાં. પરંતુ એને એનું ભાન

જ ક્યાં હતું!

જે કામ માટે તે આ સ્થળે આવ્યો હતો એ એના મગજમાંથી સદંતર ભુલાઈ ગયું હતું અને

અત્યારે આ પળે તો એના દિમાગમાં એક જ અસ્તિત્વ ગાજતું હતું-કિરણ !
પડતો-આખડતો છેવટે તે નીચે ખાડી સુધી પહોંચી ગયો…
થોડી પળો ઊભા રહીને એણે ઊખડી ગયેલા શ્ર્વાસને કાબૂમાં લીધો.

પ્રત્યેક જાતનાં આવી પડનારાં ભયાનક જોખમ સામે ઝઝૂમવા માટે પોતાની જાતને તૈયાર

કરી અને ત્યારબાદ ટોર્ચના અજવાળાને ચારે તરફ ઘુમાવતો આગળ વધ્યો.
ઉપર કિરણ જે સ્થળે ઊભી હતી એની બરાબર નીચે અનુમાનના આધારે તે પહોંચવાનો

પ્રયાસ કરતો હતો, ત્યાં ઊભા રહીને એણે ફરીવાર કિરણને બૂમો પાડી
પથરાળ ચટ્ટાનો પર પોતાની જાતને ખાડીના લહેરાતા-વીંઝાતા ભીષણ અને જબરો શોર

મચાવતાં રાક્ષસી મોજાથી બચાવતો તે આગળ વધતો ગયો.
અને પછી સહસા એનો પગ કોઈક વસ્તુ સાથે ટકરાયો.

એ વસ્તુ પથરાળ ચટ્ટાન નહિ પણ કોઈક બીજી જ છે, એવો સ્પષ્ટ આભાસ તેને થયો.
એણે પગ તરફ ટોર્ચનો પ્રકાશ રેલાવ્યો.

ત્યાં એક માનવદેહ પડ્યો હતો.

એનો શ્ર્વાસ રૂંધાઈ ગયો અને આંખો મીંચાઈ ગઈ…
ફરીથી પળભર બાદ એણે પ્રકાશ ફેંક્યો.

એ કિરણ નહોતી.
એક આધેડાવસ્થાના માનવીનો એ દેહ હતો. મૃત્યુ પછી પણ એની આંખો ઉઘાડી હતી.

અને એ ભયાનક દેખાવ કે મરનાર માનવીની તેના આખરી અંતની બે પળ પહેલાં તેની

સામે હતો. એનું પ્રતિબિંબ આબેહૂબ રીતે અત્યારે તેની નિર્જીવ અને ખુલ્લી ફટાક આંખોમાં

અંકિત થઈને જામી ગયું હતું. એ માનવીની છાતીમાંથી લોહી ખડળીને જામતું જતું હતું

અને તેની લાશના ચહેરા સામે જડવત્ બનીને તાકી રહ્યો.

દેશાઈભાઈના ચહેરા સાથે સામ્ય ધરાવતું લક્ષણ ઊપસ્યું.

દિવાકરને ઓળખતાં બહુ વાર ન લાગી.

એ દેશાઈભાઈનો ભાઈ છનાભાઈ હતો.

ટોર્ચના પ્રકાશ મરનારની છાતી પર સ્થિર થયો ત્યાં એક છેદ હતું.

કદાચ એને ખૂબ નજીકથી ગોળી મારવામાં આવી હતી, અને પછી તેને નીચે ખાડીમાં ફેંકી

દેવામાં આવ્યો હતો.

દિવાકરના હૃદયના ધબકારા નગારાની જેમ ગાજવા લાગ્યા અને તે ચેતનાશૂન્ય જેવો

બનીને ત્યાં જ ઊભો રહી ગયો.

–કાળી, ભેંકાર ડરામણી રાત…!
–ખોફનાક પવનથી વીંઝાતાં વૃક્ષોની ડાળીઓનો, ચૂડેલનાં હાસ્ય જેવો ભીષણ ખડખડાટ !

તનમનમાં ભય ભરી દેતો સન્નાટો…
–ઉજ્જડ અને વિગન સ્થાન…
–શોર મચાવતાં મોજાં…
–અને..અને
–એક લાશ…!
–હે ઈશ્ર્વર ! આ બધું શું છે ? દિવાકરનાં જ્ઞાનતંતુઓ અનેક સવાલોથી ઝણઝણતાં હતાં.

