નેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

30 વર્ષ બાદ ન્યાયના દેવતા શનિ કરશે ગોચર, ત્રણ રાશિના લોકો ધનના ઢગલાંમાં આળોટશે….

જ્યોતિષ શાસ્ત્રમાં પંચમહાપુરુષ રાજયોગનું વર્ણન જોવા મળે છે અને એને કારણે શનિદેવ શશ રાજ યોગનું નિર્માણ કરે છે. આ રાજયોગ જે વ્યક્તિની કુંડળીમાં બને છે એ વ્યક્તિ ધનવાન તો હોય જ છે પણ એની સાથે સાથે તેને તમામ ભૌતિક સુખની પ્રાપ્તિ પણ થઈ રહી છે. અહીંયા તમારી જાણ માટે કે શનિદેવ ત્રીસ વર્ષ બાદ કુંભ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે અને માર્ચ મહિનામાં આ ગોચર થવા જઈ રહ્યું છે. શનિનું કુંભ રાશિમાં ગોચર શશ મહાપુરુષ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ રાજયોગની અસર તમામ રાશિઓ પર જોવા મળશે પણ તેમ છતાં ત્રણ રાશિ એવી છે કે જેમને વિશેષ લાભ પ્રાપ્ત થઈ રહ્યા છે. ચાલો, સમય વેડફ્યા વિના જાણીએ કે આખરે કઈ છે આ ત્રણ રાશિ…


તુલા રાશિના લોકો માટે શશ મહાપુરુષ રાજયોગ લાભદાયી સાબિત થવા જઈ રહ્યો છે કારણ કે શનિદેવ તમારી રાશિના પાંચમા ભાવમાં ઉદય થઈ રહ્યા છે. આ સમયગાળામાં સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. પ્રેમજીવન જીવી રહેલા લોકોને એમના સંબંધમાં સફળતા મળી રહી છે. શનિદેવ તમારી રાશિના ચતુર્થ ભાવના સ્વામી છે એટલે આ સમયે તમે વાહન કે પ્રોપર્ટી ખરીદી શકો છો.


શશ મહાપુરુષ રાજયોગનું નિર્માણ આ રાશિના લોકો માટે અનુકૂળ સાબિત થવા જઈ રહ્યું છે, કારણ કે શનિદેલ તમારી ગોચર કુંડલીના નવમા ભાવમાં ઉદય પામી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન તમને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે અને તમારા સખત પરિશ્રમના ફળ તમને આ સમયગાળામાં મળી રહ્યા છે. નોકરી બદલવા માંગતા લોકોની ઈચ્છા પણ આ સમયગાળામાં પૂરી થઈ રહી છે. તમે કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં સામેલ થશો. આ સમય વિદ્યાર્થીઓ માટે શુભ સાબિત થઈ રહ્યો છે.

Raashi
આ રાશિના લોકો માટે શશ મહાપુરુષ રાજયોગ આવકની દ્રષ્ટિએ શુભ સાબિત થવા જઈ રહ્યો છે, કારણ કે શનિદેવ તમારી રાશિના 11મા ભાવમાં ઉદય પામી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન તમારી આવકમાં જબરજસ્ત વધારો થઈ શકે છે. આ સાથે સાથે જ તમે તમારી આવકના નવા નવા સ્રોત પણ ઊભા કરી શકો છે. વેપારમાં પ્રગતિ થઈ રહી છે. રોકાણથી સારો એવો લાભ થઈ રહ્યો છે. શેરબજાર, સટ્ટા અને લોટરીમાં રોકાણ કરવા માગતા લોકો માટે સમય અનુકૂળ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button