કોણે આ ભલા માણસનું આટલી બેરહેમીથી કમકમાટી ઉપજાવે એવું મોત નિપજાવ્યું છે ?

કોણ છે એ બેરહેમ ઈન્સાન…!
સહસા એના દિમાગમાં ઝાટકો વાગ્યો. દેશાઈભાઈના શબ્દો યાદ આવ્યા. એણે કહ્યું હતું.

‘દિવાકરભાઈ સમક્ષ મેં પ્રતિજ્ઞા ઉચ્ચારી છે-હવે જ્યાં સુધી તમે જીવતા છો, ત્યાં સુધી

રંગપુરમાં પગ નહિ મૂકું..’
‘મારી બહેન વિદ્યા પ્રત્યે મને ખૂબ સ્નેહ છે દોસ્ત. લીધેલ પ્રતિજ્ઞા ખાતર હું રંગપુર જઈ

શકું તેમ નથી. એટલે તું જ જઈને મારી બહેનને અહીં તેડી લાવ. હું તેની સાથે વાત કરી

લઈશ. પછી તું જ એને પાછો રંગપુર મૂકી આવજે…’

અને પછી કિરણનો રોષભર્યો ચહેરો કાલ્પનિક રીતે આંખો સામે ઊપસી આવ્યો.

‘દિવાકર, હું તને સ્પષ્ટ અને સાફ શબ્દોમાં કહું છું કે તારો આ દોસ્ત દેશાઈભાઈ મને તો

અઠંગ ખેલાડી અને પકો ફરંદો માણસ લાગે છે. મને એના રંગઢંગ બહુ સારા નથી લાગતા.

તે દિવસે જાણે કે તે મને કાચી ને કાચી…’

–અને પછી દિવાકર આંતરિક મનમાંથી પડઘો ઊઠ્યો.

–કોઈ માણસ આ દુનિયામાં વગર સ્વાર્થે તારા જેવા રસ્તે રખડતા ભિખારીને ઊંચકીને

સ્વર્ગમાં બેસાડે ખરો?

સાળા મૂરખ ! જરા તો વિચાર કર ! આ એનો પૂર્વ યોજિત પ્લાન છે. તને એણે શેતરંજનું

પ્યાદું બનાવ્યો છે, એટલી વાત પણ તારા દિમાગમાં નથી ઊતરતી…! તાર…? વિદ્યાનો

તાર…! ભાઈ સાથે ઝઘડો…! બેવકૂફ આ તને ફસાવવાનું એનું દેશાઈભાઈનું ષડયંત્ર જ

છે…! અને એની ચાલમાં હવે તું આબાદ ફસાઈ ગયો છે.

તારી પહેલાં જ એણે અહીં પહોંચીને પોતાના ભાઈને મૃત્યુને ઘાટ ઉતારી દીધો. કમઅક્કલ,

બેવકૂફ ઈન્સાન…! આ ખૂનનો ગાળીયો તારા ગળામાં ભેરવાય એટલા માટે જ એણે તાર

વગેરેની ખોટી બાબત ઉપજાવી કાઢી…ભાગ…અહીંથી ભાગ…!

પોલીસ અને કાનૂનનો વિકરાળ, લોખંડી પંજો તારી ગરદનને જકડાય એ પહેલાં જ અહીંથી

નાસી છૂટ…!
દેશાઈભાઈ…! મક્કાર…! સાલ્લા કમીના… હું તને જોઈ લઈશ. દિવાકરના હોઠ ફફડ્યા…!

એનો ચહેરો કમાનની જેમ ખેંચાઈને સખત બની ગયો. એની ખૂબસૂરત આંખોમાં વૈરાગ્નિનો

ભડતો ફૂટી નીકળ્યો.

હું નહિ જાઉં…નહિ ભાગું…! હું કાયર નથી એ વાત દેશાઈભાઈનાં બચ્ચાંને પુરવાર કરી

આપીશ એ નાલાયકને હું રિબાવી રિબાવીને ખુદ શયતાનને પણ કમકમાટી ઊપજે અને

યમરાજ પણ ધાક ખાઈ જાય એવા ભયંકર મોતે મારીશ…
દિવાકરે ફરીથી દાંત કચકચાવ્યા…
અને એ ફરીથી ચકડોળે ચડી ગયો.
દેશાઈભાઈ જેવો જિગરજાન દોસ્ત પોતાને આ રીતે ફસાવી શકે ખરો ?
–પણ તો પછી આ બધું શું છે ? દેશાઈભાઈએ ખૂનમાં હાથ નથી રંગ્યા તો પછી કોણે આ

કાળું કામ કર્યું ? આ ઉજ્જડ ઈલાકામાં કયું નાટક ભજવાઈ રહ્યું છે. અને કોણ છે એનો

સૂત્રધાર ?
ફરીથી એના દિમાગમાં કિરણ ઝળકી.

અને છનાભાઈની નૃશંસતાપૂર્વક કરવામાં આવેલી હત્યા, બીજી પણ ઘણી ઘણી ભયંકર

શક્યતાઓ તરફ એના દિમાગને ઘસડી ગઈ. કદાચ, અહીં નીચે જે પળે છનાભાઈને મૃત્યુને

ઘાટ ઉતારતો હોય, બરાબર એ જ પળે કિરણે ઉપરથી ખૂનીની અસ્પષ્ટ આકૃતિ જોઈ… વધુ

સ્પષ્ટ રીતે જોવા માટે તે રેલિંગ પર નમી ગઈ અને પછી રેલિંગ તૂટી જવાના કારણે તેના

પરથી નીચે ઊથલી પડી.
પરંતુ ખૂન એક બીજી વ્યક્તિ તરફ સંકેત કરે છે. ખૂનીની તરફ ! ખૂન થયું છે અને ખૂની

જરૂર આસપાસમાં જ હોવો જોઈએ. બનવાજોગ છે કે એણે જ કિરણ પર હુમલો કર્યો હોય

!… અને એ માટે જ તેણે મદદ ખાતર ચીસ પાડી હોય ! એ પણ શક્ય છે કે તેણે કિરણને

ઉઠાવીને નીચે ફેંકી દીધી હોય !

આ કલ્પનાથી એનો જીવ તાળવે બંધાયો. ખૂની જરૂર આટલામાં જ ક્યાંક ભરાઈને બેઠો છે

એટલું જ નહિ, બેઠો બેઠો પોતાની પ્રત્યેક હિલચાલને તાકી રહ્યો છે. તક મળતા જ તે

પોતાના પર હુમલો કરી શકે છે.

–દિવાકર પાસે કોઈ જ હથિયાર નહોતું. પોતે રિવોલ્વર ઘેર મૂકી આવ્યો હતો, એ માટે તેને

પોતાની જાત પર રોષ ઊભરાયો. પણ હવે શું થાય ? ગુમાવવા માટે એક પળ પણ બાકી

નહોતી. ફરી એકવાર એણે કિરણની શોધ શરૂ કરી ફરીથી એણે કિરણના નામની બૂમો

પાડી. ઈંચેઈંચ સ્થળે પથરાળ ચટ્ટાનોમાં તે ફરી વળ્યો પરંતુ તેણે ત્યાં જ એક વસ્તુ ન

જોઈ, તે હતી કિરણ !
કિરણનો ક્યાંય પત્તો ન લાગ્યો, એટલે એના મનમાં આશાનો દીવડો ઝળહળી ઊઠ્યો.

કદાચ તે ન ગબડી હોય… બનવા જોગ છે. બનવા જોગ છે કે તે ઊગરી ગઇ હોય-બચી

ગઈ હોય ! મોતનો બરફ જેવો ઠંડો અને ખોફનાક પંજો એની ગરદન સુધી ન પહોંચી શક્યો

હોય ! ખૂની તેને બેહોશ કરીને પોતાની સાથે જ લઈ ગયો હોય-
પડતો આખડતો, શ્ર્વાસભેર તે ફરીથી ઉપર આવ્યો. પગદંડી પર ફરીથી તેણે શોધખોળ કરી

અને પછી વિદ્યા રહેતી હતી તે ખંડિયર જેવા મકાનમાં દાખલ થયો. પૂરા મકાનમાં તસુએ

તસુ સ્થળે તે ફરી વળ્યો. કિરણ ત્યાં નહોતી. તેમ બીજું પણ કોઈજ નહોતું.

થાકી, હારી અને તે નીચે બેસી પડ્યો. એની આંખો બેહદ ઉદાસ અને નિસ્તેજ બની ગઈ

હતી… અને માથે… ઢળતી રાતનો સન્નાટો પોતાના ભયંકર અસ્તિત્વનો ભાસ કરાવતો એ

ખોફનાક ફિજામાં ગુંજતો હતો. એની માનસિક શક્તિ હણાઈ ગઈ હતી. હવે શું કરવું ? નીચે

ખાડીમાં એક લાશ પડી છે. સહસા એના દિમાગમાં એક શબ્દ હથોડાની જેમ

ઝીકાયો-પોલીસ…! પો હમણાં જ પોલીસને સમાચાર આપવા જોઈએ. અને ખંડેરથી મોટી

ઈમારત તરફ પડવા-આખડવાની દરકાર કર્યા વગર દોડ્યો-કદાચ ત્યાં ફોન હોય !
દોડતા દોડતા કેડી પર તૂટી પડેલા એક લાકડાના ટુકડા જેવી વસ્તુમાં એનો પગ ભેરવાયો.

પોતાનું બેલેન્સ જાળવીને એણે રેલિંગ તરફ જોયું. અહીંની રેલિંગ પણ તૂટી ગયેલી હતી.

સ્પષ્ટ હતું કે તે હમણાં જ તૂટી છે.

-કદાચ અહીંથી જ કિરણ નાસી ગઈ…અને અંધકારના કારણે, રેલિંગ ન દેખાવાથી તેની

સાથે અથડાઈને નીચે ગબડી પડી.

જો કે એ શક્યતા ઘણી જ ઓછી બલ્કે નહિવત્ જ હતી…
કારણ કે કિરણને મૂકીને પોતે માંડ પચાસેક ફૂટ આગળ ગયો હતો. અને એટલું અંતર

કાપવામાં તેને વધુમાં વધુ ત્રીસ સેકંડ થઈ હતી. એટલે એ જો દોડીને ગઈ હોય તો પોતે

જરૂર શાંત-સૂના વાતાવરણમાં એના દોડવાનો અવાજ સાંભળ્યો જ હોત !

શક્યતા ન હોવા છતાં પણ એણે તપાસ કરવાનું નક્કી કરીને નીચે ટોર્ચનો પ્રકાશ ફેંક્યો.

અને થોડી જ પળોમાં એને એ અણીદાર પથરાળ સ્થાનમાં મોટા તોતીંગ પથ્થરોની વચ્ચે

કોઈક સફેદ વસ્તુને ભેરવાયેલી જોઈ.

એનું કલેજું થરથરી ગયું. કિરણને જીવતી મેળવવાની આશા ફરી એકવાર એનો સાથ છોડી

ગઈ. અહીંથી નીચે ઢોળાવ સુધીનો ભાગ એકદમ સીધો-સપાટ હતો. છતાંયે તે

પડતો-અખડતો પથરાળ દીવાલોમાં ઊપસી આવેલી કુદરતી ખાંચમાં હાથપગ ગોઠવીને

નીચે ઊતરતો ગયો. અને છેવટે એ સફેદ વસ્તુ સુધી પહોંચી ગયો. અહીં પણ ખાડીનું પાણી

ઘુઘવાટા મારતું હતું.
બેટરીના પીળા પ્રકાશમાં કોઈક આકૃતિ બે તોતીંગ પથ્થરો વચ્ચેના ખાલી સ્થાનમાં

ભેરવાયેલી દેખાઈ. એણે હૃદયને મજબૂત કર્યું અને પછી ટોર્ચનો પ્રકાશ રેલાવ્યો.
-તે એક લાશ હતી… સુમસામ વાતાવરણમાં બીજી લાશ ! અને…અને…તે એક સ્ત્રીની જ

લાશ હતી…
દિવાકરનું હૃદય પળભર જાણે કે બંધ પડી ગયું.

-એ લાશ… કિરણની નહોતી… તે એક વૃદ્ધ સ્ત્રી હતી…
એના ચહેરા પર ગહન ઉદાસી હતી. એક પ્રકારની નિર્મોહિતા હતી, અને જાણે કશું એ ન

બન્યું હોય એમ તેની આંખો બંધ હતી.
એ વૃદ્ધની છાતીમાંથી લોહી હજુ પણ વહેતું હતું અને એનાં વસ્ત્રોને તરબોળ કરતું હતું.

દિવાકરે-જોયું એની છાતીમાં પણ એક ગોળાકાર છેદ હતો અને તેને પણ બહુ નિકટથી

ગોળી મારવામાં આવી હતી…
દિવાકરના કપાળ પરથી પસીનાની ધાર છૂટતી હતી. આ બધું પોતે શું જોઈ રહ્યો છે ?

આમ ચારે તરફ કેટલી બધી શાંતિ અને ખામોશી છે ?

આ દરિયાની ખાડી સેંકડો વર્ષોથી અહીં હિલોળા મારે છે, અને અત્યારે પણ ઘૂઘવે છે.

આસમાનમાં ટમટમતા તારલાઓ કેટલા બધા શાંત છે ? ચંદ્રમાની રોશનીમાં કેટલી બધી

મધુરતા અને ઠંડક છે ? અને આ શાંત વાતાવરણમાં બેહદ, ગહન ચુપકીદીમાં આ તે કેવો

નૃશંસ કાંડ બની ગયો કે જેના અવશેષોને પોતે જોઈ રહ્યો છે ! કોણ જાણે આ ખાડીમાં હજુ

કેટલીય લાશો હશે ?
એણે લાશના ચહેરા સામે જોયું.

-અને પછી દેશાઈભાઈના ચહેરા સાથે ભળતું સામ્ય-સરખા પણું ઊપસી આવ્યું.

-વિદ્યા !… ચોક્કસ આ વિદ્યાની જ લાશ છે.
-દેશાઈભાઈની પ્રિય બહેન !
પોતે એ ત્રણેયની એક સાથેની તસ્વીર, દેશાઈભાઈને ત્યાં અનેક વખત જોઈ ચૂક્યો છે.

એ લમણે હાથ મૂકીને ત્યાં જ બેસી ગયો. કોણ જાણે કેમ એનો આત્મા પોકારી પોકારીને

કહેતો હતો કે આ સારાએ કાંડમાં દેશાઈભાઈ બાપડો એકદમ નિર્દોષ છે. એ બિચારો તો રાહ

જોઈને બેઠો હશે કે હમણાં પોતાની બહેન આવશે…
રંગપુર સ્ટેટના વારસદારોનો આમ અચાનક એકસાથે કેવો નાશ થઈ રહ્યો છે ?
બનવાજોગ છે કે મુંબઈમાં કદાચ દેશાઈભાઈ પર પણ હુમલો થયો હોય. પોતે નાહક જ

એના પર વહેમ લાવીને ક્રોધ ભરાઈ બેઠો. છટ…દેશાઈભાઈ કદાપિ મારી સાથે દગો ન રાખે

!
હું પણ કેવો મૂરખ કે ક્ષણિક આવેશમાં આવી જઈને એના જેવા ઉચ્ચ કોટીના મિત્ર પર

છેડાઈ ગયો !
નહિ, એ બેકસૂર છે કોઈક ખૂબ જ મોટા ન સમજી શકાય એવા કાવતરાની દુર્ગંધ અહીં

ચોપાસ ફેલાયેલી છે.

એને પોતાનું કર્તવ્ય યાદ આવ્યું અહીં હવે પોલીસ તથા કાનૂનની જ જરૂર છે.

તે પથ્થરોના ખાચામાં પગ ભરાવી ભરાવીને ઉ૫ર આવ્યો…
ફરી એકવાર એણે કિરણના નામની બૂમો પાડી, પરંતુ એ બધી જ નિરર્થક નીવડી.

એ શ્ર્વાસભેર દોડીને મોટી ઈમારતમાં આવ્યો. એનું મુખ્ય દ્વાર એકદમ ઉઘાડું હતું.

એ સૂમસામ ઈમારત હવે તદ્દન વેરાન તથા ઉજ્જડ બની ગઈ હતી તેમાં રહેનારા હવે જઈ

ચૂક્યા હતા. પૂરા મકાનમાં અંધકાર હતો.

એક કમરામાંથી બીજા કમરામાં તે બેટરીનો પ્રકાશ રેલાવતો ફરી વળ્યો.

પરંતુ ફોન ક્યાંય દેખાયો નહિ, હવે એની કોઈ આશા જ નહોતી રહી છતાંયે કોણ જાણે કેમ

તે કંઈ આશાનું સૂત્ર પકડીને દોડાદોડી કરતો હતો.

અહીં આવતાં પહેલાં જે કમરામાં એણે રોશની જોઈ હતી તે યાદ આવી. દોડીને બહાર

નીકળ્યો અને એ તરફ આગળ વધ્યો.

એ કમરાનો દરવાજો બંધ હતો. ધક્કો મારતાં જ તે ઊઘડી ગયો અને પછી જે દૃશ્ય એની

આંખો સામે આવ્યું એ જોઈને એના પગ જ્યાં હતા ત્યાં જ ધરતી સાથે જડાઈ ગયા.
સારોયે કમરો કબાડખાના જેવો બની ગયો હતો. એક એક વસ્તુઓ ઊલટાસૂલટી,

અસ્તવ્યસ્ત અને વેરણછેરણ પડી હતી.

ટેબલ અને ખુરશીઓ એક તરફ ફેંકાઈ ગયાં હતાં. જમીન પર અસંખ્ય કાગળપત્રોનો મોટો

ઢગલો પડ્યો હતો…
સૌથી પહેલાં સ્પષ્ટ રીતે જે વાત સામે આવી હતી તે એ કે અહીંયા ભયંકર મારપીટ થઈ છે

અને મારામારીમાં જે માનવી હારી ગયો હશે તેણે સરળતાથી-સહેલાઈથી તો

આત્મસમર્પણ નહિ જ કર્યું હોય.

એ અંદર પ્રવેશ્યો અને થોડીવારમાં જ ઊભો ઊભો કમરાનાં દૃશ્યોને તાકી રહ્યો.

અચાનક ક્યાંકથી ઉપરાઉપરી બે પથ્થરો સમ્સમ્ કરતા આવ્યા અને છત પર સળગતી

મોટી લાલટેનનો કાચ ખન્ન્ન્ કરતો તૂટી પડ્યો અને તે બુઝાઈ ગઈ.

વળતી જ પળે ત્યાં કાળો ડિબાંગ અંધકાર પથરાઈ ગયો, અને પછી તરત જ જાણે કે

સાક્ષાત્ મોત દિવાકર પર તૂટી પડ્યું.

એ જમીન પર ગબડી પડ્યો. જે જોખમનો એને ડર હતો તે અચાનક સામે આવી પડ્યો.

એણે ખતરાની સામે ઝઝૂમવા માટે પોતાની જાતને તૈયાર કરી લીધી.

પૂરી શક્તિથી તે પોતાના પર ત્રાટકેલા શત્રુ સાથે લડવા લાગ્યો. શારીરિક શક્તિ એનામાં

ઓછી નહોતી તેમ તે લડાઈના દાવપેચથી પણ અજાણ્યો નહોતો.

પરંતુ એની સામે લડી રહેલી જે વ્યક્તિ સાથે તેને પનારો પડ્યો હતો તે માણસ નહિ પણ

બળવાન હાથી જેવો લાગતો હતો. લડવાના દાવપેચ એ પણ જાણતો હતો.

બન્ને છીંકોટા મારતા પરસ્પરની સાથે લડતા રહ્યા. વાતાવરણ લાતો-મુક્કાઓ અને

ધડાધડીના અવાજથી ગાજી ઊઠ્યું.

બન્ને એકબીજાને હંફાવવાનો પ્રયાસ કરતા રહ્યા. અને પછી દિવાકરના શત્રુને એ જે તક

શોધતો હતો તે મળી ગઈ.

દિવાકર એકદમ નર્વસ બની ગયો શત્રુએ ખૂબ જોરથી એનું મસ્તક જમીન પર અફાળ્યું

અને વળતી જ પળે તે બેહોશ બની ગયો.

કોણ જાણે તે કેટલીયે વાર સુધી બેહોશ પડ્યો રહ્યો, ધીમે ધીમે એની આંખો સામે છવાયેલો

અંધકાર દૂર થતો ગયો…
થોડીવાર પછી તે હોશમાં આવ્યો. શત્રુ સાથે થયેલી મારામારીના કારણે એના અંગેઅંગમાં

માર અને મૂઢમાર વાગ્યો હતો, અને હાથ-પગ, છાતી અને મસ્તક કળતાં હતાં. લમણાની

નસો કાળી વેદનાથી ફાટી પડતી હતી. શરીર પર ઠેકઠેકાણેથી લોહીની ધાર ફૂટી નીકળી

હતી.

પોતે કોણ છે, શું છે અને ક્યાં છે, એની થોડી પળો સુધી તો એને ખબર જ ન પડી. એને તો

જાણે પોતે કોઈક સ્વપ્ન જોયું હોય એવું લાગતું હતું. તીવ્ર અને ગહન પીડાના કારણે તેના

ગળામાંથી રહી રહીને વેદના ચિત્કાર સરી પડતા હતા.

શું થયું હતું અને પોતે કોણ છે, એ વાત યાદ આવતાં જ પીડાને ગણકાર્યા વગર જ બેઠો

થયો.

એને જ્યાં મારવામાં આવ્યો એ જ કમરામાં તે હતો…
કમરામાં એક બીજી લાલટેન સળગતી હતી.

પછી સહસા એની નજર જમીન પર પડી.

ત્યાં એક રિવોલ્વર પડી હતી.

બાજની ઝડપે એણે તે ઉઠાવી લીધી અને પછી આશ્ર્ચર્યના એક બીજો જોરદાર ધક્કો તેને

વાગ્યો.

એની ચકળવકળ થતી આંખો હવે સ્થિર થઈને નર્યા-નિતર્યા ભયથી રિવોલ્વર તરફ જડાઈ

ગઈ હતી.

એ એની પોતાની જ રિવોલ્વર હતી. એ રિવોલ્વર કે જેને તે મુંબઈ પોતાના ફ્લેટમાં છોડી

આવ્યો હતો. હે ભગવાન ! આ અહીં ક્યાંથી ? આ માયાજાળ શાની છે ? કોણ આને

પોતાના પાસે મૂકી ગયું ? અને એના દિમાગમાંથી એક જ જવાબ આવ્યો.

-દેશાઈભાઈ ! મક્કાર…કમીનો…!
એના સિવાય બીજું કોણ હોય ?
એનું દિમાગ ફરી ગયું. એણે રિવોલ્વર ઉઠાવીને જોઈ તેમાંથી બે ગોળીઓ છોડવામાં આવી

હતી.

હવે કોઈ જ શંકા નહોતી રહી, પોતાને એક નહિ બબ્બે ખૂનોના આરોપમાં પગથી માથા

સુધી ફસાવવા માટે કાનૂનની દૃષ્ટિએ પોતાને ખૂની ઠેરવવા માટેની એક મજબૂત અને

ક્યારેય ન તૂટી શકે એવી ભયંકર જાળ બિછાવવામાં આવી હતી…
એ ઊભો થયો અને લંગડાતો લંગડાતો ચાલીને બહાર નીકળ્યો.

અચાનક આસપાસમાં જ કોઈકનાં પગલાં સંભળાયાં. ખૂની કે કાવતરાખોર નજીકમાં જ છે,

એવો વિચાર આવતાં જ એની અત્યાર સુધી ટકી રહેલી ચેતના ખળભળી ઊઠી અને પછી

કશું જ સમજ્યા-વિચાર્યા વગર દુ:ખતા અંગોની પરવાહ કર્યા વગર ખીલો તોડાવેલી

ગાયની જેમ, તે અંધાધૂંધ દોડવા લાગ્યો.

પોતે ક્યાં જાય છે એનું પણ એને ભાન નહોતું. પેલો અજાણ્યો પગરવ એનો પીછો કરતો

હતો.

એ દોડતો જ ગયો અને પછી એણે જોયું – પોતે પેલી ખૂની પગદંડી પર આવી પહોંચ્યો છે.

તેમ છતાંયે એ અટક્યા વગર દોડતો ગયો અને પછી રેલિંગ સાથે ટકરાયો. કાચા વાંસની

રેલિંગ કડાક અવાજ સાથે તૂટી પડી અને હવે બેલેન્સ જાળવી લેવાનો સમય પણ વીતી

ગયો હતો.

દિવાકરને ભાસ થયો – પોતે ઝડપથી – ઘણી ઝડપથી નીચે ખાડી તરફ જઈ રહ્યો. તે

બેહોશ બની ગયો.

સાચે જ એ ઈન્સાનના ગ્રહો બેહદ નબળા પુરવાર થયા…

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને?